પિતા-પતિની સરનેમ સરખી પરંતુ આતિશીની સરનેમ કેમ અલગ છે, જાણો શું છે હકીકત
આતિશી, આતિશી સિંહ , આતિશી માર્લેના સિંહ.... આતિશી દિલ્હીની મુખ્યમંત્રી બનતા જ લોકો તેના વિશે સર્ચ કરવા લાગ્યા છે. આમ તો આતિશી નામ પહેલાથી જ ખુબ ચર્ચિત છે, પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તેના નામ સાથે સરનેમ માર્લેનાને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ હતી.
1 / 5
આતિશી, આતિશી સિંહ , આતિશી માર્લેના સિંહ.... આતિશી દિલ્હીની મુખ્યમંત્રી બનતા જ લોકો તેના વિશે સર્ચ કરવા લાગ્યા છે. આમ તો આતિશી નામ પહેલાથી જ ખુબ ચર્ચિત છે પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તેના નામ સાથે સરનેમ માર્લેનાને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ હતી.
2 / 5
હવે સવાલ એ છે કે, માતાનું નામ તૃપ્તા વાહી અને પંજાબી રાજપૂત પિતા વિજય સિંહની દિકરી માર્લેના કઈ રીતે થઈ. તેમજ આતિશીના પતિનું નામ પ્રવિણ સિંહ છે તે પંજાબી ક્ષત્રિય સમાજ સાથે સબંઘ ધરાવે છે.
3 / 5
2019ના લોકસભા અને 2020માં વિધાનસભા ચૂંટણીના એફિડેવિટમાં તેનું નામ આતિશી માર્લેના હતુ. કેટલાક પ્લેટફોર્મ પર તેનું નામ આતિશી માર્લેના સિંહ પણ લખવામાં આવ્યું છે. પરંતુ આતિશી અનેક વખત કહી ચૂકી છે કે, તે જાતિ અને ધર્મની રાજનીતિમાં કોઈ વિશ્વાસ રાખતી નથી.
4 / 5
દિલ્હીના 8માં મુખ્યમંત્રી તરીકે શપથ લેનારી આતિશી માર્લેના એવી રાજનેતા છે. જે પહેલી જીત બાદ કેબિનેટ મંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રી બની છે. તેના 10 વર્ષના કરિયરમાં તેમણે કમેટીના સભ્યથી લઈ સીએમ સુધી કામ કર્યું છે. દિલ્હીના જે એજ્યુકેશન સિસ્ટમને આમ આદમી પાર્ટીએ હંમેશા પોતાનો મજબુત પક્ષ બતાવ્યો છે.તેનો ફાળો પણ આતિશીને જાય છે.
5 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના નવા સીએમ આતિશીના માતા-પિતા બંને પ્રોફેસર રહી ચૂક્યા છે. તેમના પિતા વિજય સિંહ કટ્ટર કમ્યુનિસ્ટ હતા. તેમણે જાતિ અને ધર્મની ઓળખના વિરોધમાં આતિશીના નામ સાથે માર્લેના ઉમેર્યું. આ તેનું બીજું નામ હતું, તેની અટક નહીં. માર્લેનામાં કાર્લ માર્ક્સ અને વ્લાદિમીર લેનિનનું ઉપનામ મળ્યું છે.