હેલ્થ વેલ્થ : તહેવારોની સિઝનમાં ચહેરા પર મેળવો ગ્લોઈંગ સ્કીન, ફોલો કરો આ ટીપ્સને, જુઓ વીડિયો
એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈને મળો છો, ત્યારે સૌથી પહેલા તમે તેના હાસ્યની નોંધ લો છો, પરંતુ હવે આ ટ્રેન્ડ થોડો બદલાઈ રહ્યો છે. કારણ કે હવે જ્યારે લોકો તમને મળે છે, ત્યારે તેઓ તમારી સ્મિતને નહીં પરંતુ તમારા ચહેરા અને ખાસ કરીને તમારી ત્વચા પર પણ ધ્યાન આપવા લાગ્યા છે. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો અને ખાસ કરીને આ તહેવારોની સિઝનમાં.
તહેવારની સિઝન આવી રહી છે અને ઘરની ગૃહિણીઓને એક જ પ્રશ્ન સતાવતો રહે છે કે ઘરના કામમાંથી ફ્રી નથી થતાં તો સ્કીનની કેર કંઈ રીતે કરવી. અમે તમારા આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અહીં ઘણી ટીપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે ઘરના કામની સાથે-સાથે તમારા ફેસ માટે પણ સમય લઈ શકો છો. આખો દિવસ ઘરને ચમકાવતી ગૃહિણીઓ પોતાના ફેસને પણ સરળતાથી ચમકાવી શકે છે. જેને માટે કોઈ અલગ વધારે સમયની જરૂર પડતી નથી.
સ્કીનને રાખો હેલ્ધી
તમે ક્યારેય તમારી દાદી-નાની ની સ્કીન નોટીસ કરી છે? પહેલાના જમાનામાં કોઈ મોંઘા બ્યુટી પ્રોડક્સ નહોતા કે નહોતી કોઈ હેર રિમુવની થેરાપી. તો પણ તેમના ફેસ ગ્લો કરતા હતા અને એકદમ સુંદર અને ચળકતી ત્વચા ધરાવતા હતા. તમે તેને પુછશો તો સમજાશે કે તેઓ પોતાની લાઈફમાં એવું કશું જ ખાસ નહોતા કરતા કે તેને તમે ન કરી શકો. તો ચાલો આજે તમને સરળતાથી સ્કીન કંઈ રીતે હેલ્ધી રહે અને તેને ગ્લોઈંગ કંઈ રીતે બનાવવી તેના વિશે જણાવીએ.
જુઓ વીડિયો………..
(Credit Source : TV 9 Bharthvarsh)
આ રીતે મેળવો નેચરલ ગ્લો
- હાઈડ્રેટ રાખો : એ તો તમને ખબર જ હશે કે ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. અમુક સમયના અંતરે પાણી પીવાનું રાખવું જોઈએ. કેમ કે પાણી એક જ એવી ચીજ છે જે તમારી સ્કીનને હાઈડ્રેટ રાખી શકે. પાણી ઓછું પીવાથી ત્વચા ફાટી જાય છે અને સુકી બને છે.
- ફળોના રસ : પાણી પાવું પસંદ નથી તો તમે ફળોના રસ અને નાળિયેર પાણી પણ પી શકો છો. તેનાથી તમને વિટામીન પણ મળી રહેશે. તેમજ છાસ પણ સારો ઓપ્શન બની શકે છે.
- પુરતી ઊંઘ : બધાથી જરૂરી વસ્તુએ કે જે ગાયબ થઈ રહી છે, તે છે ઊંઘ. આખા દિવસનો થાક ઉતારવા માટે રાત્રે 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. પુરતી ઊંઘ લેવામાં ન આવે તો થાક તેમજ ડાર્ક સર્કલ વગેરે વધવા લાગે છે. આ સિવાય પણ ઘણા હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. માટે હેલ્ધી ત્વચા માટે પુરતી ઊંઘ લેવી જરૂરી બની જાય છે.
- હેલ્ધી ફુડ : આજની લોકોની આખા દિવસની સાયકલને જોવા જઈએ તો કામને લીધે લોકો ડેસેક પર બેઠા-બેઠા જે મળે તે ખાઈ લેતા હોય છે. આડેધડ ખાવાને લીધે અથવા તો સમય નથી મળતો તો વ્યક્તિ ગમે ત્યાં ઉભા રહીને સ્ટ્રિટ ફુડ ખાઈ લે છે. તેમ ન કરવું જોઈએ. તમારા રુટિનમાં હેલ્ધી ફૂડને ઓપ્શન આપો અને પછી તમે જાતે જ સ્કીન પર ફેરફાર અનુભવશો.
- કોસ્મેટિકનો ઉપયોગ ઓછો કરો : જો જરૂર હોય તો જ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. કોસ્મેટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કીન બગડે છે. તેમાં અલગ-અલગ કેમિકલનો ઉપયોગ થયો હોય છે. જે સ્કીન માટે નુકસાન કારક છે.
- સ્ટ્રેસ ના લો : લાઈફમાં વધારે ઊંઘ પછીનો કોઈ પ્રોબ્લેમ હોય તો તે છે સ્ટ્રેસ. વધારે પડતો સ્ટ્રેસ લેવાથી ખીલની સમસ્યા ઉદ્ભવે છે તેમજ વાળ પણ સફેદ થવા લાગે છે. તેથી બની શકે તો ચિંતા ન કરવી જોઈએ.
ઉપર મુજબ જો બધી વાતો પર ધ્યાન આપવામાં આવે તો ચહેરાની ત્વચા પર ફેરફાર જોવા મળે છે. મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને અપનાવવા કરતા જો રૂટિન લાઈફ પર ધ્યાન આપવામાં આવે તો સ્કીનને સારી અને ચમકતી બનાવી શકાય છે. દિવાળી પર ચહેરાનું ખાસ ધ્યાન રાખો અને સુંદર ત્વચાને નીખારો.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.