હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય
બાર કાઉન્સિલના નિર્ણયના પગલે કોર્ટમાં સચિન તરફથી કોઈ વકીલ હાજર રહ્યાં ન હતા.
GANDHINAGAR : 10 મહિનાના બાળક શિવાંશને તરછોડવો અને એ પહેલા શિવાંશની માતા હિના પેથાણીની હત્યા કેસના હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે. બાર કાઉન્સીલે આ નિર્ણય લીધો છે. હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે બાર કાઉન્સિલના નિર્ણયને કારણે એક પણ વકીલ સચિનના કેસ માટે હાજર ન હતા રહ્યાં. પોલીસે સચિનના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે સચિન દીક્ષિત પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શિવાંશને તરછોડનાર સચિન દિક્ષિતના વકીલ તરીકે કોઈ રહેવા તૈયાર નથી.માસુમ બાળક શિવાંશનો મુદ્દો લાગણીશીલ હોવાથી બાર કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવાયો છે.જેને પગલે કોઇ વકીલ સચીનનો કેસ નહીં લડે.મફત કાનૂની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરવવામાં આવી હતી. પરંતુ ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી.
શિવાંશની માતાની હત્યાના કેસ (Mehndi murder case)માં આખરે હત્યારા સચિન (Sachin Dixit) સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.
આ પણ વાંચો : સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
આ પણ વાંચો : હિના પેથાણીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો: હત્યા અને બાળકને તરછોડ્યા બાદ આ જગ્યાએ ગયો હતો સચિન દિક્ષિત