કોંગ્રેસ માટે લૂંટ અને ભાગલા જ ઓક્સિજન, લોકસભા માટે પ્રજાએ મૂડ બનાવી લીધોઃ PM મોદી

આવાનાર કેટલાક મહિનામાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા પીએમ મોદીની, વર્ષ 2024માં મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. લોકસભા માટે આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો પૈકી સૌથી વધુ બેઠકો મધ્યપ્રદેશમાં આવેલ છે. મધ્ય પ્રદેશમાં આદિવાસીઓ માટે લોકસભાની કુલ 6 બેઠકો અનામત છે.

કોંગ્રેસ માટે લૂંટ અને ભાગલા જ ઓક્સિજન, લોકસભા માટે પ્રજાએ મૂડ બનાવી લીધોઃ PM મોદી
Modis visit to Madhya Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 4:14 PM

રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આયોજિત જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઝાબુઆ ગુજરાત સાથે જેટલું જ જોડાયેલું છે એટલું જ મધ્ય પ્રદેશ સાથે પણ જોડાયેલું છે. મધ્યપ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર ડબલ સ્પીડ સાથે કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના દરેક ખૂણે મધ્યપ્રદેશ જેવો જ મિજાજ છે. આ પહેલા પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો. ત્યારબાદ PMએ ઝાબુઆમાં રોડ શો પણ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, “થોડા સમય પહેલા મેં ઝાબુઆ, ખરગોન, ખંડવા, બરવાની, ધાર અને અલીરાજપુર સહિત સમગ્ર મધ્યપ્રદેશ માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. “એટલા બધા વિકાસ કાર્યો એકસાથે થઈ રહ્યા છે તે દર્શાવે છે કે મધ્યપ્રદેશમાં નવી રચાયેલી ડબલ એન્જિન સરકાર બમણી ઝડપે કામ કરી રહી છે.” તેમણે વધુમાં કહ્યું, “વિકાસના આ મહા અભિયાનનો શ્રેય મધ્યપ્રદેશના લોકોને જાય છે. આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.”

2024ની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમારી વચ્ચે અહીં આવતા પહેલા, મેં જોયું કે મારી મુલાકાત વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. કેટલાક લોકો કહી રહ્યા છે કે મોદી મધ્યપ્રદેશના ઝાબુઆથી લોકસભાની ચૂંટણી લડાઈ શરૂ કરશે. હું કહેવા માંગુ છું કે મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા નથી. મોદી ભગવાનના રૂપમાં મધ્યપ્રદેશના લોકોનો આભાર માનવા સેવક બનીને આવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આગામી લોકસભા ચૂંટણીમાં NDAના 400 સીટો જીતવાના દાવા પર પીએમ મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાના પરિણામોથી તમે પહેલા જ કહી દીધું છે કે લોકસભા માટે તમારો મૂડ કેવો રહેવાનો છે. તેથી, આ વખતે વિપક્ષના મોટા નેતાઓએ પહેલેથી જ કહેવાનું શરૂ કર્યું છે કે 2024 માં ભાજપ-એનડીએ 400ને પાર કરશે, ફરી એકવાર મોદી સરકાર બનશે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો અને 2024ની લોકસભાની ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે. કોંગ્રેસ માટે લૂંટ અને ભાગલા જ ઓક્સિજન છે. કોંગ્રેસ પોતાના પાપના ભાર હેઠળ દબાઈ ગઈ છે. તે જેટલું બહાર નીકળવા મથી રહી છે એટલી જ અંદર ખુંપી રહી છે.

કોંગ્રેસના વલણને કારણે MP બિમાર રાજ્ય બન્યુંઃ PM મોદી

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશે છેલ્લા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ હતો અને બીજો કોંગ્રેસનો અંધકાર યુગ હતો. યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલું મધ્યપ્રદેશ ભાજપની સરકાર આવતા પહેલા દેશના સૌથી બીમાર રાજ્યોમાં ગણાતું હતું.

તેમણે વધુમાં કહ્યું કે મધ્યપ્રદેશને બીમાર બનાવવા પાછળનું સૌથી મોટું કારણ કોંગ્રેસનું વલણ હતું. ગામડાઓ, ગરીબો અને આદિવાસી વિસ્તારો પ્રત્યે કોંગ્રેસનું દ્વેષપૂર્ણ વલણ આ માટે જવાબદાર છે. આ લોકોએ ક્યારેય આદિવાસી સમાજના વિકાસની ચિંતા કરી નથી કે તેના સન્માન વિશે વિચાર્યું નથી. તેમના માટે આદિવાસી લોકોનો મતલબ માત્ર થોડા મતો હતા. જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થતી ત્યારે તેઓ ગામડાં, ગરીબ અને પછાત લોકોને યાદ કરતા.

વર્ષ 2024માં મધ્ય પ્રદેશની આ પ્રથમ મુલાકાત

આગામી કેટલાક મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા, વર્ષ 2024માં પીએમ મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. સમગ્ર દેશમાં આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવેલી લોકસભાની સૌથી વધુ બેઠકો મધ્યપ્રદેશમાં છે. મધ્ય પ્રદેશમાં આદિવાસીઓ માટે લોકસભાની 6 બેઠકો અનામત છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન એમપી ફૂડ સબસિડી સ્કીમ હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તા પણ આપશે. આ યોજના દ્વારા, ખાસ કરીને પછાત જાતિઓની મહિલાઓને પૌષ્ટિક ખોરાક આપવા માટે દર મહિને રૂ. 1,500 આપવામાં આવે છે. આ સાથે પીએમ મોદી પ્રધાનમંત્રી માલિકી યોજના હેઠળ 1.75 લાખ ‘અધિકાર અખિલેશ’ (જમીન અધિકારનો રેકોર્ડ)નું પણ વિતરણ કરશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">