જૂનાગઢમાં ભવનાથનો મહાશિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે. અમદાવાદથી જૂનાગઢ જવા માટે તમે બસ, ટ્રેન કે ટેક્સીની સવારી કરીને જઈ શકો છો.
તમે અમદાવાદથી ભવનાથ જવા માટે તમે ટ્રેન દ્વારા વેરાવળ સુધી પહોંચી શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી સ્થાનિક વાહનમાં ભવનાથના મેળામાં પહોંચી શકો છો.
ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો 22 ફેબ્રુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમે ભવનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. મેળા દરમિયાન મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.
મેળામાં તમે પવિત્ર સ્નાન કરી શકો છો. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ત્યાં પ્રસાદ માટેનું પણ આયોજન કરવામાં આવે છે.
ભવનાથના મેળા ઉપરાંત તમે આસપાસ આવેલા સાસણ ગીર, ગીરનારની ટેકરીઓ, સોમનાથ મંદિર, દામેદર કુંડ,જટાશંકર, અશોક શિલાલેખ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.