IPL 2025 ની 5મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે છે, જે 18મી સીઝનમાં બંને ટીમોની પહેલી મેચ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ.
બીજી ઓવરના ચોથા બોલ પર ગુજરાતે વિકેટ લેવાની તક ગુમાવી દીધી. કાગીસો રબાડાના બોલ પર પ્રિયાંશે ઊંચો શોટ રમ્યો પરંતુ રાશિદ ખાન અને અરશદ ખાન વચ્ચે મૂંઝવણને કારણે કેચ ચૂકી ગયો.
ઓવરના છેલ્લા બોલ પર અરશદની ખોટી ફિલ્ડિંગને કારણે બાઉન્ડ્રી આવી. આ મિસ્ટેકથી આર્યાએ સારી શરૂઆત કરી અને રનરેટ વધાર્યો.
આ કેચ છૂટવાથી સિરાજની ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા પડ્યા. ગુજરાતના બોલરો માટે આ ક્ષણ દબાણભર્યો સાબિત થયો.
આ કેચ છૂટવી મેચ માટે મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કારણ કે, બીજી ઓવરના ચોથા બોલે જ્યારે કેચ છૂટયો ત્યારે પ્રિયન્સએ 7 રન કર્યા હતા પરંતુ આ કેચ છૂટયા બાદ 47 રન પર પહોંચ્યો અને 23 બોલમાં 47 રન કર્યા. (All Image - BCCI)
Published On - 8:25 pm, Tue, 25 March 25