કોલકાતા બળાત્કાર કેસ નિર્ભયા કેસ કરતાં પણ વધુ બર્બર… ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કેટલાક NGOના મૌન પર વ્યક્ત કરી ચિંતા

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, કેટલીક એનજીઓ, જે ઘણી વખત નાની નાની ઘટનાઓ પર રસ્તા પર આવી જાય છે, તેઓએ મૌન ધારણ કર્યું છે. આપણે તેમને પ્રશ્ન કરવો જોઈએ. તેમનું મૌન, ગત 9 ઓગસ્ટ 2024 ના રોજ કોલકત્તામાં ઘૃણાસ્પદ અપરાધ કરનારા લોકોના દોષિત કૃત્યો કરતાં પણ વધુ ખરાબ છે.

કોલકાતા બળાત્કાર કેસ નિર્ભયા કેસ કરતાં પણ વધુ બર્બર... ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કેટલાક NGOના મૌન પર વ્યક્ત કરી ચિંતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2024 | 8:16 PM

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે, ગત 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે ક્રૂર બળાત્કાર અને હત્યાના કેસમાં કથિત મૌન માટે કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ની ટીકા કરી હતી. આ સાથે તેણે કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાને 2012માં નિર્ભયાની ઘટના કરતાં પણ વધુ બર્બર ગણાવી છે.

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, દેશે એવી સલામત અને વ્યવસ્થિત પ્રક્રિયા અપનાવવી પડશે કે, માનવતાની સેવામાં લાગેલા કોઈપણ વિસ્તારના લોકોને કોઈ ખતરો ન હોય.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

ઉત્તરાખંડના ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આયોજિત કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્ષ 2012માં નિર્ભયા જેવી ઘટના બની હતી, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આ ઘટના બાદ કાયદામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો હતો.

દેશ અને સમાજને શરમાવે છે

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આખી દુનિયા આપણી તરફ જોઈ રહી છે. જે દેશ આખી દુનિયાને નેતૃત્વ આપી રહ્યો છે અને વસુધૈવ કુટુંબકમની વાત કરી રહ્યો છે, પરંતુ જે દીકરીએ જનતાની સેવા કરવામાં ના તો દિવસ જોયો છે કે ના રાત. તેની અકલ્પનીય સ્તરની નિર્દયતા સાથે હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર તબીબ વર્ગ, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય યોદ્ધાઓ ચિંતિત અને પરેશાન છે.

તેમણે કહ્યું કે આવી બર્બર ઘટનાઓ સમગ્ર સભ્યતા અને દેશને શરમ લાવે છે અને તે આદર્શોને તોડી નાખે છે જેના માટે આપણો દેશ જાણીતો છે.

કેટલીક એનજીઓના મૌન પર સવાલ

નેશનલ મિલિટરી કોલેજ, દેહરાદૂનમાં બોલતા, ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, ઘણી વખત નાની-નાની ઘટનાઓ પર રસ્તા પર આવી જતી હતી તે કેટલીક એનજીઓ એ હવે મૌન ધારણ કરી લીઘુ છે. આપણે તેમને પ્રશ્ન કરવો જોઈએ. તેમનું મૌન 9 ઓગસ્ટ 2024 ના રોજ ઘૃણાસ્પદ અપરાધ કરનારા લોકોના દોષિત કૃત્યો કરતાં પણ વધુ ખરાબ છે.

તેમણે વધુમાં કહ્યું કે જે લોકો રાજકારણ રમવા અને પોતાના ફાયદા માટે સતત એકબીજાને પત્રો લખી રહ્યા છે, તેઓ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે ઉપરાષ્ટ્રપતિ ધનખરે કોલકાતા હત્યાકાંડને પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હોય. વધુમાં, ધનખરે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના પ્રમુખ કપિલ સિબ્બલની પણ ટીકા કરી હતી, જેમણે એક અહેવાલ ઠરાવમાં આ ઘટનાને “લાક્ષણિક અસ્વસ્થતા” તરીકે વર્ણવી હતી અને સૂચવ્યું હતું કે આવી ઘટનાઓ સામાન્ય છે.

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર
વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર
ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ
ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ
g clip-path="url(#clip0_868_265)">