RBI MPC : મોંઘવારીના કારણે RBIએ રેપો રેટમાં વધારો કર્યો, હોમ-ઓટો લોનની EMI નો બોજો વધશે
MPCની બેઠકમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં વધારાને કારણે તમારી હોમ લોન, ઓટો લોનની EMI વધશે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંતદાસ (RBI Governor Shaktikanta Das) મોનેટરી પોલિસી કમિટિ (RBI MPC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી રહ્યા છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે યુક્રેન ક્રાઈસિસના કારણે મોંઘવારી વધી છે. જો કે, ભારતીય અર્થવ્યવસ્થા રિકવરીના માર્ગ પર છે. MPCની બેઠકમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં વધારાને કારણે તમારી હોમ લોન, ઓટો લોનની EMI વધશે. આ સિવાય MSFમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.15 ટકા કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટની સુવિધા 50 બેસિસ પોઈન્ટ વધારીને 4.65 ટકા કરવામાં આવી છે.
અગાઉથીજ અંદાજ હતો કે રેપો રેટ 0.25 ટકાથી 0.50 ટકા વધારવામાં આવી શકે છે. આ સિવાય કેશ રિઝર્વ રેશિયોમાં પણ 4.5 ટકાનો વધારો થઈ શકે છે. જોકે, બેન્કોનું કહેવું હતું કે રિઝર્વ બેન્કે CRR વધારવો જોઈએ નહીં. મે મહિનામાં જ્યારે રિઝર્વ બેંકે CRR વધાર્યો ત્યારે નાણાકીય વ્યવસ્થામાંથી 90 હજાર કરોડ રૂપિયા ઓછા થયા હતા. CRR વધારવાથી તરલતામાં ઘટાડો થાય છે જેનાથી મોંઘવારી નિયંત્રિત થાય છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંતદાસનું નિવેદન
Statement by Shri Shaktikanta Das, RBI Governor https://t.co/U3sHH9bKAw
— ReserveBankOfIndia (@RBI) June 8, 2022
રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 7.2 ટકા પર જાળવી રાખ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 16.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.1 ટકા અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 4.1 ટકા રહેવાનો અંદાજ છે. 4 ટકા.
મોંઘવારીના અનુમાનમાં વધારો
નાણાકીય વર્ષ 2022-23 માટે છૂટક મોંઘવારીનું અનુમાન અગાઉના 5.7 ટકાના અંદાજથી વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો છે.ગવર્નર દાસે જણાવ્યું હતું કે આગામી ત્રણ ક્વાર્ટરમાં મોંઘવારી 6 ટકાથી ઉપર રહેવાની ધારણા છે. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાથી મોંઘવારી ઘટશે. તાજેતરમાં સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે.
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે દરોમાં વર્ષ દરમિયાન ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓ માને છે કે મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓગસ્ટ સુધીમાં પોલિસી રેપો રેટમાં 0.75 ટકાનો વધારો કરી શકે છે. આ રીતે રોગચાળા પહેલાના 5.15 ટકાના સ્તરે પહોંચી જશે. એટલે કે, અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે જૂનની સમીક્ષામાં દરમાં વધારો થવાની શક્યતા છે. એક્સિસ બેંકે એક અંદાજ આપ્યો છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપો રેટ વધીને 5.75 ટકા થઈ શકે છે. એક્સિસ બેન્કે દરમાં વધારો ધીમો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
મોંઘવારી દર અંગેના અનુમાન
- FY23 ના Q2 માં મોંઘવારી નો દર 7.4% રહેવાની સંભાવના છે
- FY23 ના Q3 માં મોંઘવારી નો દર 6.2% રહેવાની શક્યતા છે
- FY23 ના Q4 માં મોંઘવારી નો દર 5.8% થવાની સંભાવના છે
GDP ગ્રોથ અંગે અનુમાન
- નાણાકીય વર્ષ 23 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.2% પર રહે છે
- FY23 Q1 માં GDP વૃદ્ધિ 16.2% થવાની સંભાવના છે
- FY23 Q2 માં GDP વૃદ્ધિ 6.2% રહેવાની સંભાવના છે
- FY23 Q3 માં GDP વૃદ્ધિ 4.1% રહેવાની અપેક્ષા છે
- FY23 Q3 માં GDP વૃદ્ધિ 4.1% રહેવાની અપેક્ષા છે
- FY23 Q4 માં GDP વૃદ્ધિ 4% થવાની સંભાવના છે