બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, 5 વાહનો પૈકી એક જ ચાલુ હોવાનું તપાસમાં ખૂલ્યુ- Video
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પાલિકા પાસે 5 ફાયરના વાહનો છે, જે પૈકી એક જ વાહન ચાલુ કન્ડીશનમાંં છે જ્યારે અન્ય 4 વાહનો બંધ હાલતમાં છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ મોટી આગની દુર્ઘટના સર્જાઈ તો લોકોની સલામતીનું શુ?
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો ભંગાર હાલતમાં છે. ફાયર બ્રિગેડ પાસે કુલ 5 વાહન છે, પરંતુ તેમાંથી એક જ વાહન નવું છે. બાકીના તમામ વાહનો બંધ છે અને આ વાહનોને ઓક્ટોબર મહિનામાં 15 વર્ષ પૂર્ણ થશે. એટલે સરકારના પરિપત્ર મુજબ જૂના વાહનો ઉપયોગમાં લઈ શકાય નહીં. ત્યારે બોટાદ જેવા જિલ્લા સેન્ટરમાં ફાયરના ટાંચા સાધનો ચિંતાનો વિષય છે.
બોટાદ જિલ્લામાં અનેક જિનીંગ મીલો આવેલી છે. ઓદ્યોગિક હબ બનેલા બોટાદ જિલ્લામાં ફાયર બ્રિગેડ પાસે પૂરતા સાધનો ન હોવાએ ગંભીર બાબત છે કારણે કે કોઈ ઉદ્યોગના એકમમાં પણ જો આગ જેવી દુર્ઘટના ઘટે તો તેને કાબૂમાં લેવા માટે અહીં તંત્ર પાસે પુરતા વાહનો જ નથી.
બીજી તરફ નગરપાલિકાના અધિકારીએ પણ એ વાતનો સ્વિકાર કર્યો કે ફાયર વિભાગ પાસે માત્ર એક વાહન કાર્યરત છે અને બીજા વાહન લેવા માટે માગણી કરવામાં આવી છે.
Published on: Sep 24, 2024 05:08 PM
Latest Videos