IPL 2025ની પ્રથમ મેચ પહેલા એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે મૌન તોડ્યું, કહ્યું હું વ્હીલચેર પર

|

Mar 23, 2025 | 5:07 PM

એમએસ ધોની ફરી એક વખત આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. આ સીઝનમાં તે પોતાની પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ રમશે. આ પહેલા ધોનીએ પોતાના સંન્યાસ અંગે મોટું નિવેદન પણ આપ્યું છે.

1 / 7
ક્રિકેટ ચાહકો દર વર્ષે આઈપીએલની આતુરતાથી રાહ જોતા હોય છે. આનું સૌથી મોટું કારણ એમએસ ધોની છે. ધોનીએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ત્યારબાદ તે આઈપીએલમાં રમતો જોવા મળે છે.

2 / 7
 આ મહેન્દ્ર સિંહ ધોનીની 18મી સીઝન છે. ધોની આજે 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમવા મેદાનમાં ઉતરશે. ચેન્નાઈ પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ રમશે, આ સીઝનની શરુઆત કરતા પહેલા ધોનીએ પોતાના ફ્યુચર પ્લાન વિશે પણ વાત કરી હતી. જેમાં સંન્યાસ ઉપર મોટું નિવેદન આપ્યું છે.

3 / 7
ધોની 43 વર્ષનો છે અને આ સિઝનનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ ધોનીની આઈપીએલમાં છેલ્લી સીઝન છે. જોકે, આ વખતે ધોનીએ સીઝનની શરૂઆતમાં જ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

4 / 7
ધોનીએ એક ઈન્ટરવ્યુમાં સંન્યાસ પર મોટી વાત કરી છે. આ નિવેદનથી માનવામાં આવે છે કે, તે હજુ પણ આઈપીએલમાં રમવાનું ચાલું રાખશે. ધોનીએ કહ્યું છે કે તે ઇચ્છે ત્યાં સુધી CSK માટે રમી શકે છે. તેણે તેમને કહ્યું કે તે તેની પોતાની ટીમ છે. આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હઈશ તો પણ, CSK મને ખેંચીને લઈ જશે.

5 / 7
મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સથી પોતાની શરુઆત કરી હતી.  વચ્ચે 2 સીઝન માટે તે રાઈઝિંગ પૂણે સૂપરજાયન્ટસ માટે રમ્યો હતો.

6 / 7
તેના કરિયરની વાત કરીએ તો તેમણે અત્યારસુધી કુલ 264 મેચ રમી છે. આ મેચમાં તેના નામે 5243 રન છે.

7 / 7
ધોનીએ આઈપીએલમાં 137.53ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. પોતાના કરિયરમાં કુલ 24 વખત અડધી સદી ફટકારી છે.

Published On - 4:50 pm, Sun, 23 March 25