29 સપ્ટેમ્બરના મહત્વના સમાચારઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પહોચી 138.59 મીટરે, મહત્તમ સપાટીથી માત્ર 9 સે.મી. ઓછી
આજે 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- સુરેન્દ્રનગરમાં વસ્તડી નજીક કાર સાથે 6 લોકો તણાયા..
- વડોદરા શહેરના રાજમાર્ગો પર મગરનું વોક..
- મહેસાણા બસમાંથી વૃદ્ધ પડી જતા મોત..
- દેવભૂમિદ્વારકા બેકાબૂ ટ્રાવેલ્સે 2 કારને મારી ટક્કર
- જમ્મુ કાશ્મીર : કુલગામમાં બે આતંકવાદીઓ ઠાર
- PM મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે
LIVE NEWS & UPDATES
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પહોચી 138.59 મીટરે, મહત્તમ સપાટીથી માત્ર 9 સે.મી. ઓછી
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલા પાણીની આવકને પગલે, જળ સપાટી 138.59 મીટરે પહોંચી છે. છેલ્લા 11 કલાકમાં ડેમની જળસપાટીમાં 13 સે.મી.નો વધારો થવા પામ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ સપાટીને વટાવે તો ડેમ ઓવરફ્લો થાય તેમ છે. જો કે હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસ માંથી 92,572 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા ડેમના 5 દરવાજા 75 સેન્ટિમીટર ખોલીને નર્મદા નદીમાં કુલ 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
-
બનાસકાંઠાનું વિભાજન કરીને નવો જિલ્લા બનાવવા દિઓદરના સરપંચોની માગ
બનાસકાંઠાનું વિભાજન કરીને નવો જિલ્લા બનાવવા દિઓદરના સરપંચોની આજે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાધનપુર, થરાદને નવા જિલ્લાનુ વડુ મથક બનાવવા અંગે સોશિયલ મીડિયામા ચાલી રહેલ ચર્ચાઓના કારણે દિયોદરના સરપંચોની બેઠક બોલાવીને દિઓદરને નવા જિલ્લાનું વડુ મથક બનાવવાની માંગ કરવામાં આવી છે. દિઓદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
-
-
ઉમિયાધામ ઊંઝાના નવા હોદ્દેદારોની નિમણૂંક, ચોથીવાર પ્રમુખ બનતા MLA બાબુભાઈ પટેલ
મહેસાણાના ઊંઝા ખાતે આજે યોજાયેલ ઉમિયાધામની કારોબારીની સભામાં ઉમિયાધામ ઊંઝાના નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખપદે સતત ચોથીવાર દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઉમિયાધામ ઊંઝા ઉપ પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ( દૂધ વાળા ), ગોવિંદભાઈ પટેલ ( વરમોરા) નિમાયા છે. જ્યારે મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ ( નેતાજી ) ની નિમણૂંક કરવામાં આવી છે.
-
સહકારી ક્ષેત્રમાં ભાજપની ખિલ્લી નહીં હલે, 90 ચૂંટણીઓ બિનહરીફ થશેઃ જયેશ રાદડિયા
રાજકોટમાં યોજાયેલ સહકારી વિભાગની સામાન્ય સભામાં બોલતા જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાંથી ભાજપની ખિલ્લી પણ હલવાની નથી. સહકારી ક્ષેત્રની 90 ચૂંટણીઓ બિનહરીફ થશે. જે 10 ટકા સહકારી ક્ષેત્રમાં ચૂંટણી યોજાઈ છે ત્યાં પણ ભાજપની પેનલનો જ વિજય થયો છે. રાજકોટ જિલ્લાની 95 ટકા સહકારી સંસ્થાઓની ચૂંટણી બિનહરીફ થઈ છે.
-
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર 7 કીમી સુધી ટ્રાફિક જામ
ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર સતત બીજા દિવસે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ છે. મુલદ ચોકડીથી વાલિયા ચોકડી સુધીના 7 કીમી સુધી ટ્રાફિક જામ થયો છે. વાહનોની લાંબી કતાર જ જોવા મળી રહી છે. ટ્રાફિક જામને કારણે નેશનલ હાઇવે પર અનેક વાહનચાલકો અટવાયા હતા.
-
-
અમરેલીના બાબરા પંથકમા ભારે પવન સાથે વરસાદ
અમરેલીના બાબરા પંથકમા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ, બાબરા શહેરમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જામબરવાળા , દરેડ , ખાખરીયા, ગલકોટડી, કરિયાણા, માધુપુર, કીડી . સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
-
વડોદરામાં 2 કલાકમાં તુટી પડ્યો 3 ઈંચ વરસાદ, સાંજના 4 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો છે. વડોદરામાં બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના બે કલાકના જ સમયગાળામાં ધોધમાર 3 ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જ્યારે વડોદરના પાદરામાં આ જ સમયગાળામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામની કેરી નદીમાં આવેલા ઘોડાપૂરમાં લોડીંગ વાન તણાઈ
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂરમાં છોટા હાથી વાહન તણાયું હતું. પૂરમાં તણાતા છોટા હાથીનુ રેસ્ક્યુ માટે જેસીબી મગાવવામાં આવ્યું હતું. જો કે પાણીનો પ્રવાહ વધારે હોવાથી રેસ્ક્યુ કરવુ મુશ્કેલ બન્યું હતું. ઘસમસતા પૂરના પાણીને કારણે વાહનને બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું.
-
આણંદ, ખેડા, વડોદરામાં વરસાદને લઈને હવામાન વિભાગનું રેડ એલર્ટ, 3 કલાકમાં વરસાદની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં આણંદ, ખેડા, વડોદરા ઉપરાંત બોટાદ જિલ્લા માટે રેડ એલર્ટની આગાહી કરી છે. ગુજરાતના બાકીના 11 જિલ્લાઓમાં સાંજના સાત વાગ્યા સુધીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
-
મહીસાગરના કારન્ટા ગામે નાહવા પડેલા 5 યુવાનો પૈકી 1 યુવક ડૂબ્યો
મહીસાગરના કારન્ટા ગામે નાહવા પડેલા 5 યુવાનો પૈકી 1 યુવક ડૂબ્યો છે. અમદાવાદથી સંબંધીના ઘરે આવેલા 5 યુવક મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. ડૂબી જનાર યુવાનનું નામ મોહમ્મદ ફરહાન છે. અન્ય 4 યુવક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં હાલમાં પાણીનુ વહેણ વધુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડેલું છે ત્યારે અજાણ્યા યુવાનોને નહાવા જવાનું સાહસ કરવું મોઘું પાડ્યું.
-
ઉત્તર પ્રદેશમાં સરકારે 7572 વીજ કર્મચારીઓનો પગાર અટકાવ્યો
યુપીમાં વીજળી વિભાગના 7572 વીજ કર્મચારીઓનો સપ્ટેમ્બર મહિનાનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. આ કર્મચારીઓએ હજુ સુધી તેમની આવકની વિગતો આપી નથી. સરકારે આવકની વિગતો પૂરી પાડવા માટેનો સમયગાળો વધુ એકવાર વધાર્યો હતો.
-
નવસારીના મોટી વાલઝર અને ઉપસળ ગામે દીપડો પકડવા 20 પાંજરા ગોઠવાયા
નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં બે બાળકી પર દીપડાએ હુમલા કર્યા બાદ, વન વિભાગે પ્રયાસો કર્યા છતા દીપડો પકડથી બહાર છે. દીપડાની ગતીવિધી જાણવા માટે ગોઠવેલા ટ્રેપ કેમેરામાં દીપડો ફરતો નજરે પડ્યો છે. મોટી વાલઝર અને ઉપસળ ગામે 20 થી વધુ દીપડા પકડવાના પાંજરા મુકાયા છે. દીપડાને ટ્રેસ કરવા 15 કેમેરા મૂકવામાં આવ્યા છે. વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાંથી 17 જેટલી ટીમને કામે લગાડી છે, આમ છતા દીપડો વન વિભાગની પકડમાંથી બહાર છે.
-
કઠુઆમાં જાહેરસભાને સંબોધતા સમયે મલ્લિકાર્જુન ખડગેની લથડી તબિયત
જમ્મુ-કાશ્મીરના કઠુઆના જસરોટામાં જનસભાને સંબોધન કરતા સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડતા તેમને સ્ટેજ પરથી દૂર લઈ જવામાં આવ્યા હતા.
-
વડોદરા શહેરમાં વરસાદી માહોલ
વડોદરા શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા શહેર માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા શહેરના રાવપુરા, એમ.જી. રોડ, પાણીગેટ, માર્કેટ, ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વડોદરાના નગરજનોમાં પાણી ભરાવાને લઈ ચિંતા પ્રસરી છે.
-
ભરૂચમાં 5 દિવસથી વરસાદી માહોલના કારણે ગરબા આયોજકોમાં ચિંતા
- ભરૂચમાં સતત વરસાદી માહોલના કારણે ગરબા આયોજકોમાં ચિંતા
- ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકોની ચિંતામાં વધારો
- વરસાદી માહોલના કારણે આયોજકો સહિત ખેલૈયાઓ પણ ચિંતિત
- નવરાત્રિ પહેલા ગ્રાઉન્ડમાંથી પાણી અને કીચડ દૂર કરવાનો પ્રયત્ન ચાલુ
-
અમદાવાદઃ પેટ્રોલ પંપ પર થઈ મારામારી
- પેટ્રોલ પંપના કર્મચારીની મહિલા અને તેની સાથેના યુવકો સાથે થઈ બબાલ
- પેટ્રોલ પંપ પર મોબાઇલ પર વાત ન કરવાનું કહેતા હુમલો કર્યાનો આરોપ
- મહિલાને કર્મચારીએ સુરક્ષાના કારણોસર ફોન ન વાપરવા આપી હતી સલાહ
- બોલાચાલી બાદ સ્થિતિ વણસતા મહિલાની સાથે આવેલા યુવકોએ કર્યો હુમલો
- વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
-
અમદાવાદ ઠેર ઠેર પડેલા ભૂવાઓ બન્યા શહેરીજનોનો માથાનો દુખાવો
અમદાવાદના શહેરીજનોએ સૌથી વધુ કોઈ સમસ્યાનો સામનો કર્યો હોય તો તે ઠેર ઠેર પડેલા ભૂવા છે. અમદાવાદમાં ભૂવા પડવાની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. ગમે તે મોસમ હોય સડકો પર અચાનક ભૂવા પડી જાય છે. મેટ્રોસિટી ગણાતા અમદાવાદમાં ભૂવા પણ એવા મોટા જ પડે, કે તેમાં આખેઆખો ટ્રક સમાઈ જાય.
- અમદાવાદમાં ચોમાસા દરમિયાન 47 ભૂવા પડ્યા
- અને વગર વરસાદે તો શહેરમાં પડ્યા 63 ભૂવા
- એટલે આ વર્ષમાં જ 108 ભૂવા અત્યાર સુધી પડી ગયા
-
વડોદરા શહેરમાં જામ્યો વરસાદી માહોલ
- વડોદરા શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ
- શહેરના રાવપુરા, એમ.જી. રોડ, પાણીગેટ, ગોત્રી, ગોરવામાં જામ્યો વરસાદ
- વરસાદની સાથે જ શહેરમાં પાણી ભરાવાની શરૂઆત
- સતત 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે સ્થાનિકો ચિંતિત
-
ભાવનગરઃ પાલીતાણા તાલુકાનો ખારો ડેમ થયો ઓવરફલો
- ભાવનગરઃ પાલીતાણા તાલુકાનો ખારો ડેમ થયો ઓવરફલો
- ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા
- 1600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
- ભુતીયા, મોટી પાણીયાળી, નાની પાણીયાળી ગામોને સાવચેત કરાયા
-
રાહુલ ગાંધીના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પરના નિવેદન સામે સાધુ-સંતોમાં રોષ
- રાહુલ ગાંધીના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પરના નિવેદન સામે સાધુ-સંતોમાં ફેલાયો રોષ
- કચ્છ એકલ મંદિરના મહંતે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યુ
- કોંગ્રેસનો પહેલાથી અભિગમ રામલલ્લા વિરોધી જ રહ્યો હોવાનું જણાવ્યુ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને રાહુલ ગાંધીએ નાચ-ગાન ગણાવ્યું હતુ
-
કડાણા ડેમમાંથી સતત પાણી છોડાતા મહીસાગર નદી થઈ બે કાંઠે
- કડાણા ડેમમાંથી સતત પાણી છોડાતા મહીસાગર નદી થઈ બે કાંઠે
- ડેમના 10 દરવાજા ખોલીને 75 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું
- પાણીની આવક વધતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ
- મહી નદીકાંઠાના પાંચ જિલ્લાના 235 ગામને કરાયા એલર્ટ
-
છેલ્લા રાઉન્ડના વરસાદથી બનાસકાંઠામાં સર્જાઈ તારાજી
છેલ્લા રાઉન્ડના વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. બનાસકાંઠામાં ખેડૂતો સહિત સ્થાનિકોને વરસાદને કારણે નુકસાન થતા રોવાનો વારો આવ્યો છે. 15 દિવસના વિરામ બાદ છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે બનાસકાંઠામાં વરસાદ પડ્યો. જેના કારણે પાલનપુર વડગામ, દાંતાના સરહદી વિસ્તારો સહિત વાવ, થરાદ, લાખણી સહિતના પંથકોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. જલોત્રા ગામે રહેણાંક મકાનના છાપરા અને પતરા ઉડી જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ સરહદી વિસ્તારમાં બાજરી જુવાર સહિતના પાક આડા પડી જતાં ખેડૂતો પરેશાન છે. ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે પપૈયાના છોડનું કરેલું વાવેતર પર પાણીમાં ગયું છે.. કારણ કે ભારે પવન અને વરસાદથી પપૈયાનો પાક આડો પડી જવાથી નિષ્ફળ થવા પામ્યું છે. ત્યારે હવે સરકાર સર્વે કરીને વળતર આપે તેવી ખેડૂતોને આસ છે.
-
નવસારી: ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ, બાળકને આપ્યુ સ્ટિયરીંગ
- નવસારી: બાળકના હાથમાં સ્ટેરિંગનો વધુ એક વીડિયો
- નેશનલ હાઈવે 48 પર બાળકને થમાઈ દીધું મિની બસનું સ્ટેરિંગ
- ડ્રાઈવરે બાળકને ખોળામાં બેસાડી હાથમાં પકડાવ્યું સ્ટેરિંગ
- બાળકના હાથમાં સ્ટેરિંગ આપી મિની બસ હંકારવાનો વીડિયો
- વાયરલ વીડિયોને આધારે પોલીસે ડ્રાઈવરની કરી પૂછપરછ
- વીડિયોની યોગ્ય ખરાઈ બાદ પોલીસ કરશે આગળની કાર્યવાહી
-
સુરેન્દ્રનગર: ધણાદ ગામે 72 કલાકથી વીજ પુરવઠો ઠપ્પ
- સુરેન્દ્રનગર: ધણાદ ગામે 72 કલાકથી વીજ પુરવઠો ઠપ્પ
- ગ્રામજનોએ વીજ કચેરીમાં કર્યો હોબાળો
- તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા ઊઠી માગ
- વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું અનુમાન
- વીજ વિભાગના અધિકારીએ ફોન ન ઉપાડતા ગ્રામજનોમાં રોષ
- લખતર ફીડરમાં પણ સમસ્યા સર્જાતા વીજ પુરવઠો ઠપ
-
નવસારી જિલ્લામાં એકસ સપ્તાહમાં દીપડાએ ત્રણ લોકો પર કર્યા હુમલા
દક્ષિણ ગુજરાતમાં વધી રહેલા દીપડાની વસ્તીને લઈને માનવજીવન સામે ખતરો ઉભો થયો છે. નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં 3 દીપડાના હુમલાને લઈને વન વિભાગ દોડતું થયું છે. વાસદા તાલુકાના મોટી વાલઝર બાદ ઉપસળ ગામે નાની બાળકીઓ પર હુમલા થયો છે. જેને લઇને વાસ્તા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના વન વિભાગના અધિકારીઓ નવસારીના વાસદા ખાતે પહોંચી ચૂક્યા છે. માનવભક્ષી બનેલા દીપડાને પકડવા માટે 15 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના અધિકારીઓ ભયભીત થયેલા લોકોને ભયમાંથી મુક્ત કરવા માટે કામે લાગ્યા છે.
-
નેપાળમાં આવેલા ભયાનક પૂરે સર્જી તબાહી, 112 લોકોના મોત, સેંકડો લોકો પ્રભાવિત
નેપાળમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 68થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. રાજધાની કાઠમંડુમાં શનિવારે વરસેલા ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ આવો વરસાદ 1970માં થયો હતો. નેપાળના હવામાન વિભાગે આ માહિતી આપી છે. નેપાળના શહેરી વિકાસમંત્રી પ્રકાશ માનસિંહે ગૃહમંત્રી, ગૃહ સચિવ અને સુરક્ષા એજન્સીઓના વડાઓ સહિત વિવિધ મંત્રીઓની તાકીદની બેઠક બોલાવી છે અને તેમને શોધ અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
-
નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી
- સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સર્વોચ્ય સપાટીએ
- નર્મદા ડેમની સપાટી માં 24 કલાક માં 2 સેમીનો વધારો
- 99.25 ટકા ભરાયો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ
- 138.46 મીટરે પહોંચી નર્મદા ડેમની જળ સપાટી
- 138.68 મીટરે સંપૂર્ણ ભરાય છે નર્મદા ડેમ
- નર્મદા ડેમમાં 1 લાખ 44 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક
- નર્મદા નદીમાં 1 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાયું
- વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા
- નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી
- નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા
-
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મળશે રાજ્ય સરકારની ચિંતન બેઠક
- રાજ્ય સરકાર કરશે ચિંતન બેઠકનું આયોજન
- ભૂપેન્દ્ર પટેલ સરકા ની ચિંતન બેઠક નું આયોજન
- સોમનાથમાં યોજાશે ચિંતન બેઠક
- 21-22-23 નવેમ્બરે ચિંતન બેઠકનું આયોજન
- સરકારના તમામ મંત્રીઓ, સચિવ અને ઉચ્ચાધિકરીઓ રહેશે હાજર
-
અમદાવાદઃ વરસાદને કારણે નવરાત્રિના આયોજન પર ગ્રહણ
- રાજ્ય સરકાર ગરબાના આયોજન ને લઈને ચિંતિત
- ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નવરાત્રીના રંગ માં ભંગ પડે તેવી સ્થિતિ
- ગરબાના આયોજકોના મતે ઉઘાડ નીકળે તો પ્રથમ નોરતાના ગરબા થશે
- ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કાદવ, કિચડ અને વરસાદી પાણી
- ગરબા થાય તે માટે સરકારી તંત્ર લાગ્યું કામે
- વરસાદ રોકાય તો યોગ્ય રીતે થઈ શકે પર ઝડપે તૈયારી
-
વડોદરામાં એક ઈંચ વરસાદમાં પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા વોર્ડ-4ના કાઉન્સિલરે ભડક્યા
- વડોદરા: એક ઈંચ વરસાદમાં પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ
- હાઈવેની કાંસ પરના દબાણો દૂર કરવાની કામગીરી રોકી દેવાતા રોષ
- વોર્ડ-4ના કાઉન્સિલરે સ્થિતિને લઈ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો
- મેયર અને સ્થાયી અધ્યક્ષના વોર્ડમાં પાણીને લીધે સૌથી વધુ હાલાકી
- પૂર્વ વિસ્તારની 42 સોસાયટીમાં એકથી બે ફૂટ ભરાયા હતા પાણી
-
ભરૂચના બિસ્માર રસ્તાઓને લઈને કોંગ્રેસના નેતા મુુમતાઝ પટેલે સરકાર સામે કર્યા આક્ષેપ
વર્ષોથી ભરૂચ અને અંકલેશ્વરના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાનો કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આક્ષેપ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો મુકી ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા
- કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલના ગુજરાત મોડલ પર સવાલ
- વર્ષોથી ભરૂચ અને અંકલેશ્વરના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાનો પણ આરોપ
- ભાજપ સરકારમાં રસ્તો ન બન્યો હોવાનો લગાવ્યો આક્ષેપ
- ગુજરાતના રસ્તાઓની કથળતી હાલત પર સાધ્યું નિશાન
- નગરપાલિકાથી કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે પરંતુ કામ ન થતુ હોવાનો આરોપ
- સોશિયલ મીડિયા પર વીડિયો મુકી કરી લગાવ્યા આક્ષેપ
-
સુરત: સુમુુલ ડેરીના દૂધની ગુણવત્તાને લઈને ગરમાયુ ડેરીનું રાજકારણ, ભાજપના જ નેતાઓ સામસામે
- સુરત: સુમુલ ડેરીના દૂધની ગુણવત્તાને લઈ ભાજપના જ નેતાઓ સામસામે
- કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ સામે આક્ષેપો
- ડેરીના માજી ડિરેક્ટર અને ભાજપ નેતા મનોજ પટેલે PM અને CMને કરી ફરિયાદ
- મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી નબળી ગુણવત્તાનું દૂધ લાવી વેચતા હોવાનો આક્ષેપ
- ચોર્યાસી દૂધ મંડળી નિયમ વિરૂદ્ધ કાર્યરત હોવાનો પણ આરોપ
- તમામ આક્ષેપો ડેરીના ડિરેક્ટર બળવંત પટેલે ગણાવ્યા પાયાવિહોણા એક વર્ષ બાદ ડેરીની ચૂંટણી છે, જેને લઈને આક્ષેપો કરાયા: બળવંત પટેલ
- જો આ આક્ષેપો સાચા હોય તો મનોજભાઈ સાબિત કરી બતાવે: બળવંત પટેલ
-
નવસારી દીપડાની લટાર..સ્થાનિકોમાં ડર
નવસારી વાંસદાના ઉપસળ ગામના ભેખલા ફળિયામાં દીપડો લટાર મારતો જોવા મળ્યો. છેલ્લાં ત્રણ દિવસમાં દીપડાએ બે બાળકીઓને પોતાનો નિશાન બનાવ્યું. અવર નવાર થતાં દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ.
-
મહેસાણા ધરોઈ ડેમમાં પાણીની આવક વધી
મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની થઈ આવક. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા જેટલો ભરાયો. જેથી ડેમની જળસપાટી 618 ફૂટે પહોચી.ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો.
-
વડોદરા ઢાઢર નદીની જળસપાટીમાં વધારો
- વડોદરાના ડભોઇમાંથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી વધી.
- ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી છોડયું પાણી.
- દંગીવાડા, કબીરપૂરા, નારણપુરા, બંબોજ ગામના રસ્તાઓ પર પાણી.
- કરાલીપુરા જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ.
-
નેપાળમાં વરસાદી તાંડવ, 112ના મોત
- નેપાળમાં મેઘરાજાએ મચાવી તબાહી
- વરસાદની ભયાનક બેટિંગમાં 112 લોકોના મોત.
- ચો તરફથી તબાહીના દ્રશ્યો આવ્યા સામે
-
દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત
- દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત
- ખાનગી બસ અને 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
- ઘટનાસ્થળે જ 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત
- ઘાયલોને સારવાર માટે ખંભાળિયા ખસેડાયા
- કલેક્ટર અને કેબિનેટ મંત્રી પણ પહોંચ્યા હોસ્પિટલ
- સાંસદ પૂનમબેન માડમે પણ કરી હતી મુલાકાત
- રખડતા ઢોરના કારણે બસચાલકે કાબુ ગુમાવ્યો હતો
- બસ ડિવાઈડર ક્રોસ કરી સામેની તરફ આવતી કાર સાથે ટકરાઈ હતી
-
દ્વારકા અકસ્માતમાં કલોલના પરિવારની મૃત્યુની ઘટના
દ્વારકામાં બનેલી ગોઝારી ઘટનામાં કલોલના પરિવારની મૃત્યુની ઘટના સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાત કરી પરિવારને મદદ કરવા અંગે જણાવ્યું. પરિવાર પ્રત્યે સહાનુભૂતિનો સંદેશ આપ્યો છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અકસ્માત મુદ્દે ધારાસભ્ય સાથે વાત કરી.
-
દેવભૂમિદ્વારકા બેકાબૂ ટ્રાવેલ્સે 2 કારને મારી ટક્કર
- બેકાબૂ ટ્રાવેલ્સની બસે સામેથી આવતી 2 કારને મારી હતી ટક્કર.
- અકસ્માતમાં એકસાથે 7ના મોતથી તંત્રમાં દોડધામ.
- 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
- ઘાયલોને દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.
-
સુરેન્દ્રનગર વસ્તડી નજીક કાર સાથે 6 લોકો તણાયા
- સુરેન્દ્રનગરના વસ્તડી નજીક નદીમાં કાર સાથે 6 લોકો તણાયા.
- કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે બની ઘટના.
- ગ્રામજનોએ તણાયેલા તમામ લોકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયા.
- વડોદ ડેમના પાટિયા બંધ કરતા કોઝવે પર ભરાયું પાણી.
-
આજે PM મોદી પૂણેમાં મેટ્રો લાઇનનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ પુણેમાં શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સ્વારગેટ વચ્ચે મેટ્રો લાઇનનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે કોરિડોરનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પીએમ સ્વારગેટ-કાત્રજ મેટ્રો સેક્શનનો શિલાન્યાસ પણ કરશે.
-
અમદાવાદ કર્ણાવતી કલબ નજીક 40 લાખની લૂંટ
- અમદાવાદના કર્ણાવતી કલબ નજીક રૂપિયા 40 લાખની લૂંટ.
- આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ જતો કોન્ટ્રકટર લૂંટાયો.
- કારમાં જતા કોન્ટ્રકટરને રોકી થેલો લઈ 2 શખ્સ ફરાર.
- કારમાં પંચર હોવાનું કહીને લાખોની લૂંટને આપ્યો અંજામ.
- પોલીસની ટીમ ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ તેજ.
Published On - Sep 29,2024 6:37 AM