Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં ચોમાસાનું આગમન, છતા આ ચાર રાજ્યોમાં હીટવેવની આગાહી, કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદની સંભાવના

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આજે દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશના કેટલાક વિસ્તારોમા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હીટવેવની પણ સંભાવના વ્યક્ત કરી છે.

ભારતમાં ચોમાસાનું આગમન, છતા આ ચાર રાજ્યોમાં હીટવેવની આગાહી, કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદની સંભાવના
Heavy rain forecast
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 9:30 AM

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આજે દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે.સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચોમાસાની ઉત્તરીય સીમા 20.5N/60E, 20.5N/63E, 20.5°E/70°N નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગિરી,19.5E/88N, 21.5E, 92/8. 89.5 N, 23E/89.5N અને ઇસ્લામપુરમાંથી પસાર થાય છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના ભાગોમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન ચોમાસા આગળ વધવા માટે અનુકૂળ છે.દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં દરિયાની સપાટીથી સરેરાશ 3.1 અને 5.8 કિમીની વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યુ છે.

બિહારના મધ્ય ભાગોમાં તેમજ ઉત્તરપૂર્વ આસામ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન થયુ છે. એક ટ્રફ પૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ થઈને પૂર્વ મેઘાલય સુધી વિસ્તરે છે. પૂર્વોત્તર આસામ પર સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

આગામી 24 કલાક કેવુ રહ્યું હવામાન

છેલ્લા 24 કલાક દરમિયાન, સિક્કિમ, આસામ અને તેલંગાણાના કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ વરસ્યો છે. તો કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો છે.

કર્ણાટક, કેરળ, ઉત્તરપૂર્વ ભારત, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો.

લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થયો.

ઉત્તરપૂર્વ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગોમાં ગાજવીજ અને ધૂળની આંધી સાથે વરસાદ વરસ્યો છે.

પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહારના ભાગો અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, ઉત્તર ઓડિશા અને દક્ષિણ ઉત્તરાખંડમાં એક કે બે સ્થળોએ ગરમીની લહેરથી ગંભીર ગરમીની લહેરોની સ્થિતિ પ્રવર્તી રહી છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધારે રહ્યું હતુ.

આગામી 24 કલાક કેવુ રહેશે હવામાન

આગામી 24 કલાક દરમિયાન, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, આસામ અને તેલંગાણાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કોસ્ટલ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઓડિશા, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તરાખંડમાં હીટ વેવથી ગંભીર હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે.

હિમાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે.

મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં રાત્રીનું હવામાન ગરમ રહેવાની શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">