કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ 2025ની પ્રથમ મેચ કોલકાતામાં આયોજિત થવાનું જોખમ છે. કારણ કે,કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. આવી સ્થિતિમાં ચાહકનો આનંદ બગડી શકે છે.
આઈપીએલની 18મી સીઝનની પ્રથમમાં વરસાદ પડી શકે છે. Accuweatherના રિપોર્ટ અનુસાર શનિવારે વરસાદની 90 ટકા શક્યતા છે. સાંજે ભેજનું પ્રમાણ 77 ટકા રહેશે જ્યારે 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં ચાહકોની આશા પર પાણી ફરી શકે છે.
ઓપનિંગ મેચ પહેલા ભવ્ય ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ આઈપીએલની ઓપનિંગ સેરમનીમાં બોલિવુડ સિંગર શ્રેયા ઘોષલ , કરણ ઔજાલ તેમજ દિશા પટની ધુમ મચાવશે.
આઈપીએલ 2025 પહેલા 22 માર્ચના રોજ ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રવિવાર માટે યેલો અલર્ટ જાહેર કર્યું છે.
રાત્રે 9 અને 10 વાગ્યે ભારે વરસાદની સંભાવના છે જે લગભગ 50 થી 60 ટકા છે. આવી સ્થિતિમાં વરસાદના કારણે આ મેચ રદ્દ થવાની સંભાવના છે. જો આ મેચ દરમિયાન તાપમાનની વાત કરીએ તો તે લગભગ 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે, જ્યારે પવનની ગતિ 22 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આ વર્ષે 10 ટીમ વચ્ચે 13 સ્થળો પર 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે. આઈપીએલમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. ડબલ હેડરની પ્રથમ મેચ બપોરના 3 કલાકે અને બીજી મેચ સાંજે 7 કલાકે રમાશે.