ચૂંટણી પરિણામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જનતાને પહેલું સંબોધન, તેમણે કહેલી આ 5 વાત જનતાને સીધી અસર કરશે

PM મોદી હાલમાં બીજેપી હેડક્વાર્ટરમાં હાજર છે. PM પાર્ટી કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે pmએ કહ્યું કે સરકારની રચના નિશ્ચિત છે. આ સાથે તેમણે 5 મહત્વની વાત કરી હતી. જે જનતાને સીધી સપર્સ કરશે.

ચૂંટણી પરિણામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જનતાને પહેલું સંબોધન, તેમણે કહેલી આ 5 વાત જનતાને સીધી અસર કરશે
Follow Us:
| Updated on: Jun 04, 2024 | 10:14 PM

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે.. હું જનતાનો આભારી છું. દેશવાસીઓએ સંપૂર્ણ વિશ્વાસ જતાવ્યો છે. આજની આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે. ભારતની સંવિધાન પર આ વિકસિત ભારતના પ્રણની જીત છે. ૧૪૦ કરોડ ભારતીયોની જીત છે. હું આજે દેશના ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું.

તેમણે કહ્યું 100 કરોડ મતદાતા, 11 લાખ પોલિંગ સ્ટેશન, ૫૫ લાખ વોટિંગ મશીન, તમામ કર્મચારીએ પ્રચંડ ગરમીમાં પોતાના દાઈત્વ નિભાવ્યું. સુરક્ષા કર્મીઓએ પણ કર્તવ્યભાવ નો પરિચય આપ્યો. ભારતના ચૂંટણીની ક્રેડીબલીટી પર ભારતીયોને ગર્વ છે. આ ચૂંટણીના દુનિયામાં કોઈ ઉદાહરણ નથી. તમામ લોકોને કહીસ કે આ ભારતના લોકતંત્રની તાકાત છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સક્રિય ભાગીદારી વગર લોકતંત્રની આ સફળતા સંભાવના નહીં

જમ્મુ કાશ્મીરના મતદારોએ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાની તાકતને અરીસો બતાવી દીધો છે. દેશના તમામ મતદાતાઓને વિજયના આ પાવન પર્વ પર આદર પૂર્વક નમન કરું છું. દેશના તમામ લોકોની સક્રિય ભાગીદારી વગર લોકતંત્રની આ સફળતા સંભાવના નહીં હતી. ભાજપ NDA તમામ  કાર્યકર્તા સાથીને હું ધન્યવાદ કરું છું. આ ચૂંટણીના અનેક પહેલું છે. 1962 બાદ પહેલી વાર કોઈ સરકાર પોતાના 2 કાર્યકાળ પૂરા કરવા બાદ ફરી પરત ફરી છે.

મહા પ્રભુ જગન્નાથની ધરતી પર BJP નો મુખ્યમંત્રી હશે

કોઈ પણ વિસ્તાર હોય.. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તેમની ડિપોઝિટ પણ જમાં થઈ ગઈ હશે. તેમણે કહ્યું કે આ પહેલીવર હશે. જેમાં મહા પ્રભુ જગન્નાથની ધરતી પર BJP નો મુખ્યમંત્રી હશે. વર્ષોથી જે ક્ષણની રાહ હતી તે આવી ગઈ છે.

આંધ્રપ્રદેશના વિકાસમાં કોઈ કચાસ નહીં છોડવામાં આવે

PM એ કહ્યું કે તેલંગાણામાં હમારી સંખ્યા બેગણી થઈ ચૂકી છે. ગુજરાત, હિમાચલ, ઉતરખંડમાં લગભગ ક્લીનસ્વીપ કર્યું છે. હું મતદારનો આભાર માંનું છું. હું રાજ્યની જનતાનો આભાર માંનું છું. આંધ્રપ્રદેશના વિકાસમાં કોઈ કચાસ નહીં છોડવામાં આવે તેનો વાયદો આપું છું.

આજની આ ક્ષણ મારા માટે પણ ભાવુક કરવા વાળી

૨૦૧૯માં દેશે બીજી વાર પ્રચંડ જનાદેશએ સમર્થન આપ્યું. ત્રીજી વાત જે આશીર્વાદ NDA ને મળ્યું છે. જે માટે હું જનતા સામે વિનયભાવ થી નતમસ્તક છું. આજની આ ક્ષણ મારા માટે પણ ભાવુક કરવા વાળી ક્ષણ છે. મારી માતાના ગયા બાદ આ મારો પ્રથમ ચુંટણી હતી. પરંતુ હું દેશ જ્યાં જ્યાં ગયો દેશની માતાઓએ મને આશીર્વાદ આપ્યા.

૧૭ વર્ષ બાદ ૪ કરોડ પરીવારને ઘર મળ્યું

દેશના ઇતિહાસમાં મહિલાઓએ વોટિંગના રેકોર્ડ તોડયા. આ પ્રેમને હું શબ્દોમાં નથી કહી શકતો. દેશની કોટિ કોટિ માતા બહેનોએ મને નવી પ્રેરણા આપી. છેલ્લા ૧૦ વર્ષમાં દેશ અમને કઈક કરી બતાવવાની ઈચ્છા ઊભી કરે છે. આઝાદીને 17 વર્ષ બાદ 12 કરોડ લોકોને નાલ સે જળ મળ્યું. આઝાદીના ૧૭ વર્ષ બાદ ૪ કરોડ પરીવારને ઘર મળ્યું. કરોડો ગરીબોને ૫ લાખ સુધી મુખત ઈલાજની સુવિધા મળી.

10 વર્ષ બાદ સતત ત્રીજી વાર જનતા જનાર્દનનો પ્રેમ

જમ્મુ કાશ્મીરમાં 370 હટાવી તેનો પણ ઉલ્લેખ PM એ કર્યો. આ સાથે તેમણે કહ્યુ, કોરોનાના આટલા મોટા સંકટ સામે એ જ ફેસલો અમે લીધો જે દેશ હિતમાં હતો. આજે ભારત દુનિયાની સૌથી ઝપી વિકસતી અર્થ વ્યવસ્થા છે. આપની સામે એક મહાન સંકલ્પ છે. 10 વર્ષ બાદ સતત ત્રીજી વાર જનતા જનાર્દનનો પ્રેમ અમારા સંકલ્પ ને નવી ઉર્જા આપે છે. અમારા વિરોધી એક સાથે મળીને પણ એટલી સીટ નથી જીત શક્ય જેથી ફક્ત ભાજપે જીતી છે.

હું દેશના તમામ ખૂણામાં રહેલા લોકોને કાર્યકર્તાને કહીસ. કે તમારું આ કામ મોદીને નિરંતર કામ કરવાની પ્રેરણા આપે છે. ફરીથી હું કહીસ જો તમે 10 કલાક કામ કરશો તો મોદી ૧૮ કલાક કામ કરશે. તમે 2 પાગલ ચાલસો તો મોદી 4 પગલાં ચાલશે.

NDA સરકારની પ્રતિબદ્ધતા સમાજના તમામ ક્ષેત્રની રહી છે. છેલ્લા વર્ષમાં અમે ૨૫ કરોડ લોકોને ગરીબી માંથી બહાર લાવ્યા છે. આમાં ST SC નો પણ સમાવેશ થાય છે.

ભારત ખાસ કરીને સેમી કંડક્ટર, ડિફેન્સ સહિતની કામગીરી માં આગળ

મહિલાનો વિકાસ , સ્પોર્ટ્સ, નવા સાહસમાં માતા દીકરી ને નવા અવસર આપવ માટે કામ કરશું. છેલ્લા વર્ષો અમે મેડિકલની સંખ્યા અને વિવિધ બાબતોમાં આગળ છીએ, ભારત ખાસ કરીને સેમી કંડક્ટર, ડિફેન્સ સહિતની કામગીરી માં આગળ છે. દેશનું ડિફેન્સ સેક્ટર આત્મનિર્ભર ન બને ત્યાં સુધી આપણે રોકવાનું નથી. ખેડૂતો માટે બીજ થી બજાર સુધીનું કામ થશે. ખેડૂતોને તમામ ક્ષેત્રમસ આત્મનિર્ભરત બનાવવાના ક્ષેત્રમાં કામ કરતાં રહીશું.

આવનારો સમય ગ્રીન યુગનો છે. આજે અમારી સરકાર ગ્રીન ઇન્ડસ્ટ્રી પર રોકાણ વધારશે. ગ્રીન એનર્જી હોય કે મોબિલિટી ભારત આગળ લઈ જાશું. ભારતને દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવા NDA સરકાર તાકાત સાથે કામ કરશે.

કોરોનામાં જોયું છે કઈ રીતે વેક્સિન કામ કરી કાબુમાં લીધો. ત્યાર બાદ ચંદ્રયાને પણ આભૂતપૂર્ણ કામ કરી સ્પેશ માટે નવા રસ્તા ખૂલ્યા છે. ભારત આજે વિશ્વબંધુના રૂપમાં ગળે લગાવી રહ્યો છે. મજબૂત ભારત. મજબૂત દુનિયાની સ્તંભ હશે.

રાજનૈતિક સ્વાર્થ માટે કરપ્શનમાં નિરલજતાંની હદ પાર થઈ છે

PM એ કહ્યું 21 મી સદીમાં ભારતે આગળ વધવું છે તો કરપ્શન પર પણ લગામ લગાવવી પડશે. હાલમાં રાજનૈતિક સ્વાર્થ માટે કરપ્શનમાં નિરલજતાંની હદ પાર થઈ છે ત્યારે ત્રીજા કાર્યકાળમાં NDA સરકાર આ કરપ્શન હટાવશે.

ભાજપના તમામ કર્તકર્તા માટે દળથી મોટું દેશ છે તેથી આપણે સેવાભાવ સાથે દેશને મજબૂત કરવાનો છે. ભજપનો કાર્યકર્તા સમાજના દરેક વર્ગ અને વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છીએ.

આ જ વર્ષે આપણાં સંવિધાનના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે

છત્રપતિ સિવજી મહારાજનું જીવન પ્રેરણા છે કે ધ્યેય પથ પર અડીખમ કરી રીતે રહી શકાય. આપણાં જીવની કસોટી હોવી જોઈએ. આપણે મળીને દેશ માટે કામ કરીએ. આ જ વર્ષે આપણાં સંવિધાનના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એનડીએ સરકાર વિકસિત ભારત માટે મહેનત કરશે. રાષ્ટ્ર માટે એક સાથે મળીને આગળ વધવાની જરૂર છે. ભારતના ભવિષ્ય માટે ઉત્તમ નિર્ણય લેવાના છે. 6 દશક બાદ ભારતમાં કોઈ ગાંઠબંધને સતત ત્રીજી વર દેશની સેવ કરવાનો મોકો આપ્યો છે. આ લોકો તંત્રની મોટી શક્તિ છે.

દરેક ટીમ જે હિંમત સાથે જે સમર્પણ ભાવથી રાષ્ટ્ર પ્રથમની વાત સાથે જેણે એનડીએ ને જિતડી તે તમામનો આભાર. 140 કરોડ દેશ વાડીઓના  આ માટે આભાર વ્યક્ત કરું. હું દેશના મહાન લોકતંત્ર સંવિધાનને નમન કરું છું.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">