IPL 2025 : 17 વર્ષથી જેના માટે તડપી રહ્યો છે વિરાટ કોહલી, શું આ વર્ષે ધોનીના ઘરમાં પૂરી થશે તેની ‘તમન્ના’

|

Mar 27, 2025 | 5:36 PM

IPL 2025ની આઠમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજા સામે ટકરાશે. આ મેચ ચેપોક સ્ટેડિયમમાં રમાશે, જ્યાં RCB છેલ્લા 17 વર્ષથી CSK સામે જીતી શક્યું નથી. શું RCB આ વખતે CSKને હરાવી શકશે?

1 / 9
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફરી એકવાર તે જીત મેળવવાની તક મળી છે જેની તેઓ છેલ્લા 17 વર્ષથી ઝંખના કરી રહ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ વિશે, જે શુક્રવારે ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે.

2 / 9
RCBએ અત્યાર સુધી ચેપોક સ્ટેડિયમમાં ફક્ત એક જ વાર CSK ને હરાવ્યું છે, તે પણ વર્ષ 2008 માં પહેલી IPL સિઝનમાં. વર્તમાન ટીમમાં ફક્ત વિરાટ કોહલી જ તે ઐતિહાસિક જીતનો ભાગ હતો, અને હવે તે બીજી વખત CSKને તેમના ગઢમાં હરાવવાનો પ્રયાસ કરશે.

3 / 9
આ સ્વપ્ન પૂરું કરવું એટલું સરળ નથી. ચેન્નાઈની ટીમ હંમેશની જેમ તેના ઘરઆંગણાના મેચ જીતવા માટે તૈયાર છે, ખાસ કરીને એવી પિચ પર જ્યાં સ્પિનરોને પૂરતી મદદ મળે છે. CSK પાસે રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી બોલરો છે. અફઘાનિસ્તાનના નૂર અહમદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, અને આ ત્રણેયે તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પિનરોએ મુંબઈ સામે 11 ઓવરમાં માત્ર 70 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

4 / 9
CSK vs RCB મેચમાં પણ પિચ CSK vs MI મેચ જેવી જ રીતે વર્તે તેવી અપેક્ષા છે, અને RCBના બેટ્સમેનોએ ખાસ કરીને કોહલીએ અનુભવી CSK બોલરો સામે પોતાનું સ્ટાન્ડર્સ ઊંચું કરવું પડશે. અહીં ફક્ત આક્રમકતા કામ કરશે નહીં, પરંતુ સ્પિનરોને બુદ્ધિથી હરાવવા પડશે. કોહલીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પિન સામેની પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો છે, ખાસ કરીને સ્વીપ અને સ્લોગ સ્વીપ શોટ્સ સાથે સારો પ્રયોગ કર્યો છે. આ મેચમાં પણ તેણે આ જ રણનીતિ અપનાવવી પડશે.

5 / 9
જોકે, એકલો કોહલી CSKની બોલિંગને હરાવી નહીં શકે. તેને ફિલ સોલ્ટ, કેપ્ટન રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા જેવા બેટ્સમેનોના સંપૂર્ણ સમર્થનની જરૂર પડશે. પિચના આધારે, RCB ટીમ મેનેજમેન્ટ ટિમ ડેવિડની જગ્યાએ જેકબ બેથલને પ્લેઈંગ 11 માં સામેલ કરવાનું વિચારી શકે છે કારણ કે તે ડાબા હાથના સ્પિનનો વિકલ્પ પણ આપે છે.

6 / 9
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ફિટનેસ પર નજર રાખશે, જેણે KKR સામેની પહેલી મેચમાં ઈજાને કારણે બહાર બેસવું પડ્યું હતું. જો તે ફિટ થશે, તો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી શેક છે અને રસિક સલામની જગ્યા લઈ શકે છે.

7 / 9
ચેન્નાઈ સુપર કિંગ્સ તેમના મધ્યમ ક્રમને પાછું ટ્રેક પર લાવવા માંગશે કારણ કે શિવમ દુબે, દીપક હુડા અને સેમ કરન મુંબઈ સામેની છેલ્લી મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. રચિન રવિન્દ્ર અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડને વધુ ટેકો મળવો જોઈએ, અને એમએસ ધોની ફરી એકવાર ટૂંકી બેટિંગ કરે તેવી અપેક્ષા રાખી શકાય છે. CSK તેના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાની ફિટનેસ પર પણ નજર રાખશે, જે મુંબઈ સામે રમી શક્યો ન હતો. જો તે ફિટ થશે, તો નાથન એલિસને બેન્ચ પર બેસવું પડી શકે છે.

8 / 9
ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથિશા પથિરાના, નૂર અહેમદ, રવિચંદ્રન અશ્વિન, ડેવોન કોનવે, સૈયદ ખલીલ અહેમદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, સેમ કરન, શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુર્જનપ્રીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણન ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ.

9 / 9
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, રસિક સલામ, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિખરા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી. (All Photo Credit : PTI / X / CSK / RBC)