ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,878.15 કરોડ હતો. ગયા નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં કંપનીને રૂ. 237.76 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. મંગળવારે શેરબજારને આપેલી માહિતીમાં રિલાયન્સ પાવરે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક ઘટીને રૂ. 1,962.77 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 2,116.37 કરોડ હતી. સબસિડિયરી કંપનીના વિસર્જનથી કંપનીએ રૂ. 3,230.42 કરોડનો નફો કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, રિલાયન્સ પાવરે તેની પેટાકંપની વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ (VIPL) માટે રૂ. 3,872 કરોડની ગેરેંટર જવાબદારીઓનું સમાધાન કર્યું છે.