પુત્રી ડોક્ટર અને પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય, બાબા સિદ્દીકીનું રાજકારણથી લઈ બોલિવુડમાં હતુ મોટું નામ
બાબા સિદ્દીકીનો પરિવાર વધુ મોટો નથી, બાબા સિદ્દીકીના પરિવારમાં તેમના 2 બાળકો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિકરી ડોક્ટર અને દિકરો ધારાસભ્ય છે. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તો આજે આપણે બાબા સિદ્દીકીના પરિવાર વિશે વાત કરીએ.
1 / 12
બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીનો જન્મ 13 સપ્ટેમ્બર 1958ના રોજ થયો છે. જ્યારે 12 ઓક્ટોબર 2024 રોજ તેમનું મૃત્યું થયું છે. તે એક ભારતીય રાજકારણી હતા જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તાર માટે વિધાનસભાના સભ્ય (એમએલએ) હતા.
2 / 12
એનસીપી અજીત જૂથના નેતા બાબા સિદ્દીકીને રવિવારે રાત્રે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી
3 / 12
બાબા સિદ્દીકી 1999, 2004 અને 2009માં સતત ત્રણ ટર્મ માટે ધારાસભ્ય હતા, અને 2004 અને 2008 વચ્ચે મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ હેઠળ ખાદ્ય અને નાગરિક પુરવઠા (FDA) અને શ્રમ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
4 / 12
બાબા સિદ્દીકીને લોકો બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીના નામથી ઓળખે છે. પરંતુ તેઓ બાબા સિદ્દીકીના નામથી ખુબ પોપ્યુલર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બાબા કિશોરાવસ્થામાં 1977માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ તે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાના INCનો વિદ્યાર્થી વિંગ્સનો ભાગ બની અલગ અલગ આંદોલનમાં સામેલ થતાં હતા.
5 / 12
જે લોકો બાબા સિદ્દીકીને ઓળખે છે. તેમનું કહેવું છે કે, બાબા દરેક સમયે પોતાના વિસ્તારની મદદ કરવા માટે તૈયાર રહેતા હતા.તેમણે પોતાના ધારાસભ્ય ફંડનો ઉપયોગ વિસ્તારના વિકાસ કાર્યો માટે કર્યો જેના કારણે તેઓ લોકોમાં વધુ લોકપ્રિય બન્યા હતા.
6 / 12
જે લોકો બાબા સિદ્દીકીને ઓળખે છે. તેમનું કહેવું છે કે, બાબા દરેક સમયે પોતાના વિસ્તારની મદદ કરવા માટે તૈયાર રહેતા હતા.તેમણે પોતાના ધારાસભ્ય ફંડનો ઉપયોગ વિસ્તારના વિકાસ કાર્યો માટે કર્યો જેના કારણે તેઓ લોકોમાં વધુ લોકપ્રિય બન્યા હતા.
7 / 12
સિદ્દિકે 1992 અને 1997 ની વચ્ચે સતત બે ટર્મ માટે મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે પણ સેવા આપી હતી. તેમના મૃત્યુ પહેલાં, તેમણે મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંસદીય બોર્ડ તરીકે સેવા આપી હતી.
8 / 12
બાબા સિદ્દીકીના લગ્ન શેહઝીન સિદ્દીકી સાથે થયા હતા. તેમને બે બાળકો છે એક પુત્રી, અર્શિયા સિદ્દીકી અને એક પુત્ર જીશાન સિદ્દીક.સિદ્દીકનો જન્મ 3 ઓક્ટોબર 1992ના રોજ બાંદ્રા, મુંબઈમાં દિવંગત રાજકારણી બાબા સિદ્દીકી અને તેની પત્ની શેહઝીન સિદ્દીકીને ત્યાં થયો હતો
9 / 12
જુલાઇ 2015માં, તેમણે યુનાઇટેડ કિંગડમની રીજન્ટ્સ યુનિવર્સિટી લંડન ખાતે ગ્લોબલ મેનેજમેન્ટ અને પબ્લિક લીડરશીપમાં તેમની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી.સિદ્દીકીએ 2019ની ચૂંટણીમાં મુંબઈના વાંદ્રે ઈસ્ટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ ટર્મના સભ્ય તરીકે ચૂંટણી લડી અને જીત્યા, જેનું પ્રતિનિધિત્વ અગાઉ તેમના પિતા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે શિવસેનાના વિશ્વનાથ મહાડેશ્વરને 5,790 મતોના માર્જિનથી હરાવીને 38,337 મત મેળવ્યા હતા.
10 / 12
8 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું. બાદમાં તેઓ 12 ફેબ્રુઆરી 2024ના રોજ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
11 / 12
તમને જણાવી દઈએ કે,સિદ્દીકીની 12 ઓક્ટોબર, 2024ના રોજ 66 વર્ષની વયે તેમના પુત્રની ઓફિસ સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.
12 / 12
મીડિયા રિપોર્ટસ મુજબ નેતા બન્યા પહેલા બાબા સિદ્દીકી પિતા અબ્દુલ રહીમ સિદ્દીકી સાથે ઘડિયાળ બનાવવાનું કામ કરતા હતા. ધીમે ધીમે મહેનત કરી અને મુંબઈ યુવા કોંગ્રેસના મહાસચિવ અને કોંગ્રેસ નતે સુનીલ દત્તા નજીક આવ્યા હતા. તેઓ સુનીલ દત્તને પોતાનો આદર્શ માનતા હતા. તેમની જેમ સમાજ સેવાનું કામ કરતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે, તેમનાથી પ્રેરિત થઈ બાબાએ ઈફ્તાર પાર્ટીની શરુઆત કરી હતી.
Published On - 11:38 am, Mon, 14 October 24