Husband Wife : શા માટે પત્નીએ હંમેશા પતિની ડાબી બાજુ સૂવું જોઈએ?

07 Jan 2025

Credit: getty Image

પત્નીએ હંમેશા પતિની ડાબી પડખે સૂવું જોઈએ. આ માન્યતા પાછળ ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કારણો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ તેમના વિશે...

શું છે ધાર્મિક કારણ

હિંદુ ધર્મમાં માતા પાર્વતીને ભગવાન શિવની ડાબી બાજુથી પ્રગટ થયેલા માનવામાં આવે છે. એટલા માટે પત્નીને પતિનો ડાબો ભાગ માનવામાં આવે છે અને પતિના ડાબા પડખે સૂવું શુભ માનવામાં આવે છે.

માન્યતા

હિન્દુ ધર્મમાં પત્નીને વામાંગી કહેવાય છે. વામાંગી એટલે ડાબા અંગના અધિકારી. પુરુષનો ડાબો ભાગ સ્ત્રીનો ભાગ ગણાય છે.

વામાંગી

પત્ની માટે પતિની ડાબી પડખે સૂવું સૌથી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી પત્ની પોતાના પતિની રક્ષા કરી શકે છે અને પરેશાનીઓનો સામનો કરી શકે છે.

આ કામ છે સૌથી શુભ

એવું માનવામાં આવે છે કે જો પત્ની પતિની ડાબી બાજુ સુવે તો વૈવાહિક જીવન સુખી રહે છે અને તે પતિ માટે શુભ માનવામાં આવે છે.

વૈવાહિક જીવન

વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીના પતિની ડાબી બાજુ સૂવાથી દાંપત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.

જીવનમાં રહે છે સુખ

કેટલાક લોકોનું માનવું છે કે પત્નીના ડાબા પડખે સૂવાથી મહિલાઓના શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે. જો પત્ની પતિની ડાબી બાજુ સૂવે તો બંને વચ્ચે પ્રેમ વધે છે.

પ્રેમ વધે છે

પત્ની પતિની ડાબી બાજુ સૂવાની માન્યતા પ્રાચીન પરંપરા છે. માનવું કે ન માનવું એ નિર્ણય વ્યક્તિગત છે. જો કે આ એક પરંપરા છે જે પતિ-પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે.

સંબંધ બને છે મજબુત

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો