દિલજીતના કોન્સર્ટ બાદ સ્ટેડિયમને નુકસાન, ગંદકીના ઢગલા જોવા મળતા ખેલાડીઓ પરેશાન
દિલજીત દોસાંઝનો હાલમાં દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ હતો, આ કોન્સર્ટ બાદ સ્ટેડિયમની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે, એથલીટ પણ ગુસ્સે થયા છે. ખેલાડીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં કચરાના ઢગલા તેમજ દારુની બોટલ જોવા મળી રહી છે.
દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં હાલમાં દિલજીત દોસાંઝનો એક કોન્સર્ટ હતો, જેમાં સિંગરને લાઈવ જોવા માટે ચાહકોની ભીડ ઉમટી હતી. કોન્સર્ટતો સફળ રહ્યું પરંતુ આ કોન્સર્ટ બાદ સ્ટેડિયમમાં હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે. સ્ટેડિયમમાં કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે. તેમજ રનિંગ ટ્રૈક પર નાસ્તો પડેલો જોવા મળી રહ્યો છો, ખુરશીઓ તુટી ગઈ તેમજ હર્ડલ્સ પણ તુટેલા જોવા મળ્યા હતા. જે ટ્રૈક પર રનિંગ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ બધું જોઈ એથલીટ બેઅંત સિંહ ગુસ્સે થયા હતા. તેમણે એથોરિટીસ પર સવાલ ઉઠાવ્યા છે.
View this post on Instagram
ખુરશીઓ તુટેલી જોવા મળી
દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં હાલમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ હતો. જેમાં સિંગરને લાઈવ જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી. બેઅંત સિંહએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સ્ટેડિયમમાં દારુની બોટલ જોવા મળી હતી. હર્ડલ્સ, તેમજ ખુરશીઓ તુટેલી જોવા મળી હતી.ખેલાડીએ આરોપ લગાવ્યો કે, એથલીટને આગામી 10 દિવસ સુધી ટ્રેનિંગ કરવાની પરવાનગી પણ આપવામાં આવી નથી,
View this post on Instagram
વીડિયોમાં એથ્લિટે કહ્યું કે, તેમણે ફરિયાદ દિલજીત દોસાંઝથી નથી પરંતુ ઓર્ગેનાઈઝેશન સાથે છે. જેમણે ટ્રેનિંગ માટે છેલ્લા 7 દિવસથી સ્ટેડિયમ બંધ રાખ્યું હતુ. વીડિયોમાં તેમણે કહ્યું અહિ એથ્લિટો પ્રેક્ટિસ કરે છે પરંતુ લોકોએ દારુઓ પી નાચી અને પાર્ટી કરી, આ કારણે 10 દિવસ બંધ રહેશે. હર્ડલ રેસ જેવા રમતના સાધનો પણ તોડી નાંખવામાં આવ્યા છે. સામાન આમતેમ જોવા મળી રહ્યો છે.
26-27 ઓક્ટોબરના રોજ હતો કોન્સર્ટ
દિલજીત દોસાંઝનો કોન્સર્ટ 26 અને 27 ઓક્ટોબરના રોજ હતો. જેમાં હજારોની સંખ્યામાં ચાહકો જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.દિલજીતના કોન્સર્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને સારેગામા વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. ઓર્ગેનાઈઝેશને સ્ટેડિયમમને 1 નવેમ્બર સુધી કરાર કર્યો છે. હાલમાં સ્ટેડિયમમાં સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે.