સોમનાથ ટ્રસ્ટ દ્વારા 80 મનો દિવ્યાંગ બાળકોના આતિથ્ય સત્કાર સાથે કરાઈ ધ્વજાપૂજા- જુઓ તસવીરો
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા કરવામાં આવી. આ બાળકોને ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવ્યો. 80 દિવ્યાંગ બાળકો અને એમના સેવકોએ સોમનાથ મહાદેવનું ધ્વજાપૂજન કર્યુ.
1 / 8
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શને આવનારા યાત્રિકોને સરળતાથી સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો મળે તેવી વ્યવસ્થા અને યાત્રી સુવિધા સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી છે.
2 / 8
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ દેશના પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓને પ્રત્યેક દિવ્યાંગ સંસ્થાઓ બિરદાવી રહી છે.
3 / 8
ખાસ કરીને દર્શનાર્થે આવતા સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે. જેના પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ મહાદેવના સુખપૂર્વક દર્શન કરી શકે છે.
4 / 8
જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટ ને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન-પુજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો.
5 / 8
આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા.
6 / 8
તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવ પૂર્વક ધ્વજાપૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
7 / 8
આ સાથે સોમનાથ દાદાના ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.
8 / 8
દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો. Input Credit- Yogesh Joshi- Somnath