AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેન્કોએ બજારમાંથી 58,700 કરોડ એકત્ર કર્યા, કોરોનાકાળમાં ટકાવી રાખ્યો વિશ્વાસ

જાહેર ક્ષેત્રની બેંકોએ 2020-21માં 31,816 કરોડનો નફો નોંધાવ્યો છે. આ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેન્કોએ બજારમાંથી 58,700 કરોડ એકત્ર કર્યા, કોરોનાકાળમાં ટકાવી રાખ્યો વિશ્વાસ
File Image of Bank
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:31 AM
Share

જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા નાણાકીય વર્ષ (Financial Year) 2020-21માં બજાર(Market)માંથી 58,700 કરોડનું રેકોર્ડ ભંડોળ એકત્ર કર્યું છે. બેંકોએ તેમના મૂડી આધારને મજબૂત કરવા દેવા અને ઇક્વિટીના રૂપમાં આ રકમ એકત્ર કરી છે. આ રકમમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) મારફતે બેન્ક ઓફ બરોડા, મુંબઈ દ્વારા ઉભા કરાયેલા રૂ 4,500 કરોડનો સમાવેશ થાય છે. પંજાબ નેશનલ બેંકે શેર વેચાણ દ્વારા રૂ. 3,788 કરોડ એકત્ર કર્યા છે.

આ સાથે બેંગલુરુની કેનેરા બેન્કે QIP માંથી 2,000 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી છે. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીના આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે QIPs ની સફળ શ્રેણી દર્શાવે છે કે સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોને સરકારી બેન્કો અને તેમની ક્ષમતામાં વિશ્વાસ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની 12 બેંકોએ ટિયર 1 અને ટિયર 2 બોન્ડમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ રીતે બજારમાંથી બેન્કો દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમ 58,697 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

બેંકોની સ્થિતિમાં સુધારો આવ્યો સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંના કારણે જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ સુધરી છે. જાહેર ક્ષેત્રની બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) 31 માર્ચ, 2019 ના રોજ 7,39,541 કરોડ રૂપિયા હતી, જે 31 માર્ચ, 2020 ના રોજ ઘટીને 6,78,317 કરોડ રૂપિયા રહી હતી. 31 માર્ચ, 2021 ના રોજ (કામચલાઉ) વધુ ઘટીને 616616 કરોડ રૂપિયા થઇ હતી.

પાંચ વર્ષનો સૌથી વધુ નફો જાહેર ક્ષેત્રની બેંકોએ 2020-21માં 31,816 કરોડનો નફો નોંધાવ્યો છે. આ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. જો કે, આ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ તુલા- 02 ઓગસ્ટ: આજે દિવસ સારો પસાર થવાથી તાજગી અનુભવાય, ખોટા ખર્ચાઓ પર ધ્યાન રાખજો

આ પણ વાંચો: Tokyo Olympics: ચહેરા પર 2 ઘા અને 13 ટાંકા હોવા છતાં પણ બોક્સિંગ રીંગમાં ઉતર્યો, સૈન્ય જવાન આ ભારતીય બોક્સર

Follow Us
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
g clip-path="url(#clip0_868_265)">