હવે નિરાધાર વૃદ્ધોને સરકાર આપશે આશરો, સીએમ અરવિંદ કેજરીવાલે શરૂ કર્યું ‘સિનિયર સિટીઝન હોમ’ – મફતમાં મળશે તમામ સુવિધાઓ

દિલ્હીની કેજરીવાલ સરકારે રાજ્યના વડીલોને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન હોમ (Senior Citizen Home) શરૂ કર્યું છે. મંગળવારે સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) 'બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકર સિનિયર સિટિઝન હોમ'નું ઉદ્ઘાટન કર્યું છે.

હવે નિરાધાર વૃદ્ધોને સરકાર આપશે આશરો, સીએમ અરવિંદ કેજરીવાલે શરૂ કર્યું 'સિનિયર સિટીઝન હોમ' - મફતમાં મળશે તમામ સુવિધાઓ
CM Arvind Kejriwal started 'Senior Citizen Home'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 5:10 PM

દિલ્હીની કેજરીવાલ સરકારે (Delhi Government) રાજ્યના વડીલોને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન હોમ (Senior Citizen Home) શરૂ કર્યું છે. આજે મંગળવારે સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ‘બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકર સિનિયર સિટિઝન હોમ’નું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે અમે એવા વૃદ્ધોની સંભાળ લઈશું, જેમની સંભાળ લેવાવાળું કોઈ નથી, તેઓ તેમને સન્માનનું જીવન આપીશું. આ આવાસમાં તેમના માટે તમામ સુવિધાઓ બિલકુલ ફ્રી હશે. બીજી તરફ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, પશ્ચિમ વિહાર વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે પાંચમું વૃદ્ધાશ્રમ ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, તેમની સરકાર રાજધાનીમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને મફત યાત્રા પર મોકલશે. કેજરીવાલે આ વાત રાજધાનીના ચોથા વૃદ્ધાશ્રમ, બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકર વરિષ્ઠ નાગરિક ગૃહ, પૂર્વ દિલ્હીના કાંતિ નગરમાં ઉદ્ઘાટન સમયે કહી હતી. તેમણે કહ્યું, અમને આશા છે કે, આપણા વડીલોએ ક્યારેય ઘર છોડવું પડશે નહીં. પરંતુ જો કોઈ કારણસર તેમને આવું કરવું પડે તો અમે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખીશું અને સાથે જ તેમને ખુશ રાખવાનો પણ પૂરો પ્રયાસ કરીશું. અમે તેમને અહીં ઘર જેવું વાતાવરણ આપીશું.

નવ વૃદ્ધાશ્રમમાં એક હજાર વરિષ્ઠ નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે

તેમણે કહ્યું કે, હાલમાં દિલ્હીમાં ચાર વૃદ્ધાશ્રમ છે, આ સિવાય વધુ પાંચ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કુલ આ નવ વૃદ્ધાશ્રમોમાં એક હજાર વરિષ્ઠ નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા હશે. કેજરીવાલે કહ્યું, દિલ્હી સરકાર વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા પર મોકલે છે. મહામારી ફાટી નીકળવાના કારણે 2020 અને 2021માં યાત્રાનું આયોજન થઈ શક્યું નથી. પરંતુ હવે ફરી શરૂ કરવામાં આવી છે. અમે વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા પર મોકલીશું.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના હેઠળ દિલ્હીના વરિષ્ઠ નાગરિકો સરકારના ખર્ચે તીર્થયાત્રા પર જઈ શકે છે. દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, પશ્ચિમ વિહાર વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે પાંચમું વૃદ્ધાશ્રમ ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

આ પણ વાંચો: KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">