કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે સૌરાષ્ટ્ર ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
નાતાલની રજાઓમાં મોટાભાગના લોકો ઘરની બહાર ઉજવણી કરવા માગતા હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં સૌરાષ્ટ્રના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.
અમદાવાદથી સૌરાષ્ટ્ર પ્રવાસ માટે તમે ટ્રેનનો પણ ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી સાબરમતી એક્સપ્રેસમાં થી દ્વારાકા પહોંચી તમે દ્વારકા મંદિરમાં દર્શન કરી શકો છો. દ્વારકા મંદિર રાત્રે 8 વાગ્યે બંધ થાય છે. તેમજ નાગેશ્વર જ્યોતિલિંગની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે સોમનાથ મંદિરની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ પ્રભાસ પાટણની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત ભાલકા તીર્થની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે તમે સોમનાથના સ્થાનિક સ્થળોની મુલાકાત લઈને અમદાવાદ પરત ફરી શકો છો.
અમદાવાદ અને દ્વારકા સુધી ટ્રેનમાં અથવા ટેક્સી મારફતે પણ જઈ શકો છો. ત્યારબાદ દ્વારકા મંદિરની મુલાકાત લઈ ત્યાંથી નાગેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે સોમનાથ મંદિરમાં દર્શન કરી પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ ભાલકા તીર્થની મુલાકાત લઈ શકશો. ત્રીજા દિવસે ગીર નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત ઉપરકોટ કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો. તેમજ જૂનાગઢમાં આવેલા જૈન મંદિરમાં પણ દર્શન કરી શકો છો. પાંચમાં દિવસે જૂનાગઢથી ટ્રેન મારફતે અમદાવાદ પરત ફરી શકો છો.
ટ્રેન મારફતે તમે સૌથી પહેલા દ્વારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કરી શકો છો. તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. ત્યારબાદ બીજા દિવસે સોમનાથના દર્શન કરી પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. તેમજ ભાલકા તીર્થ જોઈ શકો છો. ત્રીજા દિવસે ગીર નેશનલ પાર્ક જઈ ત્યાં સિંહ દર્શન કરી શકો છો. ચોથા દિવસે તમે ઉપરકોટ અને જૂનાગઢના જૈન મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે ગાંધીનો ડેલાની મુલાકાત લઈ શકો છો. તેમજ રાજકોટમાં આવેલા પ્રસિદ્ધ મંદિરના દર્શન કરી શકો છો. તો છઠ્ઠા દિવસે સુદામા મંદિરની મુલાકાત લઈ શકો છો. તેમજ પોરબંદર બીચની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત સાતમાં દિવસે પોરબંદરથી અમદાવાદ પરત ફરી શકો છો.