Travel Tips : નવા વર્ષમાં બહેનપણીઓ સાથે ગુજરાતના આ સ્થળોએ ફરવા જવાનો પ્લાન બનાવો
ભારતના પશ્ચિમમાં ગુજરાત રાજ્ય છે. જે દેશનું સૌથી પ્રસિદ્ધ પર્યટક પ્રદેશોમાંથી એક છે. ગુજરાત પ્રાકૃતિક દર્શ્યો, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક મહત્વ રાખનાર સ્થળ છે. આ સાથે ગુજરાત સ્વાદિષ્ટ વ્યંજનો માટે પણ ફેમસ છે.
1 / 8
ગુજરાતમાં પોરબંદર, ગાંધીનગર, સોમનાથ મંદિર, કચ્છ, દ્વારકા મંદિર, વડોદરા અને અક્ષરધામ સહિત અનેક પ્રવાસી સ્થળો આવેલા છે. ગુજરાતને એશિયાઈ સિંહોનું ઘર પણ કહેવામાં આવે છે. નવા વર્ષે બહેનપણીઓ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો વિશે વાત કરીશું.
2 / 8
સફરની શરુઆત જો તમે વડોદરાથી કરી રહ્યા છો તો વડોદરામાં તમે મ્યુઝિયમ પણ જઈ શકો છો. લક્ષ્મી વિલાસ પેલેસ, સુરસાગર ઝીલ, અરબિંદો આશ્રમ પણ જવાનો પ્લાન બનાવી શકો છો. વડોદરાથી 2 કલાકના અંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે.
3 / 8
ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવાનો પણ પ્લાન બનાવી શકો છો. જેનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના સમ્માનમાં કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિની લંબાઈ અંદાજે 182 મીટર ઉંચી છે.
4 / 8
સ્ટેચ્યુ ઓફ યુનિટમાં તમારો આખો દિવસ કેમ પસાર થઈ જશે ખબર પણ નહિ પડે. અહિ તમે અનેક એક્ટિવિટી પણ કરી શકો છો.
5 / 8
અમદાવાદથી રાજકોટનું અંતર 3 કલાકનું 214 કિલોમીટર છે. રાજકોટમાં તમે કાબા ગાંધીનો ડેલો, પ્રદ્યુમન પાર્ક, જલારામનું મંદિર, અટલ સરોવર, રાજકોટમાં તમે ફ્રેન્ડ સાથે કાઠિયાવાડી ફુડનો પણ આનંદ માણી શકો છો.
6 / 8
વડોદરાથી અમદાવાદનું અંતર માત્ર 111 કિમી છે. અંદાજે 2 કલાકની મુસાફરી કરી તમે અમદાવાદ જઈ શકો છો. અમદાવાદ શહેરમાં ફરવાની સાથે તમને અનેક સ્વાદિષ્ટ ફુડનો ટેસ્ટ પણ કરી શકો છો. અમદાવાદમાં સાબરમતી આશ્રમ,સાયન્સ સિટી, ભદ્રાનો કિલ્લો પણ ફરી શકો છો.
7 / 8
દ્વારકાથી તમે સોમનાથ જવાનો પ્લાન બનાવી શકો છો. કારણ કે, દ્વારકાથી સોમનાથ 235 કિલોમીટર દુર આવેલું છે. સોમનાથમાં સુરજ મંદિર, સોમનાથ મંદિર પાંડવગુફા, લક્ષ્મી નારાયણ મંદિર, ત્રિવેણી ઘાટની આરતીમાં પણ સામેલ થઈ શકો છો.
8 / 8
રાજકોટથી તમે દ્વારકા જવાનો પ્લાન બનાવી શકો છો. દ્વારકા શહેરમાં તમે પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જર્યોતિર્લિંગ, દ્વારકા બીચ, રુકમણી મંદિર, સુદામા સેતુ સહિત ત્યાંથી નજીક બેટદ્વારકા પણ જઈ શકો છો.