Chandrayaan 3 : કોણ કહે છે કે વૈજ્ઞાનિકો ભગવાનમાં નથી માનતા..! ચંદ્રયાન-3 મિશનનું કાઉન્ટડાઉન આજથી શરૂ, વૈજ્ઞાનિકોની ટીમ પહોંચી મંદિર

|

Jul 13, 2023 | 1:10 PM

Chandrayaan 3 :14 જુલાઈએ ISRO ફરી એકવાર ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે જ સમયે આ પહેલા ISRO વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3 ના નાનકડા મોડેલ સાથે પ્રાર્થના કરવા તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી.

Chandrayaan 3 : કોણ કહે છે કે વૈજ્ઞાનિકો ભગવાનમાં નથી માનતા..! ચંદ્રયાન-3 મિશનનું કાઉન્ટડાઉન આજથી શરૂ, વૈજ્ઞાનિકોની ટીમ પહોંચી મંદિર
Chandrayaan 3

Follow us on

Chandrayaan 3 : 14 જુલાઈએ ISRO ફરી એકવાર ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3ના નાનકડા મોડલ સાથે તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી. જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 02:35 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે, ઈસરોએ આની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Breaking News : 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, ISROએ જાહેર કરી તારીખ અને સમય

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

ચંદ્રયાન-3 14 જુલાઈએ થશે લોન્ચ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO ચાર વર્ષ બાદ શુક્રવારે ફરી એકવાર ચંદ્રયાનને પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર પર પહોંચાડવાના ત્રીજા મિશન માટે તૈયાર છે. મિશન હેઠળ 43.5 મીટર ઊંચા રોકેટને બીજા લોન્ચ પેડ પરથી 14 જુલાઈએ બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવશે. ગુરુવારથી કાઉન્ટડાઉન શરૂ થશે.

મંગળવારે જ લોન્ચનું રિહર્સલ પૂર્ણ થયું હતું. જો ISRO ચંદ્ર પર યાનને સોફ્ટ લેન્ડિંગના મિશનમાં સફળ થાય છે, તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ પછી આ યાદીમાં સામેલ થનારો ચોથો દેશ બની જશે.

ચાર વર્ષ પહેલા એટલે કે, 2019માં ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરવામાં નિષ્ફળ ગયું હતું. આનાથી ઈસરોની ટીમ ખૂબ જ નિરાશ થઈ હતી. ત્યારબાદ તત્કાલીન ઈસરોના પ્રમુખ કે.સિવનને ગળે લગાડીને આશ્વાસન અને હિંમત આપતા વડાપ્રધાનનો વીડિયો આજે પણ લોકોને યાદ છે.

ઈસરોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે

દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન અભિયાનના ભાગ રૂપે ચંદ્રયાન-3ને ‘ફેટ બોય’ LVM3-M4 રોકેટ દ્વારા વહન કરવામાં આવશે. ISRO 14મી જુલાઈના રોજ શ્રીહરિકોટાથી બહુપ્રતીક્ષિત પ્રક્ષેપણ માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ઓગસ્ટના અંતમાં સુનિશ્ચિત થયેલું છે.

અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકો કલાકો સુધી સખત મહેનત કર્યા પછી ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ટેકનિકમાં નિપુણતા મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. આ મિશન ભવિષ્યના આંતરગ્રહીય મિશન માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

બીજી બાજુ, IANS અનુસાર ભારતીય સ્પેસ એજન્સીએ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) બનાવવા માટે એકથી વધુ ખાનગી કંપનીઓને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. શરતો મુજબ રસ ધરાવતા કન્સોર્ટિયમનું લઘુત્તમ ટર્નઓવર 400 કરોડ રૂપિયા હોવું જોઈએ.

વૈજ્ઞાનિકો પ્રેમથી LVM3ને ‘ફેટ બોય’ કહે છે

સૌથી લાંબુ અને સૌથી ભારે LVM3 રોકેટ (અગાઉનું GSLV Mk III) તેની ભારે પેલોડ ક્ષમતાને કારણે ISROના વૈજ્ઞાનિકો દ્વારા તેને પ્રેમથી ‘ફેટ બોય’ કહેવામાં આવે છે. તેણે સતત છ સફળ મિશન પૂર્ણ કર્યા છે. LVM3 રોકેટ ત્રણ મોડ્યુલનું સંયોજન છે, જેમાં પ્રોપલ્શન, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. રોવરને લેન્ડરની અંદર મૂકવામાં આવ્યું છે. શુક્રવારનું મિશન એલવીએમ3ની ચોથી ઓપરેશનલ ફ્લાઇટ છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રયાન-3ને જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકવાનો છે.

ISROએ જણાવ્યું હતું કે, LVM3 રોકેટે તેની કાર્યક્ષમતા સાબિત કરી છે અને મલ્ટી-સેટેલાઇટ પ્રક્ષેપણ, આંતરગ્રહીય મિશન સહિત ઘણા જટિલ મિશન પૂર્ણ કર્યા છે. તે સૌથી લાંબુ અને ભારે પ્રક્ષેપણ વાહન છે, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉપભોક્તા ઉપગ્રહોનું વહન કરે છે.

આ કારણને લીધે જુલાઈમાં થઈ રહ્યું છે લોન્ચ

પૃથ્વી-ચંદ્ર જુલાઈમાં એકબીજાની નજીક છે, જુલાઈ મહિનામાં લોન્ચ થવાનું કારણ ચંદ્રયાન-2 મિશન (22 જુલાઈ, 2019) જેવું જ છે, કારણ કે વર્ષના આ સમયે પૃથ્વી અને તેનો ઉપગ્રહ ચંદ્ર એકબીજાની ખૂબ જ નજીક હોય છે.

શુક્રવારનું મિશન પણ ચંદ્રયાન-2ની તર્જ પર હશે, જ્યાં વૈજ્ઞાનિકો બહુવિધ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવું, ચંદ્રની સપાટી પર યાનને સુરક્ષિત રીતે ઉતારવા માટે લેન્ડરનો ઉપયોગ કરવો અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે લેન્ડરમાંથી બહાર આવતા રોવરનો સમાવેશ થાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article