AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: DA અને DR બાદ બેઝિક સેલેરી પણ વધી શકે છે ? જાણો સંસદમાં પુછાયેલા પ્રશ્નનો સરકારે શું આપ્યો જવાબ

જુલાઈ 2021 માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા(Dearness Allowance) અને પેન્શનરોને મોંઘવારી રાહત(Dearness Relief)માં વધારો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:50 AM
Share

7th Pay Commission:  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે(Modi Government) જુલાઈ 2021 માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા(Dearness Allowance) અને પેન્શનરોને મોંઘવારી રાહત(Dearness Relief)માં વધારો કર્યો છે. આ અંગે તમામ વિભાગો દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે કર્મચારીઓના બેઝિક સેલેરીમાં(Basic Salary Hike) ટૂંક સમયમાં વધારો કરવાની વાત કરી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આ અંગે એક સાંસદ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે ઇન્કાર કરી અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

શું કહ્યું સરકારે ? ચોમાસું સત્ર દરમિયાન સાંસદે નાણાં મંત્રાલયને પૂછ્યું કે શું કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને સાતમા નાણા પંચ(7th Pay Commission)ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) આપશે. બેઝિક સેલેરી પણ વધી રહ્યો છે ? આ અંગે પ્રતિક્રિયા આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં આવી કોઈ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે કહ્યું કે આ અંગે કોઈ પ્રસ્તાવ સરકારના સ્તરે વિચારણા હેઠળ નથી.

સરકારી કર્મચારીઓને કેટલો લાભ મળ્યો? કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 17 ટકા DA મળી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકારના નવા આદેશ બાદ હવે 1 જુલાઈ 2021 થી 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે. કર્મચારીઓને સપ્ટેમ્બર 2021 ના ​​પગારમાં વધારા સાથે DA મળશે. કોરોના સંકટના કારણે DA અને DR ને ગયા વર્ષથી અસ્થાયી રૂપે રોકવામાં આવ્યા હતા. તેના કારણે કેન્દ્રીય કર્મચારીઓને DA અને DR ના ત્રણ હપ્તા ચૂકવી શકાયા નથી. ડીએ અને ડીઆર સાથે સરકારે સરકારી કર્મચારીઓના હાઉસ રેન્ટ ભથ્થા (HRA) પણ વધારીને 27 ટકા કર્યા છે.

બેઝિક સેલેરી 21 હજાર રૂપિયા કરવાનીની ચર્ચાઓ થઇ રહી હતી અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે જો 1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગાર 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ શકે છે. નવા ડ્રાફ્ટ નિયમ મુજબ મૂળભૂત વેતન 50% અથવા કુલ પગારથી વધુ મળશે. આ મોટા ભાગના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર તરફ દોરી જશે. બેઝિક સેલેરીમાં વધારા સાથે પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવેલી રકમમાં વધારો થશે કારણ કે આમાં નાણાં બેઝિકના આધારે ગણતરીમાં લેવાય છે. મજદૂર સંઘે માંગ કરી હતી કે લઘુત્તમ મૂળભૂત પગાર વધારીને 21000 રૂપિયા કરવામાં આવે જેથી પીએફ અને ગ્રેચ્યુઇટીમાં નાણાં કાપ્યા પછી પણ ટેક હોમ પગારમાં કોઈ ઘટાડો ન થાય.

આ પણ વાંચો: Rudrakhs: કયા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી ? વાંચો અને ધારણ કરો રૂદ્રાક્ષ

આ પણ વાંચો: નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેન્કોએ બજારમાંથી 58,700 કરોડ એકત્ર કર્યા, કોરોનાકાળમાં ટકાવી રાખ્યો વિશ્વાસ

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">