અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરી, વિપક્ષે કહ્યું- દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે ભગવંત માન સરકાર

Punjab: નવજોત સિંહ સિદ્ધુએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેનાથી પંજાબ સરકાર પર અરવિંદ કેજરીવાલના દિલ્હીના રિમોટ કંટ્રોલનો સીધો પર્દાફાશ થાય છે. પંજાબીઓના ગૌરવનું અહીં અપમાન થયું છે.

અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરી, વિપક્ષે કહ્યું- દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે ભગવંત માન સરકાર
Arvind Kejriwal - Bhagwant Mann
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 6:02 PM

પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે સીએમ ભગવંત માન (Bhagwant Mann) અને ઉર્જા મંત્રી હરભજનની ગેરહાજરીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મીટિંગમાં પાવર સેક્રેટરી દલીપ કુમાર, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને PSPCL પ્રમુખ બલદેવ સિંહ સરન પણ હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ટ્વિટ કરીને ભગવંત માનને પૂછ્યું છે કે શું પંજાબ સરકાર દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે અને શું સીએમ ભગવંત માનની ગેરહાજરીમાં અન્ય રાજ્યના મુખ્યમંત્રી પંજાબના અધિકારીઓની બેઠક લઈ શકે છે.

અમરિંદર સિંહ રાજાએ ટ્વિટ કરીને શું કહ્યું?

અમરિન્દર સિંહે ટ્વિટ કરીને લખ્યું, શું પંજાબના વરિષ્ઠ અધિકારીઓ હવે અરવિંદ કેજરીવાલ સાહેબના દરબારમાં હાજરી આપશે? શું પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન માત્ર નામના વડા છે?

સિદ્ધુએ AAP પર પણ નિશાન સાધ્યું

બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેનાથી પંજાબ સરકાર પર અરવિંદ કેજરીવાલના દિલ્હીના રિમોટ કંટ્રોલનો સીધો પર્દાફાશ થાય છે. પંજાબીઓના ગૌરવનું અહીં અપમાન થયું છે. બંનેએ સ્પષ્ટ કરવું જોઈએ.

Husband Wife : શા માટે પત્નીએ હંમેશા પતિની ડાબી બાજુ સૂવું જોઈએ?
દાદીમાની વાતો : શા માટે સાંજે પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ?
Electric Shock in Human Body: કેમ કોઈ માણસ કે વસ્તુને અડવાથી કરંટ લાગે છે?
સફેદ ડાઘથી પીડિત લોકો સેનામાં કેમ જોડાઈ શકતા નથી?
બીટનો રસ પીવાના આટલા ગેરફાયદા તમે કદાચ નહીં જાણતા હોવ
Plant Tips : લીંબુના છોડની આ રીતે રાખો કાળજી, ફળના થઈ જશે ઢગલા

ઉર્જા મંત્રી હરભજને શું કહ્યું?

પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહે રવિવારે જણાવ્યું હતું કે પંજાબ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (PSPCL) એ વીજળીની વધતી જતી માગને પહોંચી વળવા માટે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ છેલ્લા નવ દિવસમાં વધુ વીજળી પ્રદાન કરી છે. PSPCL એ એપ્રિલ 1 થી 9 વચ્ચે 16,085 લાખ યુનિટ વીજળી સપ્લાય કરી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આપવામાં આવેલા 11,206 લાખ યુનિટ કરતાં વધુ છે.

એક નિવેદનમાં ટાંકવામાં આવ્યું હતું કે રાજ્યમાં વધતા તાપમાન અને તીવ્ર ગરમીને કારણે માર્ચથી એપ્રિલ સુધી વીજળીની માગમાં વધારો ચાલુ રહે છે. તેમણે કહ્યું કે આ વર્ષે 8 એપ્રિલે 7,714 મેગાવોટની સૌથી વધુ પાવર ડિમાન્ડ નોંધાઈ હતી, જે ગયા વર્ષની 9 એપ્રિલે 6,055 મેગાવોટની માગ કરતાં 1659 મેગાવોટ વધુ છે.

આ પણ વાંચો : Bihar: મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ચૂક, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ

આ પણ વાંચો : હવે નિરાધાર વૃદ્ધોને સરકાર આપશે આશરો, સીએમ અરવિંદ કેજરીવાલે શરૂ કર્યું ‘સિનિયર સિટીઝન હોમ’ – મફતમાં મળશે તમામ સુવિધાઓ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે
આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે
ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">