મોટા બિઝનેસમેનની પત્ની છે આ બોલિવુડ અભિનેત્રીઓ, જાણો કોના પતિ પાસે છે વધુ સંપત્તિ
સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ અહુજા સાથે લગ્ન કર્યા હતા, વર્ષો પહેલા જુહી ચાવલા બિઝનેસમેનને દિલ આપી બેઠી હતી. તેના પતિ જય મહેતા અંદાજે 4,000 કરોડની સંપત્તિનો માલિક છે. તો જાણો કોના પતિ પાસે વધુ સંપત્તિ છે.
1 / 5
બોલિવુડની અભિનેત્રીએ ક્રિકેટર સાથે, તો કેટલીક સ્ટાર અભિનેતા સાથે લગ્ન કર્યા છે. તેમજ કેટલીક એવી બોલિવુડ સ્ટાર છે, જેમણે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. જેની પાસે કરોડોની સંપત્તિ છે. તો ચાલો જાણીએ કઈ અભિનેત્રીના પતિ પાસે કેટલી સંપત્તિ છે.
2 / 5
બિઝનેસમેન સાથે લગ્ન કરનારી અભિનેત્રીમાં પહેલું નામ આવે છે જુહી ચાવલાનું, તેમણે 1995માં ધ મહેતા ગ્રુપના ચેરમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ સાથે તે આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે. રિપોર્ટ મુજબ તેની પાસે 4,000 કરોડની સંપત્તિ છે. જુહી ચાવલાની વાત કરીએ તો તેની પાસે 6 મિલિયન એટલે કે, 44 કરોડ રુપિયાની સંપત્તિ છે.
3 / 5
દિયા મિર્ઝાએ 2023માં મુંબઈના બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. તેનો પતિ રિયલ એસ્ટેટ પ્રાઈવેટ એક્વિટી અને ઈન્વેસ્ટમેન્ટ બેકિંગમાં 10 વર્ષથી વધુ કામ કરી ચૂક્યો છે. જેની રિપોર્ટ મુજબ 2.6 બલિયન ડોલર એટલે કે, અંદાજે 21,274 કરોડ રુપિયાની સંપત્તિ છે.
4 / 5
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને સૌ કોઈ ઓળખે છે. તે પણ બિઝનેસમેન છે. જેની પાસે અંદાજે 2,800 કરોડ રુપિયાની સંપત્તિ છે. શિલ્પા શેટ્ટી પાસે 134 કરોડ રુપિયાની સંપત્તિ છે. શિલ્પાએ વર્ષ 2009માં રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા રાજ કુંદ્રાની બીજી પત્ની છે.
5 / 5
સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. જે એક મોટો બિઝનેસમેન છે. જેની સંપત્તિ 4000 કરોડ રુપિયા છે. જેમાં આનંદનો દિલ્હીમાં આવેલો આલીશાન બંગલો પણ સામેલ છે. જેની કિંમત અંદાજે 173 કરોડ રુપિયા છે. રિપોર્ટ મુજબ સોનમ કપૂરની સંપતિ અંદાજે 115 કરોડ રુપિયા છે.