AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગ્રણી રોકાણકારો સાથે બેઠક, દેશમાં રોકાણનો પ્રવાહ વધારવા માટે માંગ્યા સૂચનો

પ્રધાનમંત્રીએ આજે ટોચના ખાનગી ઇક્વિટી અને વેન્ચર કેપિટલ રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. અગાઉ નવેમ્બરમાં પણ તેમણે વિશ્વના ટોચના રોકાણકારો સાથે બેઠક કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગ્રણી રોકાણકારો સાથે બેઠક, દેશમાં રોકાણનો પ્રવાહ વધારવા માટે માંગ્યા સૂચનો
Prime Minister Narendra Modi met with Investors
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 11:23 PM
Share

બજેટની તૈયારી વચ્ચે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ દિગ્ગજ રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. આ રોકાણકારોમાં ટોચના ખાનગી ઇક્વિટી અને વેન્ચર કેપિટલ રોકાણકારોનો (Equity And Venture Capital Investors) સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાને આ રોકાણકારો પાસેથી વિશ્વભરના રોકાણકારો માટે ભારતને વધુ આકર્ષક કેવી રીતે બનાવી શકાય તે અંગે સૂચનો માંગ્યા હતા.

વેપાર કરવાની સરળતા અને સુધારા પર ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજની વાતચીત રોકાણના વાતાવરણને સુધારવા પર કેન્દ્રિત હતી. વડાપ્રધાને રોકાણકારો પાસેથી ભારતમાં બિઝનેસ કરવાનું કેવી રીતે સરળ બનાવી શકાય તેની માહિતી લીધી હતી. દેશમાં રોકાણ વધારવા અને સુધારણા પ્રક્રિયાને આગળ લઈ જવા પર પણ વાતચીત થઈ. સૂત્રએ કહ્યું કે આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે કે બજેટ પહેલા વડાપ્રધાન પોતે આગળ વધીને ઉદ્યોગના ટોચના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમના અભિપ્રાય અને સૂચનો જાણી રહ્યા છે.

આ પહેલાં પણ નવેમ્બરની શરૂઆતમાં,  પ્રધાનમંત્રી વિશ્વના ટોચના 20 રોકાણકારોને મળ્યા હતા, જેઓ કુલ મળીને 6 લાખ ડોલરથી વધુ સંપત્તિનું સંચાલન કરી રહ્યા છે. સરકાર રોકાણકારોને આકર્ષવા માટે સતત સુધારાના પગલાં લઈ રહી છે. જેમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનું રેન્કિંગ સુધારવામાં મદદ મળી છે. આ સાથે, સરકારે ઓટો સેક્ટરથી લઈને સેમિકન્ડક્ટરને પ્રોડક્શન લિંક ઈન્સેન્ટિવની જાહેરાત કરી છે. તેનાથી વિદેશી રોકાણ વધારવામાં મદદ મળવાની અપેક્ષા છે.

રોકાણકારોનો અભિપ્રાય શું રહ્યો

વડાપ્રધાન સાથેની બેઠકમાં HDFC તરફથી વિપુલ રૂંગટા, બ્લેકસ્ટોન તરફથી અમિત દાલમિયા, સોફ્ટબેંકથી મુનીશ વર્મા, જનરલ એટલાન્ટિકથી સંદીપ નાઈક, Accel થી પ્રશાંત પ્રકાશ, Sequoia થી રાજન આનંદન, ટીવીએસ કેપિટલ્સમાંથી ગોપાલ શ્રીનિવાસન, મલ્ટિપલ્સના રેણુકા રામનાથ, કેદારા કેપિટલમાંથી મનીષ કેજરીવાલ, કોટક ઓલ્ટરનેટ એસેટમાંથી શ્રીની શ્રીનિવાસન, એડવેન્ટમાંથી શ્વેતા જાલાન સહિત ઘણા રોકાણકારોએ ભાગ લીધો હતો.

આ બેઠક પછી, 3વન 4 ના સિદ્ધાર્થ પાઈએ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અંગે લેવાયેલા પગલાઓની પ્રશંસા કરતા વડાપ્રધાનને સ્ટાર્ટઅપ્સના પ્રધાનમંત્રી કહ્યા, જ્યારે પ્રશાંત પ્રકાશે બેઠકમાં એગ્રી સ્ટાર્ટઅપ્સમાં હાજર તકો વિશે વાત કરી. રાજન આનંદને સૂચન કર્યું કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ ક્ષેત્રે ભારતને વિશ્વનું કેન્દ્ર બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ.

શાંતનુ નલાવડીએ IBC અંગે લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી. જ્યારે અમિત દાલમિયાએ કહ્યું કે બ્લેકસ્ટોન (ફંડ્સ) માટે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રદેશોમાંનો એક છે. બીજી તરફ, વિપુલ રૂંગટાએ સરકાર દ્વારા રિયલ્ટી સેક્ટરમાં પરવડે તેવા મકાનો અંગે લેવાયેલા પગલાંની પ્રશંસા કરી હતી.

નાણામંત્રીની પ્રિ-બજેટ બેઠકો ચાલુ છે

વડાપ્રધાનની આજની બેઠકને લઈને બીજી તરફ નાણામંત્રીની પ્રિ-બજેટ બેઠકો પણ ચાલી રહી છે. આજે નાણામંત્રીએ બે અલગ-અલગ સત્રમાં સેવાઓ અને વેપાર ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ઉદ્યોગ અને માળખાકીય સુવિધાઓ અને હવામાન પરિવર્તનના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. આ પહેલા ગુરુવારે નાણામંત્રીએ ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક કરી હતી. જેમાં ઉદ્યોગ સંગઠનોએ નાણામંત્રીને રાહત અને સુધારાના પગલાં ચાલુ રાખવા જણાવ્યું હતું. ટેક્સ અને નીતિઓને સ્થિર રાખવાની સલાહ આપવામાં આવી હતી.

નાણામંત્રીની પ્રી-બજેટ બેઠકો 15 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ બેઠકમાં નાણામંત્રીએ કૃષિ અને કૃષિ પ્રક્રિયા ઉદ્યોગના નિષ્ણાતો સાથે વાત કરી હતી. દર વર્ષે બજેટ પહેલા નાણામંત્રી અર્થતંત્ર સાથે સંબંધિત તમામ ક્ષેત્રો સાથે પ્રી-બજેટ પરામર્શ કરે છે. તેનાથી તેઓને માત્ર અર્થતંત્રનું સ્પષ્ટ ચિત્ર જ નથી મળતું, પરંતુ તેઓ સેક્ટરની માગને પણ જાણે છે અને નિષ્ણાતો પાસેથી સૂચનો પણ મેળવે છે.

આ પણ વાંચો :  ખતરનાક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભારતીય મૂળના 66 લડવૈયા સામેલ છે, હજુ સુધી કોઈ ભારત પરત નથી આવ્યુંઃ યુએસ રિપોર્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">