IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રણજીમાં સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

|

Jan 24, 2025 | 9:23 PM

મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાઈ રહેલી આ રણજી ટ્રોફી મેચમાં જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજારો રન બનાવનારા બેટ્સમેનો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા, ત્યાં મુંબઈના અનુભવી ઓલરાઉન્ડરે નીચલા ક્રમમાં આવીને ધમાકેદાર સદી ફટકારી હતી. નવેમ્બર 2024માં IPL ઓક્શનમાં આ ખેલાડીને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો. એવામાં આ ખેલાડીએ મુશ્કેલ સમયમાં સદી ફટકારી જડબાતોડ જવાબ આપ્યો હતો.

1 / 6

2 / 6
મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં મુંબઈના ઓલરાઉન્ડર શાર્દુલે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી અને ફરી એકવાર પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. શાર્દુલની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ બીજી સદી છે અને બંને વખત તેણે મુશ્કેલીમાં મુકાયેલી મુંબઈની ટીમને બહાર કરી હતી.

3 / 6
નવેમ્બર 2024માં IPL ઓક્શનમાં શાર્દુલ ઠાકુરને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં પણ તેને સામેલ ન કરવામાં આવ્યો અને છેલ્લા કેટલાક સમયથી તે ટીમની બહાર પણ ચાલી રહ્યો છે. આવા સમયમાં શાર્દુલે આ સદી ફટકારી ટીકાકારો, ટીમ પસંદગીકારો અને ફ્રેન્ચાઈઝી માલિકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

4 / 6
મેચના પહેલા દિવસે પણ શાર્દુલે લડાયક ઈનિંગ રમી અને માત્ર 47 રનમાં 7 વિકેટ ગુમાવી ચૂકેલી મુંબઈની ટીમને તેના 51 રનની મદદથી 120ના સ્કોર સુધી પહોંચાડી દીધી. તે દાવમાં શાર્દુલે તનુષ કોટિયન સાથે મળીને 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ફરી એકવાર આ બંને બેટ્સમેનોએ મુંબઈ માટે ટ્રબલ-શૂટર તરીકે કામ કર્યું. બંને વચ્ચેની ભાગીદારી 101 રનથી શરૂ થઈ અને તેઓ ટીમને 200 રનથી આગળ લઈ ગયા. આ દરમિયાન શાર્દુલે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની બીજી સદી માત્ર 105 બોલમાં ફટકારી હતી.

5 / 6
શાર્દુલની આ ઈનિંગ એવા સમયે આવી છે જ્યારે તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 2021માં બ્રિસબેન ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શાર્દુલને આ વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. તેની નિરાશાનું દર્દ પહેલા દિવસની રમત બાદ પણ સામે આવ્યું જ્યારે તેણે અડધી સદી ફટકારીને ટીમને થોડી રાહત આપી.

6 / 6
શાર્દુલે કહ્યું, “હું મારી ગુણવત્તા વિશે શું કહી શકું? લોકોએ બોલવું જોઈએ. તેઓએ જોવું જોઈએ કે જો કોઈની પાસે ગુણવત્તા છે તો તેને થોડી વધુ તકો મળવી જોઈએ. મને મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરવી ગમે છે. દરેક વ્યક્તિ સરળ પરિસ્થિતિઓમાં સારું કરે છે પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમે કેવી રીતે પરફોર્મ કરો છો તે મહત્વનું છે. (All Photo Credit : PTI)

Next Photo Gallery