Delhi : છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દેશનું નામ Bharat કરવા માંગે છે જ્યારે વિપક્ષ તેનો પૂરજોશમાં વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ (PM MODI) વિપક્ષ અને વિશ્વને મજબૂત સંદેશ આપ્યો છે. મજબૂત વ્યક્તિત્વ, કુટનિતિ અને અસરકારક સંદેશ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદીએ મિટિંગ સમિટ દરમિયાન તેમની સામેની નેમ પ્લેટ પર “ભારત” લખેલું હતુ.
G20 સમિટમાં વડાપ્રધાન મોદીના આ સાંકેતિક સંદેશનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે એવી અટકળોને પણ વેગ મળ્યો છે કે આ મહિનાના અંતમાં યોજાનાર સંસદના વિશેષ સત્રનો ઉદ્દેશ્ય દેશનું નામ બદલવાના આ દબાણને ઔપચારિક બનાવવાનો છે.
આ પણ વાંચો : Breaking News: G20 સમીટના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું- આ સમય બધાએ સાથે મળીને ચાલવાનો છે
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi invites the Head of the African Union to take his seat, as a permanent member of the G20 as the first session of the Summit begins. pic.twitter.com/ueCe7pwNLS
— ANI (@ANI) September 9, 2023
#WATCH | G 20 in India | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani takes his seat as the Union becomes a permanent member of the G20. pic.twitter.com/Sm25SD80n9
— ANI (@ANI) September 9, 2023
આ પણ વાંચો : શું છે skill development scam, જેમાં આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની કરાઈ ધરપકડ?, જાણો સમગ્ર મામલો
“ભારત” નો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ માટે બનેલી G20 પુસ્તિકામાં પણ કરવામાં આવ્યો છે – “ભારત, લોકશાહીની માતા”. “ભારત દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં તેમજ 1946-48ની ચર્ચાઓમાં પણ છે. આ મુદ્દે વિપક્ષે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયા બ્લોકના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર ઈતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે અને દેશના ભાગલા કરી રહી છે.
Published On - 11:15 am, Sat, 9 September 23