ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં તક ન મળતા ઈશાન કિશને શરૂ કર્યું નવું કામ, હવે ઘરેથી કરશે આ વ્યવસાય

|

Jan 19, 2025 | 10:43 AM

ચેમ્પિયન્સ ટ્રોફી માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનને તક ના મળતા, તેણે અફતને અવસરમાં પલટવાનો નિર્ણય કર્યો છે. હવે બિહારના રહેવાસી એવા ઈશાન કિશને નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. તે હવે તેના ઘરેથી નવી કામગીરી કરશે.

1 / 5
ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર ઈશાન કિશનની અવગણના કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની T20 ટીમમાં પસંદગી ના થયા બાદ, ઈશાનને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી અને પછી પાકિસ્તાન દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે, વાત માત્ર આટલી જ નથી. જો આપણે જોઈએ તો, ઈશાન કિશન નવેમ્બર 2023 થી ટીમ ઈન્ડિયાથી બહાર છે.

2 / 5
એક પછી એક દેશ સામેની ક્રિકેટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સમાવેશ નહીં થઈ રહેલ આક્રમક ઓપનર અને વિકેટ કિપર ઈશાન કિશને આ આફતને અવસરમાં પલટવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે. ઈશાન કિશને હવે પોતાના નામે બિહારમાં ક્રિકેટ એકેડમી શરુ કરવાનો નિર્ણય કર્યો છે.

3 / 5
ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેને પોતાના નામે આ ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. તેમની એકેડેમીનું નામ 'ધ ઈશાન કિશન એકેડેમી' છે. ઈશાન કિશને આ એકેડેમીનો પાયો પોતાના માદરે વતન પટનામાં નાખ્યો છે. એકેડેમી વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, આ એક નવી શરૂઆત છે. તે પોતાના વતનમાં એકેડેમી શરૂ કરવા જઈ રહેલા આ સાહસ વિશે ખૂબ જ ઉત્સાહિત છે.

4 / 5
ઈશાન કિશન અત્યાર સુધીમાં ભારત માટે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20I રમી ચૂક્યો છે, જેમાં તેણે અનુક્રમે 78, 933 અને 796 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇશાનની અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ 210 રનની છે.

5 / 5
તાજેતરમાં સમાપ્ત થયેલી વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ તરફથી રમતા, ઇશાન કિશને 7 મેચમાં 316 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેમની સરેરાશ 45.14 હતી, જ્યારે તેમનો સ્ટ્રાઇક રેટ 128 ની આસપાસનો હતો. ઈશાન કિશને IPL 2025 માટે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે કરાર કર્યો છે. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.