આ છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ, આ બજારનો ઈતિહાસ છે 500 વર્ષ જૂનો

ઈમ્ફાલના ખાવેરબંધ બજારમાં આવેલું આ બજાર શહેરના દિલની ધડકન છે. 15મી સદીમાં બનેલ એશિયાનું આ સૌથી મોટું મહિલા બજાર (Women Market) સંપૂર્ણપણે 5000 મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.

આ છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ, આ બજારનો ઈતિહાસ છે 500 વર્ષ જૂનો
women market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:40 PM

મીરાબાઈ ચાનુએ (MiraBai Chanu) ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ અચાનક સમગ્ર દેશનું ધ્યાન મણિપુરની મહિલાઓ તરફ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંની મહિલાઓ હંમેશા પુરુષો કરતા આગળ રહી છે. આનું સૌથી મોટું ઉદાહરણ ઈમા કેથલ (Ima Keithal) માર્કેટ છે.

ઈમ્ફાલના ખાવેરબંધ બજારમાં આવેલું આ બજાર શહેરના દિલની ધડકન છે. 15મી સદીમાં બનેલ એશિયાનું આ સૌથી મોટું મહિલા બજાર (Women Market) સંપૂર્ણપણે 5000 મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ બજાર એક સંસ્થાની જેમ કામ કરે છે અને તેના પોતાના અધિકારો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઘણી મહિલાઓની તો પેઢીઓથી દુકાન છે. અહીં તમામ પ્રકારની વસ્તુઓ વેચાય છે, જેમાં હસ્તકલાનો સામાન, રમકડાં, કપડાં, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો, મસાલા, શાકભાજી, માંસ અને તે તમામ વસ્તુઓ જે ઘરોમાં વપરાય છે તે વેચાય છે. આ બજારમાં પુરુષોની કોઈ ભૂમિકા નથી.

500 વર્ષ જૂનો છે ઈતિહાસ

આ બજાર 500 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. તે સમયથી જ્યારે ઈમ્ફાલમાં ચલણ નહોતું, ત્યારે પણ અહીંની મહિલાઓ એકબીજા સાથે સામાનની આપલે કરતી હતી. બજારની ત્રણ ઈમારતોમાં શું કરવું અને શું ન કરવું તેના પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બજારમાં કડક નિયમ એ છે કે પુરુષો અહીં ન તો વેપાર કરી શકે છે અને ન તો કોઈ માલ વેચી શકે છે. હા પુરુષો અહીં સામગ્રી ખરીદવા માટે પ્રવેશ મેળવે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ બજાર સંપૂર્ણપણે મહિલાઓનું હોઈ શકે છે કારણ કે મણિપુરના મેઈતી જાતિના પુરુષો ચીની અને બર્મીઝ સાથે મોટાપાયે યુદ્ધમાં રોકાયેલા હતા. તેથી, પરિવારની સંભાળ રાખવાની જવાબદારી મહિલાઓ પર આવી હતી. અહીં માત્ર આર્થિક વ્યવહાર જ નથી, પરંતુ ઘણી વખત મહિલાઓ અહીં રાજકીય વલણ અપનાવે છે.

અહીં કેટલીક મહિલાઓને દુકાન માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે, જે વિધવા છે, કુંવારી છે અથવા જેમના પતિઓની હત્યા કરવામાં આવી છે. આ બજાર એકદમ પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેને જોવા આવે છે. અહીં સામાન્ય રીતે મહિલા દુકાનદારો ફંકટમાં પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે. આ મહિલાઓ આ બજાર દ્વારા એટલી કમાણી કરે છે કે તેઓ પોતાનું ઘર ખૂબ સારી રીતે ચલાવી શકે છે.

આ પણ વાંચો : Banaskantha: સરહદી વિસ્તારમાં દુશ્મનોનું પગેરૂ શોધનાર રણછોડ પગીનું સ્ટેચ્યુ મૂકવા લોકમાંગ

આ પણ વાંચો : હર કામ દેશ કે નામ : સ્વર્ણિમ વિજય વર્ષ વિજય મશાલ ધ્રાંગધ્રા પહોંચતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">