Maharashtra News : મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલશે પ્રથમ ટનલ બુલેટ ટ્રેન , 350 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનના રૂટમાં પ્રથમ પર્વતીય ટનલ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.આ કોરિડોર પર 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડતી જોવા મળશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.આ ટનલ 350 મીટર લાંબી છે જેનો વ્યાસ 12.6 મીટર અને ઊંચાઈ 10.25 મીટર છે. ઉલ્લેખનીય છે કે આ ટનલમાં બે હાઇ સ્પીડ ટ્રેનના ટ્રેક હશે
ગુજરાતના વલસાડમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનના રૂટમાં પ્રથમ પર્વતીય ટનલ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.આ કોરિડોર પર 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડતી જોવા મળશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અધિકારીઓએ કહ્યુ કે, ‘આ ટનલ 350 મીટર લાંબી છે જેનો વ્યાસ 12.6 મીટર અને ઊંચાઈ 10.25 મીટર છે. ઉલ્લેખનીય છે કે આ ટનલમાં બે હાઇસ્પીડ ટ્રેનના ટ્રેક હશે. NHSRCL(નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ) એ મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના રૂટ પર વધુ છ ટનલ બનાવવાની યોજના બનાવી છે.
વલસાડ સેક્શનના ચીફ પ્રોજેક્ટ મેનેજર એસપી મિત્તલે ગુરુવારે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમને સૌથી વધુ ખુશી એ વાતની છે કે આ ભારતની પ્રથમ ટનલ છે ટનલમાં ટ્રેન 350 કિલોમીટર પ્રતિ km ની ઝડપથી પસાર થશે.” અધિકારીએ કહ્યું કે , ટનલના બાંધકામના દરમિયાન એક પણ અપ્રિય ઘટનાનો સામનો કરવો પડ્યો નથી.
આ પણ વાંચો : Pitru Paksha 2023: કેમ કહેવાય છે ગયાને પિતૃઓનું તીર્થ સ્થાન,જાણો અહીં શ્રાદ્ધ કરવાનું મહત્વ
મિત્તલે કહ્યું, “અમારી સામે સૌથી મોટો પડકાર એ હતો કે ટનલની ગોઠવણીને કેવી રીતે એકદમ સીધી રાખવી, કારણ કે બુલેટ ટ્રેન 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને સહેજ પણ વણાંક મોટો ખતરો પેદા કરી શકે છે.” તેથી અમે દરેક કામ ખૂબ જ ઝીણવટપૂર્વક કર્યું અને તમને ટનલમાં એક મિલીમીટર પણ વળાંક જોવા મળશે નહીં.
વલસાડ સેક્શનના ચીફ પ્રોજેક્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, ટનલ બનાવવા માટે એક વર્ષનો સમય લાગ્યો. NHSRCL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટનલ ‘ન્યૂ ઓસ્ટ્રિયન ટનલ મેથડ’ (NATM) નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે ગુજરાતના વલસાડના ઉમરગાંવ તાલુકાના જરોલી ગામથી લગભગ એક કિલોમીટર દૂર છે.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ ટ્રેન ટનલ માંથી પસાર થશએ અને તે તમામનું નિર્માણ NATM દ્વારા કરવામાં આવશે.આ હાઈ-સ્પીડ ટ્રેન માં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને થાણે જિલ્લાના શિલ્પહાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલ પણ હશે, જેમાંથી સાત કિલોમીટર થાણે ક્રીક (ગલ્ફ)માં હશે, એટલે કે તે પસાર થતી દેશની સૌથી લાંબી ટનલ હશે. દરિયાની નીચેની આ પ્રથમ એક ટનલ હશે.