AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમિલનાડુમાં રાહુલ ગાંધી વિરુદ્ધ 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો

તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જોઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે.

તમિલનાડુમાં રાહુલ ગાંધી વિરુદ્ધ 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 6:33 PM
Share

તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ SC-ST, OBC અનામત સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ સાથે તેમણે અનેક મુદ્દાઓ માટે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપને જવાબદાર ઠેરવી હતી. હવે રાહુલ ગાંધીના નિવેદનો અંગે તમિલનાડુના 30 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અલગ-અલગ જિલ્લાના 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભાજપના નેતા ડૉ. વેંકટેશ મૌર્યએ રાહુલના તેમના અમેરિકન પ્રવાસ દરમિયાન અનામતને લઈને આપેલા નિવેદન સામે નોંધાવી છે. જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, એસસી-એસટી અને ઓબીસી અનામતને નાબૂદ કરશે.

સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, બીજેપી નેતા વેંકટેશ મૌર્યએ કહ્યું કે વિપક્ષના નેતા અને સાંસદ તરીકે રાહુલ ગાંધીએ દેશની બહાર આવી વાત ન કરવી જોઈએ. તે દેશની અંદર કંઈ પણ કહી શકે છે. વિદેશમાં તેમણે ભારત સરકાર, SC-ST અને OBCને લઈને ખોટો પ્રચાર કર્યો છે.

રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ

તેમણે વધુમાં કહ્યું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જોઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે. અમે 30 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેમણે પોતાના નિવેદનો બદલ માફી માંગવી જોઈએ.

રાહુલે અનામત સહિત અનેક મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી

અમેરિકાના પ્રવાસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ અનામતની સાથે-સાથે દેશમાં બેરોજગારી, ચીન અને શીખોને લઈને પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી પરંતુ કુશળ લોકોનું સન્માન કરવામાં આવતું નથી.

અનામત પર રાહુલે શું કહ્યું?

જ્યારે કોંગ્રેસ નેતાને અનામત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ત્યારે જ તેને ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તક મળવા લાગશે, પરંતુ હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી. આ સિવાય તેમણે અનામતના મુદ્દે ભારતની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેની નીતિઓની પણ આકરી ટીકા કરી હતી.

ભાજપે રાહુલની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો

ભાજપે પણ અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ હવે માત્ર નેતા અને સાંસદ નથી, તેઓ વિપક્ષના નેતા છે, તેથી તેમણે તેમની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. આવા નિવેદનો કરવાથી વિદેશમાં ભારતની છબી પર નકારાત્મક અસર પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">