કેરળ કેમ બની રહ્યું છે નવી બિમારીઓનું એન્ટ્રી પોઈન્ટ ? કોરોના, નિપાહ, મંકીપોક્સ બાદ વધુ એક બિમારીની કેરળમાં એન્ટ્રી

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાંથી મળી આવ્યો હતો. જો આપણે અન્ય વાયરસની વાત કરીએ તો ભારતમાં નિપાહ અને મંકીપોક્સ બાદ વધુ એક બિમારીએ કેરળમાં દસ્તક દીધી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કોઈ પણ નવી બિમારીનો પ્રથમ કેસ મોટાભાગે કેમ કેરળમાં જ સામે આવે છે, આની પાછળનું કારણ શું હોઈ શકે ?

કેરળ કેમ બની રહ્યું છે નવી બિમારીઓનું એન્ટ્રી પોઈન્ટ ? કોરોના, નિપાહ, મંકીપોક્સ બાદ વધુ એક બિમારીની કેરળમાં એન્ટ્રી
Kerala
Follow Us:
| Updated on: May 22, 2024 | 7:29 PM

વિશ્વમાં છેલ્લા કેટલાક દાયકાઓથી એવી બિમારીઓ સામે આવી રહી છે, જેના વિશે લોકો કંઈ જાણતા નથી. જે લોકો માટે તદ્દન નવી હોય છે. 2019 પહેલા કોઈએ કોરોના વાયરસનું નામ પણ સાંભળ્યું ન હતું. પરંતુ અચાનક દેખાતા આ વાયરસે એક જ ઝાટકે આખી દુનિયાને સંક્રમિત કરી દીધી. ભારત પણ આનાથી બાકાત નહોતું રહ્યું અને ભારતમાં પણ આ વાયરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાંથી મળી આવ્યો હતો. જો આપણે અન્ય વાયરસ વિશે વાત કરીએ તો ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ પણ કેરળમાંથી નોંધાયો હતો. તો મંકીપોક્સનો પ્રથમ કેસ પણ કેરળમાં જ નોંધાયો હતો. ત્યારે આ બધાની વચ્ચે વધુ એક બિમારીએ કેરળમાં દસ્તક દીધી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કોઈ પણ નવી બિમારીનો પ્રથમ કેસ મોટાભાગે કેમ કેરળમાં જ સામે આવે છે, આની પાછળનું કારણ શું હોઈ શકે ?

કેરળમાં ફરીવાર વાયરલ ફીવરે એન્ટ્રી કરી છે. જેનું નામ છે વેસ્ટ નાઈલ ફીવર. આ ફીવરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે તેના લક્ષણો તરત જાણી શકાતા નથી. મચ્છરોથી ફેલાતા આ ફીવરને કારણે એકનું મોત થયું છે. ત્યારે આ અંગે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. કેરળથી કોઈ રોગની શરૂઆત થવી એ નવી વાત નથી. આ પહેલા પણ નિપાહ જેવી અનેક બીમારીઓએ કેરળથી દેશમાં એન્ટ્રી કરી છે.

અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?
વસાણામાં નખાતો ગુંદર ખાવાથી જાણો શું લાભ થાય છે? સ્ત્રીઓ માટે ઉત્તમ

વેસ્ટ નાઇલ ફીવર શું છે ?

વિશ્વમાં વેસ્ટ નાઇલ ફીવરનો પ્રથમ કેસ યુગાન્ડામાં 1937માં જોવા મળ્યો હતો. ત્યારથી ઘણા દેશોમાં તેના સંક્રમણના કિસ્સાઓ બનતા રહ્યા છે. વેસ્ટ નાઇલ વાયરસ મનુષ્યોમાં ફેલાવવાનું કારણ મચ્છર હોવાનું માનવામાં આવે છે. આ વાયરસ પક્ષીઓમાં અને તેમના દ્વારા મચ્છરોમાં અને ત્યાર બાદ મનુષ્યોમાં ફેલાય છે. અમુક કિસ્સાઓમાં જ આ વાયરસ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, બ્લડ ટ્રાન્સફ્યુજન અને બ્રેસ્ટ મિલ્ક દ્વારા પણ ફેલાય છે.

WHOના જણાવ્યા અનુસાર, આ વાયરસથી સંક્રમિત 80 ટકાથી વધુ લોકોમાં કોઈ લક્ષણો દેખાતા નથી. બાકીના 20 ટકા ચેપગ્રસ્ત વેસ્ટ નાઇલ ફીવરનો ભોગ બને છે. તેનાથી તાવ, માથાનો દુખાવો, થાક, ઉલટી અને ક્યારેક ત્વચા પર ચકામા આવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તાવ, માથાનો દુખાવો, ધ્રુજારી, આંચકી, સ્નાયુઓની નબળાઇ અને લકવો થઈ શકે છે. તેની કોઈ રસી નથી. સારવાર લક્ષણો પર આધારિત છે.

કેરળથી કઈ બિમારીઓની એન્ટ્રી થઈ ?

JN.1 કોવિડ વેરિઅન્ટનો પ્રથમ કેસ ગયા વર્ષે ડિસેમ્બરમાં કેરળમાં નોંધાયો હતો. તે પહેલાં કોવિડની શરૂઆત દરમિયાન કેરળમાં સૌથી વધુ સંક્રમણ હોવા અંગે ખૂબ હોબાળો થયો હતો. જો કે બાદમાં આખા દેશની સ્થિતિ સમાન બની ગઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ કેરળમાં નિપાહ વાયરસના કારણે બે મોત થયા હતા. આ પહેલા રાજ્યમાં મંકીપોક્સના કેસની પણ પુષ્ટિ થઈ હતી.

આ ઉપરાંત દક્ષિણી રાજ્ય કેરળમાં ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફાલીટીસ, એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ, વેસ્ટ નાઈલ એન્સેફાલીટીસ, ડેન્ગ્યુ, વાયરલ હેપેટાઈટીસ, અને સ્વાઈન ફ્લુનો પ્રકોપ જોવા મળ્યો છે. તાજેતરમાં કેરળમાં ઝિકા વાયરસ અને એન્થ્રેક્સના કેસ પણ જોવા મળ્યા હતા. દેશના દક્ષિણ ભાગને આવરી લેતા કેરળમાં છેલ્લા બે દાયકામાં 10 વાયરલ અને નોન-વાયરલ રોગોના પ્રથમ કેસ નોંધાયા છે.

કેરળથી જ કેમ નવી બિમારીઓ પગપેસારો કરી રહી છે ?

નવી બિમારીઓનું એન્ટ્રી પોઈન્ટ કેરળ હોવા પાછળનું સૌથી મોટું કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. મનુષ્યમાં મોટાભાગની બિમારીઓ પ્રાણીઓના સંપર્કમાં આવવાને કારણે થાય છે. કેરળમાં એક તરફ જંગલ અને બીજી તરફ સમુદ્ર છે. બંનેમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ છે. તેમના સંપર્કમાં આવ્યા પછી વ્યક્તિ જલ્દી રોગનો શિકાર બને છે. કેરળમાં દરેક ઘરમાં પ્રાણીઓ રાખવાની પરંપરા પણ છે.

આ ઉપરાંત કેરળમાં ફેલાયેલા જંગલો અને ચોમાસાની પેટર્ન પણ રોગ માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. જંગલો સંકોચાઈ રહ્યા છે અને માણસો જંગલોની નજીક સ્થાયી થઈ રહ્યા છે. તેથી માણસોનો જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચેનો સીધો સંપર્ક પણ વાયરસ અને બેક્ટેરિયાના ફેલાવાનું કારણ બની રહ્યું છે.

ઉદાહરણ તરીકે જો આપણે નિપાહ વાયરસની વાત કરીએ તો તે ચામાચીડિયાથી માણસોમાં ફેલાય છે. જ્યારે લોકો જંગલોનું નિકંદન કરી ત્યાં મકાનનું બાંધકામ કરે છે, ત્યારે તેઓ ચામાચીડિયાના સીધા સંપર્કમાં આવે છે. ચામાચીડિયાથી ફેલાતી ઘણી બીમારીઓ છે, જેના વિશે હજુ સુધી વૈજ્ઞાનિકો પણ સંપૂર્ણપણે જાણતા નથી.

કેરળમાં પ્રાણીઓ દ્વારા ફેલાતી બીમારીઓ પણ ઝડપથી વધી રહી છે. ઉદાહરણ તરીકે વર્ષ 2022માં લેપ્ટોસ્પાયરોસિસના કારણે 290 મૃત્યુ નોંધાયા હતા. આ એક બેક્ટેરિયલ સંક્રમણ છે જે પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે. કેરળમાં પ્રાણીઓમાંથી ફેલાતા સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ દર વર્ષે વધારો જોવા મળે છે.

કેરળનું હેલ્થ પ્રોફેશનલ્સ પણ જવાબદાર!

એક કારણ રાજ્યની વસ્તી પણ છે, જે કામ અથવા અભ્યાસ માટે વિશ્વના ઘણા દેશોમાં રહે છે. આમાંથી ઘણા લોકો મેડિકલ-નર્સિંગ કરી રહ્યા છે. આ લોકો તેમના વ્યવસાયના કારણે જોખમમાં રહે છે. અને જ્યારે તેઓ વતન પરત ફરે છે, ત્યારે અજાણતા આવી કોઈ બિમારી સાથે લઈને આવે છે, જે અન્ય લોકોમાં ફેલાય છે.

કેરળની આરોગ્ય પ્રણાલી પણ સારી છે, જે તરત જ રોગોનું નિદાન કરે છે અને ચેતવણીઓ જારી કરે છે જેથી લોકો સજાગ રહે અને જો સમાન લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં જાય છે. વર્ષ 2018માં જ્યારે નિપાહનો પહેલો કેસ નોંધાયો ત્યારે સમગ્ર રાજ્ય તરત જ એલર્ટ થઈ ગયું અને તપાસ પૂરજોશમાં શરૂ થઈ ગઈ. આ જ કારણ છે કે જીવલેણ વાયરસ ફેલાતા પહેલા તેને નિયંત્રણમાં લાવવામાં આવ્યો હતો.

કેરળની મેડિકલ સિસ્ટમ

કેરળની મેડિકલ સિસ્ટમ પણ પ્રાથમિક સ્તરે ઘણી સારી છે. કેરળ દેશમાં પ્રાથમિક તબીબી વ્યવસ્થામાં અગ્રણી રાજ્યોમાંનું એક છે. જ્યારે લોકો કોઈપણ પ્રકારના રોગથી પીડાય છે, ત્યારે તેઓ જાતે જ તેની સારવાર કરવાને બદલે સ્થાનિક ડૉક્ટર પાસે જવાનું પસંદ કરે છે. યોગ્ય પરીક્ષણ અને અન્ય વિવિધ બાબતોના કારણે આ રોગ જલ્દી પકડાઈ જાય છે. એક કારણ આ પણ છે જેનાથી કેરળમાંથી કોઈપણ નવી બીમારી મળી આવે છે.

આ પણ વાંચો 7 ગુજરાતી મહિલાઓેએ 80 રૂપિયા ઉધાર લઈ શરૂ કર્યો બિઝનેસ, આજે છે કરોડોમાં ટર્નઓવર

g clip-path="url(#clip0_868_265)">