જાણો સરકારી કર્મચારીઓના ઘરેથી કેવી રીતે મળી આવે છે કરોડો રૂપિયા

દેશભરના ટ્રક ડ્રાઈવરો વાર્ષિક 48,000 કરોડની લાંચ આપે છે. 82 ટકા ટ્રક ડ્રાઇવરો રસ્તા પર વાહન ચાલાવવા માટે લાંચ આપે છે. ટ્રક ડ્રાઈવરોએ દરેક યાત્રા દરમિયાન સરેરાશ 1,257 રૂપિયાની લાંચ આપવી પડે છે.

જાણો સરકારી કર્મચારીઓના ઘરેથી કેવી રીતે મળી આવે  છે કરોડો રૂપિયા
how to get property worth crores from government employees
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 9:50 PM

મધ્યપ્રદેશના દેવાસમાં નાયબ કલેક્ટરના ઘરમાં ચોર ઘૂસ્યા હતા. નાયબ કલેકટર ઘરને તાળું મારીને બહાર ગયા હતા. આખા ઘરમાં શોધખોળ કર્યા બાદ પણ ચોરોને કંઈ મળ્યું નહી. જ્યારે ચોરો નિરાશ થયા, ત્યારે તેઓએ નાયબ કલેકટરને એક પત્ર લખ્યો. આ પત્રમાં ચોરોએ લખ્યું હતું કે ઘરમાં પૈસા ન હતા તો કલેકટરે તેને તાળું મારવાની જરૂર નહોતી. જોકે, ચોરોએ ખાલી હાથે નહોતા નીકળ્યા. તેમણે ડેપ્યુટી કલેકટરના ઘરેથી એક વીંટી, ચાંદીના ઘરેણાં , 30 હજાર રોકડા અને કેટલાક સિક્કા લીધા, પરંતુ તેમને ધાર્યું હતું એટલા પૈસા મળ્યા નહીં.

નાયબ કલેક્ટરના ઘરમાં ચોરોને પૈસા ન મળ્યા, પરંતુ મધ્યપ્રદેશના કેટલાક સરકારી વિભાગોનો કિસ્સો છે કે જ્યારે તેમના એક કર્મચારી પર દરોડા પડ્યા ત્યારે તે કરોડપતિ નીકળ્યો. આ ઘટના એક વખતની નથી, ઘણી વખત બની છે. આ જ વર્ષે, 9 જુલાઈ 2021 ના ​​રોજ ગ્વાલિયરમાં સરકારી એન્જિનિયરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 4 કરોડનો બંગલામાં 5 કિલો ચાંદી, 3.5 લાખ રૂપિયા મળી આવ્યા હતા.

મે 2021 માં ભોપાલમાં મધ્યપ્રદેશના એક ક્લાર્કના ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતા. આ દરોડામાં 1 નોટ ગણતરી મશીન, 3 કરોડ રૂપિયા સહિતની અનેક મિલકતો બહાર આવી હતી. માર્ચ 2021 ના ​​રોજ બેતુલમાં સરકારી શિક્ષકના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરકારી શિક્ષક 5 કરોડથી વધુની સંપત્તિનો માલિક નીકળ્યો. ફેબ્રુઆરી 2021 માં સીતપુરા આસિસ્ટન્ટ કમિટી મેનેજર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 2 કરોડ 3 લાખથી વધુની સંપત્તિ અને રોકડ મળી આવી હતી. આ એવા કેટલાક કેસ છે જે મધ્યપ્રદેશના કેટલાક સરકારી કર્મચારીઓના કાળાનાણાંનો પર્દાફાશ કરે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

દેશભરના ટ્રક ડ્રાઇવરો વાર્ષિક 48,000 કરોડ રૂપિયાની લાંચ આપે છે તમને જાણીને નવાઈ લાગશે કે દેશભરના ટ્રક ડ્રાઈવરો વાર્ષિક 48,000 કરોડની લાંચ આપે છે. 82 ટકા ટ્રક ડ્રાઇવરો રસ્તા પર વાહન ચાલાવવા માટે લાંચ આપે છે. ટ્રક ડ્રાઈવરોએ દરેક યાત્રા દરમિયાન સરેરાશ 1,257 રૂપિયાની લાંચ આપવી પડે છે. એક અભ્યાસ મુજબ, ગુવાહાટીમાં ટ્રક ડાઇવર્સ પાસેથી સૌથી વધુ રિકવરી કરવામાં આવે છે. તે 97.5 ટકા સાથે પ્રથમ સ્થાને છે. ચેન્નાઈમાંથી પસાર થતા 89 ટકા ટ્રક ડ્રાઈવરોએ લાંચ આપવી પડી રહી છે.

રાજધાની દિલ્હીમાં પણ 84.4 ટકા ટ્રક ચાલકોને લાંચ આપીને કામ કરવું પડ્યું હતું. આ માત્ર એક અભ્યાસ છે. અહીં અમે તમને માત્ર ટ્રક ડ્રાઈવરો પાસેથી વસૂલાત વિશે માહિતી આપી છે. જો આપણે સાથે મળીને અન્ય ક્ષેત્રોની વાત કરીએ તો આ રકમ લાખો કરોડોની હશે.

CMS-ICS દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું કે 2017 માં સામાન્ય માણસ વતી સરકારી કામ માટે 10 વિભાગોને 6,350 કરોડની લાંચ આપવામાં આવી હતી, જે સરકારી વિભાગોએ લાંચ એકઠી કરી તેમાં PDS, આરોગ્ય, શાળા, વીજળી, પાણી પુરવઠો, આવાસ, પોલીસ, બેંકિંગ, ન્યાય વિભાગ, કર વિભાગનો સમાવેશ થાય છે. આ તો માત્ર 10 વિભાગોની બાબત છે, જેની સાથે સામાન્ય માણસને હંમેશા સામનો કરવો પડે છે. જોકે, રાહતની વાત એ છે કે 2017 માં લોકોએ 2005 કરતા ઓછી લાંચ આપી હતી. 2005 માં 20, 500 કરોડની લાંચ વસૂલ કરવામાં આવી હતી.

વર્ષ 2018 માં લાંચ આપનારાઓની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા અને લોકલસીર્કલ્સે 2018 માં તેમના એક સર્વેમાં જણાવ્યું હતું કે 2017 માં 45 ટકા લોકોએ લાંચ આપી હતી. 2018 માં 56 ટકા લોકોએ લાંચ આપી હતી. 2018 માં લાંચ આપનારાઓની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે. જેમણે લાંચ આપી હતી તેઓએ કહ્યું કે પૈસા આપીને તેમનું કામ ઝડપથી થઈ ગયું અને સમયની બચત થઈ.

આ પણ વાંચો : હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય 

આ પણ વાંચો : કોર્ટે સચિન દીક્ષિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો 

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">