તાવ, એલર્જી, એસિડિટી, બીપી અને ડાયાબિટીસ… આ કંપનીઓની દવાઓ ટેસ્ટમાં થઈ છે ફેલ, કેવી રીતે ઓળખશો

|

Sep 26, 2024 | 3:20 PM

સેન્ટ્ર્લ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને લેબ ટેસ્ટમાં તાવ, ડાયાબિટીસ, હાઈ બીપી, એલર્જી અને એસિડિટીની સારવારમાં વપરાતી દવાઓ ફેલ થઈ છે. આ દવાઓ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. પરંતુ શું તાવ, એલર્જી, એસિડિટી, બીપી અને ડાયાબિટીસ રોગની સારવારમાં વપરાતી આ બધી દવાઓ ખરાબ છે ? જાણો નિષ્ણાતો પાસેથી.

તાવ, એલર્જી, એસિડિટી, બીપી અને ડાયાબિટીસ… આ કંપનીઓની દવાઓ ટેસ્ટમાં થઈ છે ફેલ, કેવી રીતે ઓળખશો

Follow us on

આજકાલ ડાયાબિટીસ, હાઈ બીપી, એસિડિટી, એલર્જી અને તાવ જેવી આરોગ્યલક્ષી સમસ્યાઓ ઘરે ઘરે જોવા મળે છે, આ શારીરિક સમસ્યાથી પીડિતા દરેક ઘરમાં એક દર્દી હોય જ છે તેમ કહી શકાય. લોકો ડાયાબિટીસ, હાઈ બીપી, એસિડિટી, એલર્જી અને તાવ જેવા રોગોની સારવાર માટે દવાઓ લે છે. આમાંની કેટલીક દવાઓ એવી છે કે તે રોજીંદા જીવનનો એક ભાગ બની ગઈ છે, પરંતુ જ્યારે તેનું ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓની દવાઓ, લેબ ટેસ્ટમાં ફેલ થઈ જાય છે ત્યારે શું થાય ?

ભારતની સેન્ટ્ર્લ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ ડાયાબિટીસ, હાઈ બીપી, એસિડિટી, એલર્જી અને તાવ જેવા રોગોની સારવારમાં વપરાતી કેટલીક દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. આ દવાઓ નિશ્ચિત ધારાધોરણો મુજબ બનાવવામાં આવી નથી, જેના કારણે આ દવા લીધા બાદ સાજા થવાને બદલે આરોગ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

સેન્ટ્ર્લ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને લેબ ટેસ્ટમાં કુલ 53 દવાઓ ફેલ કરી છે. આ 53 પૈકી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓ એલર્જી, ડાયાબિટીસ, તાવ, હાઈ બીપી અને એસિડિટી માટેની દવાઓ છે. લેબ ટેસ્ટમાં દવાઓ ફેલ થતાં લોકોમાં એક પ્રકારના ચિંતા અને ઉચાટની લાગણી જોવા મળી રહી છે. તેમને લાગે છે કે જો આપણે આ રોગોની દવાઓ પણ લઈએ તો શું આપણે હવે સાજા થઈશુ કે નહીં ? અત્યાર સુધીમાં જે દવાઓ લેતા હતા તે ખરાબ છે ? આવો જાણીએ આનો જવાબ અને એ પણ જાણીએ કે કઈ દવાઓ ફેલ થઈ છે અને તે કઈ કંપનીની છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની દવા

લેબ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતી દવા ટેલમિસારટન અને ટાઇપ-2 ડાયાબિટીસની દવા ગ્લિમેપીરાઇડનો સમાવેશ થાય છે. જો કે, આ નામની બધી જ દવાઓ પરિક્ષણમાં ફેલ નથી થઈ. જે બે કંપનીઓની દવાઓ નિષ્ફળ ગઈ છે તેમના નામ છે M/s, Mascot Health Series Pvt. ltd ની ગ્લિમેપીરાઇડ અને સ્વિસ ગાર્નિયર લાઇફ કંપનીનું ટેલમિસારટન.

તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હાલમાં ડાયાબિટીસ અને હાઈ બીપી માટે આ બે કંપનીઓની ગ્લિમેપીરાઇડ અને ટેલમિસારટન લેવી જોઈએ નહીં. આના સ્થાને, તમે કોઈપણ અન્ય બ્રાન્ડની આ દવાઓ સરળતાથી લઈ શકો છો. આનાથી કોઈ નુકસાન નથી. જો તમે અન્ય કોઈ કંપનીની ગ્લિમેપીરાઇડ અને ટેલમિસારટન લઈ રહ્યા છો, તો ગભરાશો નહીં અને તમારી દવાઓ લેતા રહો.

પેરાસીટામોલ- તાવની દવા

તાવની દવા પેરાસિટામોલ 500 મિલિગ્રામ લેબ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે હવે પેરાસિટામોલ લેવાનું બંધ કરી દેવું જોઈએ. સેન્ટ્ર્લ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં ઉત્પાદિત પેરાસિટામોલને શુદ્ધતા પરીક્ષણમાં નિષ્ફળ કરી છે.

આ સિવાય તમે અન્ય કંપનીઓની પેરાસિટામોલ દવાનું સેવન સરળતાથી કરી શકો છો. પેરાસીટામોલનો ઉપયોગ તાવ ઘટાડવા માટે થાય છે. પેરાસીટામોલ એક પ્રકારનું દ્રવ્ય છે જેનું ઉત્પાદન અને વેચાણ ઘણી કંપનીઓ તેમના પોતાના બ્રાન્ડ નામો હેઠળ કરે છે. જો તમને તાવ હોય તો તમે પેરાસિટામોલ લઈ શકો છો. ફક્ત કંપનીની કાળજી લેવી પડશે.

પાન-ડી- એસિડિટીની દવા

એન્ટિ એસિડ પાન-ડી દવા પણ લેબ ટેસ્ટમાં ફેલ થઈ. ઘણા લોકો આ દવાનો ઉપયોગ કરે છે. આ દવા કાઉન્ટર પર સરળતાથી ઉપલબ્ધ છે અને ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લેવામાં આવે છે, જો કે બધી દવાઓ નિષ્ફળ થતી નથી. આલ્કેમ હેલ્થ સાયન્સ કંપનીની માત્ર પાન-ડી દવા ફેલ થઈ છે. તમારે આ કંપનીનો પાન ડી લેવાનું ટાળવું પડશે અને તેની જગ્યાએ બીજી કંપનીની દવા લેવી પડશે. એસિડિટીની સમસ્યામાં તમે આને ખાઈ શકો છો.

મોન્ટેર એલસી- એલર્જી દવા

બાળકોને એલર્જી (નાક સંબંધિત) થી બચાવવા માટે લોકો મોન્ટેર એલસી દવાનો ઉપયોગ કરે છે. યુવાન અને વૃદ્ધ લોકો પણ આ દવાનું સેવન કરે છે. આ દવાને ખાવાથી વહેતું નાક અને વારંવાર આવતી છીંકથી ત્વરીત રાહત મળે છે. પરંતુ આ દવા લેબ ટેસ્ટમાં ફેલ થઈ છે. પરંતુ એલર્જીવાળા દર્દીઓએ તેને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રા. લિ. મોન્ટેર એલસી ટેસ્ટમાં નાપાસ થયો છે. તમે પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રા. લિ સિવાયની બીજી કંપનીની આ દવા લઈ શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી.

બધી દવાઓ ખરાબ નથી હોતી

મેડિસિનનાં ડૉ. અજય કુમાર કહે છે કે દવાઓ ચોક્કસપણે નિષ્ફળ ગઈ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ડાયાબિટીસ, હાઈ બીપી, એસિડિટી, એલર્જી અને તાવની દવાઓ લેવાનું બંધ કરી દો. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે આ દવાઓ તે કંપનીઓની નથી કે જેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે બીજી કંપનીની દવા ખાઈ શકો છો.

ખાસ કરીને તમારે ડાયાબિટીસ અને બીપીની દવાઓ સમયસર લેવી પડશે અને એવું ના વિચારો કે તે ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. કારણ કે 20 થી વધુ કંપનીઓ પોતાના નામથી એક દવા બનાવે છે. આવી સ્થિતિમાં એક-બે કંપનીની દવાના સેમ્પલ બગડી શકે છે. આવી સ્થિતિમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. તમારે તમારી દવાઓ નિયમિતપણે લેતા રહેવું જોઈએ, ફક્ત કંપનીનું ધ્યાન રાખો.

Next Article