સાધારણ પરિવારના બાળકોને આ સંસ્થાએ સ્ટેડિયમમાં IPLની મેચ નિહાળવાની આપી ટિકિટ, ખુશીથી ઝુમી ઉઠ્યુ બાળપણ- જુઓ તસવીરો

|

May 11, 2024 | 10:20 PM

અહીં તસ્વીરોમાં તમે જે બાળકોને જોઈ રહ્યા છો તે કોઈ મોટા ઘરના અમીર માતાપિતાઓના બાળકો નથી પરંતુ તદ્દન સાધારણ પરિવારના બાળકો છે. સ્ટેડિયમમાં જઈને મેચ નિહાળવી તેમના માટે દિવાસ્વપ્ન સમાન હતુ પરંતુ રાઉન્ડ ટેબલ ઈન્ડિયા નામની સંસ્થાએ આ બાળકોને સ્ટેડિયમમાં મેચ નિહાળવા માટેની ટિકિટ આપી અને બાળકોના ચહેરા પરનો આનંદ ક્યાંય સમાતો ન હતો. જુઓ તસ્વીરો

1 / 7
IPLની 59મી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર ચેન્નઈ સુપર કિંગ્સને 35 રનને હરાવીને પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટેની આશા જીવંત રાખી છે. GT અને CSKની મેચનો મુકાબલો જોવા માટે આશરે 1 લાખ જેટલા દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

2 / 7
IPL ની મેચ જોવી એ બધાને પરવડે તેવું હોતું નથી. ખાસ કરીને સાધારણ આવક કે તેનાથી ઓછી આર્થિક સ્થિતિ હોય તો ટિકિટ મોંઘી પડે. રાઉન્ડ ટેબલ ઇન્ડિયા નામની એક સંસ્થા આવા  ગરીબ બાળકો માટે કંઈક અલગ વિચાર્યું.  તેમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ખાસ ટિકિટો આપી.

3 / 7
40 બાળકો ગ્રાઉન્ડમાં જ્યારે ચિયર અપ કરતા હતા તે જોઈને બાકીના દર્શકોનું પણ હૈયું હરખાઈ ઉઠ્યું. કેમ કે તેમના માટે ભલે સામાન્ય ક્ષણો હોય પણ આ બાળકો માટે તો જીવનની સૌથી વિશેષ ક્ષણો હતી.

4 / 7
મહેન્દ્રસિંહ ધોની અને શુભમન ગીલ જેવા પોતાના ફેવરિટ ક્રિકેટરોને ગ્રાઉન્ડ ઉપર રમતા જોવાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો.

5 / 7
આ બાળકો મેચનો સંપૂર્ણ આનંદ માણી શકે તે માટે તેમને ટીશર્ટ, કેપ, ફ્લેગ જેવી એસેસરીઝ અને ફૂડ પણ આપવામાં આવ્યું હતું.

6 / 7
GT v/s CSK ની આ મેચમાં શુભમન ગીલ અને સાઈ સુદર્શનની જોડીએ 14 ઓવરમાં 179 રન કરીને ટીમ માટે ipl ની બિગેસ્ટ ભાગીદારી નોંધાવી હતી.

7 / 7
તેમની આ પાર્ટનરશીપ જોવી બીજા દર્શકોની સાથે આ ઝૂંપડપટ્ટી અને સરકારી શાળાના બાળકો માટે પોતાના જીવનનો સૌથી યાદગાર અનુભવ બની રહ્યો.

Next Photo Gallery