Parineeti-Raghav Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની થઈ સગાઈ, જુઓ Photos
Parineeti Chopra Raghav Chadha Engagement: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી છે. બંનેની સુંદર તસવીરો સામે આવી છે.

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લાંબા સમયથી અફેરની ચર્ચાઓ કર્યા બાદ સગાઈ કરી લીધી છે. રાઘવે સગાઈ પછી તરત જ ઘણી તસવીરો શેર કરી છે. (Image: Raghav Chadha Twitter)

પરિણીતી અને રાઘવની સગાઈની સેરેમની કનોટ પ્લેસ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થયો હતો, જ્યાં રાજકારણ અને બોલિવુડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. (Image: Raghav Chadha Twitter)

રાઘવે શેર કરેલી તસવીરોમાં બંને પિંક કલરના મેચિંગ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. (Image: Raghav Chadha Twitter)

રાઘવે આવો ફોટો પણ શેર કર્યો છે, જેમાં બંનેના હાથ જ દેખાઈ રહ્યા છે. બંને એકબીજાના હાથમાં હાથ નાખતા જોવા મળે છે. બંનેની જોડી એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Raghav Chadha Twitter)

તસવીરો શેર કરતા રાઘવ ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું, "મેં જે પણ પ્રાર્થના કરી, તેણે હા પાડી. ભગવાન તમને ખુશ રાખે." હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Image: Raghav Chadha Twitter)