AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ મંત્રાલયે ડ્રોનથી જંતુનાશક છંટકાવને લઈને જાહેર કરી SOP, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

હવાઈ ​​છંટકાવ દરમિયાન ડ્રોન ઓપરેટરો ફક્ત માન્ય જંતુનાશકોનો ઉપયોગ કરી શકે છે અને તેના માટે એક નિશ્ચિત ઊંચાઈ અને જથ્થો હશે. હવાઈ ​​છંટકાવ કરતા પહેલા ઓપરેટરે તેના વિશે 24 કલાક અગાઉ સ્થાનિક લોકોને જાણ કરવાની રહેશે.

કૃષિ મંત્રાલયે ડ્રોનથી જંતુનાશક છંટકાવને લઈને જાહેર  કરી SOP, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
sop for use of drone in crop protection
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:06 AM
Share

કૃષિ જગત માટે એક સારા સમાચાર છે. હવે ડ્રોનથી પાક પર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવશે. પરંતુ આ માટે અમુક નિયમનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે પાક પર જંતુનાશકોના (Pesticides) છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ અંગે માનક ઓપરેટિંગ પ્રક્રિયા (SoP) જાહેર કરી છે.

કૃષિ મંત્રાલયે (Agriculture Ministry)જંતુનાશક છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ માટે એસઓપી બહાર પાડતી વખતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે અને કેટલાક રાજ્યો પહેલાથી જ આ નવી ટેક્નિકની સંભવિતતાની તપાસ કરી રહ્યા છે.

મંત્રાલયે કહ્યું, ‘ડ્રોનનો ઉપયોગ કરીને પાક પર જંતુનાશકોનો છંટકાવ કરવાની ઘણી સંભાવનાઓ છે. અમે પાકોનું વ્યાપારીકરણ કરવા અને વધુ સચોટતા પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”

ડ્રોનના ઉપયોગ અંગેના SOPsમાં વૈધાનિક નિયમો, ઉડાન ભરવાની પરવાનગી, પ્રતિબંધિત વિસ્તારોની વિગતો, વજન વર્ગીકરણ, નોંધણી, સલામતી વીમો, ઓપરેશનલ પ્લાન અને હવામાન પરિસ્થિતિઓ સંબંધિત જોગવાઈઓ સામેલ છે. આ ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં ટેક-ઓફ અને લેન્ડિંગ પહેલા અને પછીની સ્થિતિને લગતી પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવી છે.

સ્થાનિક લોકોને 24 કલાક અગાઉ માહિતી આપવાની રહેશે હવાઈ ​​છંટકાવ દરમિયાન ડ્રોન ઓપરેટરો માત્ર માન્ય જંતુનાશકોનો ઉપયોગ કરી શકે છે અને તેના માટે એક નિશ્ચિત ઊંચાઈ અને જથ્થો હશે. હવાઈ ​​છંટકાવ કરતા પહેલા ઓપરેટરે તેના વિશે 24 કલાક અગાઉ સ્થાનિક લોકોને પણ જાણ કરવાની રહેશે. કૃષિ મંત્રાલયે કહ્યું કે આવા ડ્રોન ચલાવવા માટે પાયલટને ખાસ તાલીમ પણ લેવી પડશે. આ ઉપરાંત, પાયલોટને જંતુનાશકોની ક્લિનિકલ અસરોથી પણ પરિચિત હોવા જોઈએ.

કૃષિ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓએ આવકાર આપ્યો હતો આ દરમિયાન કૃષિ ઉદ્યોગ સાથે સંબંધિત સંસ્થા ક્રોપલાઈફ ઈન્ડિયાએ ડ્રોન સંબંધિત SOPનું સ્વાગત કર્યું છે. ક્રોપલાઈફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અસ્તિત્વ સેને જણાવ્યું હતું કે ગર્વની વાત છે કે આ માર્ગદર્શિકા કૃષિ મંત્રાલય, કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે પારદર્શક પરામર્શ પછી બહાર આવી છે. તેમણે કહ્યું કે હવે આ દિશાનિર્દેશોનો અભ્યાસ કર્યા બાદ તેને અન્ય એશિયન દેશોમાં લાગુ કરવા માટે વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો :Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?

આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇથી પરત ફરી એરપોર્ટ પર કોરોના ગાઈડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">