દિલ્હી-મુંબઈ નહીં પણ ગુજરાતમાં દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો ક્યારે થશે શરૂ

|

Aug 24, 2024 | 7:49 PM

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન 20 સપ્ટેમ્બર સુધીમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) બેંગલુરુ પ્લાન્ટથી ચેન્નાઈ માટે રવાના થવાની અપેક્ષા છે. તેનું અંતિમ પરીક્ષણ અને કમિશનિંગ ચેન્નાઈમાં થશે જેમાં લગભગ 15-20 દિવસ લાગશે.

દિલ્હી-મુંબઈ નહીં પણ ગુજરાતમાં દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો ક્યારે થશે શરૂ
Vande Bharat Sleeper

Follow us on

વંદે ભારત સ્લીપરની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી શકે છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન 20 સપ્ટેમ્બર સુધીમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) બેંગલુરુ પ્લાન્ટથી ચેન્નાઈ માટે રવાના થવાની અપેક્ષા છે. તેનું અંતિમ પરીક્ષણ અને કમિશનિંગ ચેન્નાઈમાં થશે જેમાં લગભગ 15-20 દિવસ લાગશે.

મીડિયા અહેવાલ મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેન, વંદે ભારત કેટેગરીની થર્ડ એડિશન ગુજરાતમાં પ્રથમ વખત દોડવાની અપેક્ષા છે. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નાઈના જનરલ મેનેજર યુ સુબ્બા રાવે જણાવ્યું છે કે અંતિમ પરીક્ષણ અને કમિશનિંગ પછી વંદે ભારત સ્લીપરને મેઈનલાઈનમાંથી પસાર કરવામાં આવશે, જે લખનૌ સ્થિત રેલ્વે ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO)ની દેખરેખ હેઠળ એક કે બે મહિના સુધી ચાલશે. ટ્રેનના હાઇ-સ્પીડ પરીક્ષણ માટે ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન પર ટ્રાયલ રન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

16 કોચની વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 823 બર્થ હશે, જેમાં 11 3AC કોચ (611 બર્થ), 4 2AC કોચ (188 બર્થ) અને 1 1AC કોચ (24 બર્થ)નો સમાવેશ થાય છે. વંદે ભારત સ્લીપર ટ્રેન યુરોપની નાઈટજેટ સ્લીપર ટ્રેનોની જેમ બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં એટેન્ડન્ટ માટે અલગ બર્થ પણ હશે.

Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા
લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન BEML અને હૈદરાબાદ સ્થિત મેધા સર્વો ડ્રાઇવ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. આમાં પોલેન્ડ સ્થિત યુરોપિયન રેલ કન્સલ્ટન્ટ EC એન્જિનિયરિંગના ડિઝાઇન ઇનપુટ્સનો સમાવેશ થાય છે. દરેક સ્લીપર બર્થમાં રીડિંગ લાઈટ, ચાર્જિંગ સોકેટ, મોબાઈલ/મેગેઝિન હોલ્ડર અને નાસ્તાનું ટેબલ હશે.

Next Article