25 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત, નાણાકીય લેવડ-દેવડમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2024 | 7:31 AM

J-K Election 2024 Phase 2 Live Updates : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશના તમામ 6 મતદાન જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

25 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત, નાણાકીય લેવડ-દેવડમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન

LIVE NEWS & UPDATES

  • 25 Sep 2024 09:41 AM (IST)

    રાજૌરી વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની કતારો

    જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજૌરી વિધાનસભા ક્ષેત્રમાં મતદાન મથક પર મતદાન કરવા માટે લોકો કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે.  આ બેઠક પર ભાજપે વિબોધ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ઈફ્તાર અહેમદને ટિકિટ આપી છે.

  • 25 Sep 2024 09:36 AM (IST)

    અમદાવાદ: ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકનો આપઘાત

    અમદાવાદ: ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે આપઘાત કર્યો છે. સિંધુભવનમાં આવેલી ઓફિસમાં નરેશ પટેલે ગળેફાંસો ખાધો હતો. નાણાકીય લેવડ-દેવડ બાબતે આપઘાત કર્યાનું અનુમાન છે. સવારે ઘરેથી ઓફિસ આવ્યા બાદ દરવાજો બંધ કરી તેમણે ગળેફાંસો ખાધો છે. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 25 Sep 2024 09:31 AM (IST)

    આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

    રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

  • 25 Sep 2024 09:27 AM (IST)

    મોરબી વેજીટેબલ રોડ પર યુવાનની હત્યા

    મોરબીમાં ઇરફાન નામના શખ્સે બે યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલામાં શામજી ચાવડાનું મોત થયુ છે. શામજી ચાવડા અને જગદીશ બારોટ પર હુમલો થયો છે. નજીવી બાબતે હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસે હત્યારાને પકડવા તપાસ શરુ કરી છે.

  • 25 Sep 2024 07:47 AM (IST)

    સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ગમખ્વાર અકસ્માત

    સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેલર પાછળ કાર ઘુસી જતા કારનો કચ્ચરગાણ નીકળી ગયો છે. ઘટના સ્થળે 7 ના મોત થયા છે. આ તમામ લોકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

  • 25 Sep 2024 07:35 AM (IST)

    વડોદરાઃ વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે મોટા સમાચાર

    વડોદરાઃ વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. CM કાર્યાલય તરફથી કરાયો સૌથી મોટો આદેશ અપાયો છે. વિશ્વામિત્રી નદીમાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશેય વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે. માર્જીનની જગ્યા ન છોડનારના દબાણો તોડી પડાશે. દબાણ કરનારાઓને પાલિકાનું 72 કલાકનું અલ્ટીમેટમ અપાયુ છે. અગોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટના દબાણો તૂટશે. વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ પણ તોડી પડાશે. ગ્લોબલ સ્કુલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલને નોટિસ અપાઇ.

  • 25 Sep 2024 07:34 AM (IST)

    દેવભૂમિ દ્વારકા: લાંચિયો ઇન્કમટેક્ષ અધિકારી ઝડપાયો

    દેવભૂમિ દ્વારકા: લાંચિયો ઇન્કમટેક્ષ અધિકારી ઝડપાયો છે. જામનગર ACB એ  છટકું ગોઠવી રૂ.3000 ના લાંચ લેતા IT અધિકારી ઝડપાયો છે. નવું પાનકાર્ડ રદ કરવા લાંચ માગી હતી.

  • 25 Sep 2024 07:32 AM (IST)

    J-K Assembly elections Updates: જમ્મુ અને કાશ્મીર બેઠકો પર મતદાન શરૂ

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. શ્રીનગરના બલહામામાં મતદાન મથકની બહાર લોકો મતદાન કરવા માટે કતારમાં ઉભા છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશના તમામ 6 મતદાન જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુમાં આજે અનેક ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આનાથી વ્યાવસાયિકો ક્ષેત્રના મહત્વના પડકારો વિશે ખુલ્લી ચર્ચા કરી શકશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે હરિયાણાના ગોહાનામાં રેલી કરશે. આ રેલીમાં રોહતક, સોનીપત અને પાણીપતની 22 વિધાનસભા બેઠકોના ઉમેદવારો પણ ભાગ લેશે. આ પહેલા તેમણે 14 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.  વડોદરામાં વિશ્વામિત્રી નદી અને કાંસ પરના દબાણો સામે લાલ આંખ કરી છે. CMના આદેશ બાદ મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી. 72 કલાકનું  અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.  ખેડાના ડાકોર મંદિરના પ્રસાદની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. મંદિરના પૂજારીએ વીડિયો સોશિયલ મીડિયામાં મુકી પ્રસાદમાંથી દુર્ગંધ આવતી હોવાનો દાવો કર્યો. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. 26, 27, અને 28 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">