AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખતરનાક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભારતીય મૂળના 66 લડવૈયા સામેલ છે, હજુ સુધી કોઈ ભારત પરત નથી આવ્યુંઃ યુએસ રિપોર્ટ

અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવેમ્બર સુધી વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (Islamic State) સાથે 66 ભારતીય મૂળના લડવૈયાઓની સંડોવણીની માહિતી મળી છે.

ખતરનાક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભારતીય મૂળના 66 લડવૈયા સામેલ છે, હજુ સુધી કોઈ ભારત પરત નથી આવ્યુંઃ યુએસ રિપોર્ટ
Indian In Islamic State (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 4:41 PM
Share

વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં (Islamic State) અત્યાર સુધીમાં 66 ભારતીય મૂળના લડવૈયાઓ હોવાનું સામે આવ્યું છે. આ દાવો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આતંકવાદ પર જાહેર કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ અહેવાલમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક આતંકવાદી દળોને શોધી કાઢવા અને તેને રોકવામાં NIA સહિત ભારતની આતંકવાદ વિરોધી એજન્સીઓની સક્રિયતાની પ્રશંસા કરવામાં આવી છે.

યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને (Antony Blinken) ગુરુવારે આતંકવાદ પર કન્ટ્રીઝ રિપોર્ટ 2020 જાહેર કર્યો હતો. આ અવસરે તેમણે કહ્યું કે ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવ UNSCR 2309 અને એરપોર્ટ પર સામાનની ફરજિયાત ડ્યુઅલ-સ્ક્રીન એક્સ-રે તપાસને લાગુ કરવા માટે યુએસ સાથે જોડાણ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઠરાવ 2309 સરકારોને હવાઈ મુસાફરી દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરે છે.

2020 દરમિયાન એક પણ આતંકવાદી ભારત પાછો ફર્યો નથી

અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવેમ્બર સુધી ઈસ્લામિક સ્ટેટ સાથે ભારતીય મૂળના 66 લડવૈયાઓ સામેલ હોવાની માહિતી મળી છે. આ મુજબ, વર્ષ 2020 દરમિયાન કોઈ વિદેશી આતંકવાદી લડવૈયા (FTF) ભારત પરત ફર્યા નથી.

ભારત-યુએસ સહયોગ પર ભાર મૂકતા અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા ભારત સરકાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવાનું ચાલુ રાખશે, જેમાં દ્વિપક્ષીય સંબંધો જેમ કે આતંકવાદ વિરોધી 17મી સંયુક્ત ટાસ્ક ફોર્સ અને ત્રીજી ‘ટુ પ્લસ ટુ’ મંત્રી સ્તરીય વાટાઘાટોનો સમાવેશ થાય છે.

NIA સહિતની ભારતીય એજન્સીઓએ વખાણ કર્યા

અહેવાલમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક આતંકવાદી દળોને સક્રિય રીતે ઓળખવા અને અટકાવવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સહિતની ભારતીય આતંકવાદ વિરોધી એજન્સીઓની પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘NIAએ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત 34 કેસની તપાસ કરી અને સપ્ટેમ્બરમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી અલ-કાયદાના 10 સભ્યો સહિત 160 લોકોની ધરપકડ કરી હતી.

પાકિસ્તાનના આતંકવાદી જૂથ બનાવે છે ભારતને નિશાન

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદી જૂથો પાકિસ્તાનમાંથી પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા છે. અફઘાનિસ્તાનને નિશાન બનાવતા જૂથો, જેમાં અફઘાન તાલિબાન અને તેના સંલગ્ન હક્કાની નેટવર્ક, તેમજ લશ્કર-એ-તૈયબા અને તેની સાથે જોડાયેલા સંગઠનોએ ભારત અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સહિતના અન્ય આતંકવાદી જૂથોને પાકિસ્તાનથી તેમનું કાર્ય ચાલુ રાખ્યું છે.

આ પણ વાંચો :  ઉત્તર કોરિયામાં લોકોના હસવા અને દારૂ પીવા પર લાગ્યો પ્રતિબંધ! કિમ જોંગ ઇલની પુણ્યતિથિ પર રાષ્ટ્રનો 11 દિવસનો શોક

આ પણ વાંચો :  Surat : રાજ્યમાં પહેલી વખત સુરત મનપા ગટરનું ગંદુ પાણી વેચીને આવક ઉભી કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">