AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM CARD પર 16 અંકનો નંબર કેમ લખાય છે? જાણો તેનો અર્થ અને આંકડામાં છુપાયેલી માહિતી વિશે

આધુનિક યુગમાં ટેક્નોલોજી સતત અપડેટ થતી રહે છે. હાલના સમયમાં UPI એ ATM CARD નો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે પરંતુ આજે પણ એટીએમ કાર્ડના ઘણા વપરાશકર્તાઓ છે. જો તમારી પાસે એટીએમ કાર્ડ છે તો તમારે તમારી કેશની જરૂરિયાત પૂરી કરવા માટે તેમારે બેંકમાં જવાની જરૂર નથી.

ATM CARD પર 16 અંકનો નંબર કેમ લખાય છે? જાણો તેનો અર્થ અને આંકડામાં છુપાયેલી માહિતી વિશે
| Updated on: Jun 24, 2023 | 12:55 PM
Share

આધુનિક યુગમાં ટેક્નોલોજી સતત અપડેટ થતી રહે છે. હાલના સમયમાં UPI એ ATM CARD નો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે પરંતુ આજે પણ એટીએમ કાર્ડના ઘણા વપરાશકર્તાઓ છે. જો તમારી પાસે એટીએમ કાર્ડ છે તો તમારે તમારી કેશની જરૂરિયાત પૂરી કરવા માટે તેમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે નજીકના કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી (Cash withdrawal)શકો છો. આ સિવાય તમે શોપિંગ દરમિયાન કાર્ડ સ્વાઈપ કરીને સરળતાથી Payment  કરી શકો છો. તમે જોયું જ હશે કે ડેબિટ કાર્ડ એટલે કે ATM કાર્ડ પર 16 અંકનો નંબર(16-digit number printed on your debit card) લખેલો હોય છે. એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમે ઘણી વખત કાર્ડની વિગતો ભરી હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એટીએમ પર 16 અંકનો નંબર કેમ લખવામાં આવે છે? તેના અર્થો શું છે?

તેઓ ચકાસણી, સુરક્ષા અને તમારી ઓળખ સાથે સંબંધિત છે

વાસ્તવમાં આ 16 અંકો તમારા કાર્ડ સાથે સંબંધિત માહિતી તમારી પાસે રાખે છે. તેઓ સીધા તમારા કાર્ડની ચકાસણી, સુરક્ષા અને તમારી ઓળખ સાથે સંબંધિત છે. જ્યારે પણ તમે ક્યાંક ઓનલાઈન પેમેન્ટ કરો છો ત્યારે આ નંબરો દ્વારા પેમેન્ટ સિસ્ટમને ખબર પડે છે કે કાર્ડ કઈ કંપની દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યું છે.

16 અંકની સંખ્યાઓનો અર્થ સમજો

  1.  પહેલા 6 અંક બતાવે છે કે કઈ કંપનીએ આ કાર્ડ ઈશ્યુ કર્યું છે. તેને ઈશ્યુઅર આઈડેન્ટિફિકેશન નંબર(Identification Number) કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, માસ્ટરકાર્ડ માટે આ નંબર 5XXXXXX છે અને વિઝા કાર્ડ માટે આ નંબર 4XXXXXXX છે.
  2.  સાતમા અંકથી લઈને 15મા અંક સુધીનો નંબર બેંક ખાતા સાથે જોડાયેલ છે. આ કોઈ બેંક એકાઉન્ટ નંબર નથી પરંતુ તે એકાઉન્ટ સાથે જ જોડાયેલ છે. જો કે, તમારે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
  3.  કોઈપણ કાર્ડના છેલ્લા અંકને ચેકસમ ડિજિટ (checksum digit)કહેવામાં આવે છે. આ અંકથી જાણી શકાય છે કે તમારું કાર્ડ માન્ય છે કે નહીં. આ સિવાય ઓનલાઈન પેમેન્ટ(Online Payment) કરતી વખતે તમને હંમેશા CVV માટે પૂછવામાં આવે છે. આ નંબર ક્યારેય કોઈપણ પેમેન્ટ સિસ્ટમમાં સેવ થતો નથી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">