
કેચ ચૂકી ગયા પછી, કેપ્ટન અને અન્ય ખેલાડીઓ એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા. તેમણે ફિલ્ડ સેટઅપ અને બોલરોની રણનીતિની ચર્ચા કરી જેથી આગલી વખતે આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય. ફિલ્ડર રિઝવી પણ પોતાની ભૂલનો પસ્તાવો કરતા જોવા મળ્યા.

આ ડ્રોપ કેચની અસર મેચ પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. પુરણે પાછળથી મોટા શોટ રમીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી. જો આ કેચ લેવામાં આવ્યો હોત, તો મેચનો માર્ગ બદલાઈ શક્યો હોત, પરંતુ આ ભૂલ દિલ્હી માટે મોંઘી સાબિત થઈ શકે છે. કારણ કે જ્યારે આ કેચ છૂટયો ત્યારે પુરનના 17 રન હતા જ્યારે આ બાદ એક બાદ એક ફટકા મારી 50 ને પર પહોંચાડ્યો અને 75 રન પર આઉટ થયો. જેથી એક કેચ 58 રનમાં પડ્યો. (All Image : BCCI)
Published On - 8:39 pm, Mon, 24 March 25