હાલમાં ગુજરાતમાં અતિ રોદ્ર ગણી શકાય તેવા વિનાશક વાવાઝોડા બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ચક્રવાત આજે 15મી જૂને, ગુજરાતના કચ્છ સહીતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે સાંજથી મોડી રાત્રિ સુધીમાં વાવાઝોડુ બિપરજોય સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના કરાંચી બંદર નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન વાવાઝોડાની સ્પીડ 125 થી 135 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.
ચક્રવાત અને વરસાદ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યારે પણ તે દરિયામાંથી પસાર થાય છે ત્યારે તેઓ પોતાની સાથે વરસાદ લાવે છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે ? શા માટે વાવાઝોડા સાથે વરસાદ પડે છે? આજે અમે તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવું કેમ થાય છે?
ભારતીય ઉપખંડની વાત કરીએ તો અહીં દરિયાની સપાટીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે. આ કારણોસર દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની સંખ્યા સતત વધી રહી છે. અરબી સમુદ્રની વાત કરીએ તો પહેલા અરબી સમુદ્ર ખૂબ જ ઠંડો રહેતો હતો. તેના ગરમ થવાના કારણે ચક્રવાત જ નથી બની રહ્યા, પરંતુ તે ખૂબ જ ખતરનાક સ્વરૂપ પણ ધારણ કરી રહ્યા છે. વાસ્તવમાં જ્યારે દરિયાના પાણીનું તાપમાન ગરમ થાય છે ત્યારે તેની ઉપરની હવા પણ ગરમ થાય છે. તેને ભરવા માટે, દરિયા કિનારે આસપાસની ઠંડી હવા સમુદ્ર તરફ વધે છે. ગરમ અને ઠંડા પવનોના મિશ્રણને કારણે જે પ્રતિક્રિયા થાય છે તે ચક્રવાતનું સ્વરૂપ લે છે. જે હવા ગરમ થયા પછી ઉપરની તરફ જાય છે, તેમાં પણ ભેજ હોય છે. આ કારણોસર, જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે તેજ પવન સાથે, વરસાદ પણ પડે છે.
ચક્રવાતને ઝડપના હિસાબે 5 કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. આ ઝડપ નક્કી કરે છે કે, વાવાઝોડું કેટલું જોખમી છે. વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ 62 થી 88 કિમી પ્રતિ કલાકની હોય છે. આને સૌથી ઓછા જીવલેણ વાવાઝોડુ ગણવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે ચક્રવાત દરમિયાન પવનની ગતિ 89 થી 120 કિમી પ્રતિ કલાકની હોય છે, ત્યારે તેને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે.
બીજી બાજુ, જ્યારે ચક્રવાતના આગમન સમયે પવનની ગતિ 118 થી 165 કિમી પ્રતિ કલાકની હોય છે, તો તે ગંભીર ચક્રવાતની શ્રેણીમાં આવે છે. આ વાવાઝોડાને કારણે જાન-માલને ઘણું નુકસાન થઈ શકે છે. તે જ સમયે, ખૂબ જ ગંભીર ચક્રવાત દરમિયાન, પવનની ગતિ 166-220 કિમી પ્રતિ કલાકની હોય છે. સુપર ચક્રવાત દરમિયાન, પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાકથી વધી જાય છે. આવા તોફાનો ભારે વિનાશ લાવે છે. વર્ષ 1998માં ઓડિશામાં આવેલ તોફાન આ શ્રેણીનું હતું.
ભારત સહિત વિશ્વના દરિયા કિનારાએ હંમેશા ચક્રવાતી વાવાઝોડાની આશંકા રહે છે. દરિયામાંથી બનેલા ચક્રવાતને વાવાઝોડા, હરિકેન અને ટાયફૂન નામોથી ઓળખવામાં આવે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વ પેસિફિક મહાસાગરમાં થતા વાવાઝોડાને હરિકેન કહેવામાં આવે છે. બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવતા વાવાઝોડાને ટાયફૂન કહેવામાં આવે છે. આ સિવાય દક્ષિણ પેસિફિક અને હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાને ચક્રવાતના નામથી ઓળખવામાં આવે છે. અરબી સમુદ્રમાંથી પણ બિપરજોય ઉછળી રહ્યો છે, તેથી તેને ચક્રવાતના નામથી પણ ઓળખવામાં આવે છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો