AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Monetary Policy : RBI એ નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટને 4% પર યથાવત રખાયો

RBI Monetary Policy meeting updates: ગવર્નર શક્તિકાંત દાસ રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

RBI Monetary Policy : RBI એ નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટને 4% પર યથાવત રખાયો
Shaktikant Das - RBI Governor Image Credit source: Governor Shaktikant Das, Photo-PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:44 AM
Share

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI Monetary Policy) પોલિસી દરોને 4% પર યથાવત રાખ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈએ સંકટની આ સ્થિતીમાં રેપો રેટને 4% પર યથાવત રહ્યો છે,આ સમયે રિઝર્વ બેન્ક સામે ઘણા પડકારો છે. મોંઘવારી સતત વધી રહી છે, રશિયા-યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઈલ (Crude oil price)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે, વિકાસ દર દબાણ હેઠળ છે, યુએસ ફેડરલ રિઝર્વ મોંઘવારી (Inflation) પર અંકુશ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, આ સિવાય આયાત બિલમાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

RBI મોનેટરી પોલિસી કમિટી દર બે મહિને મળે છે. ફેબ્રુઆરીમાં મળેલી બેઠકમાં રિઝર્વ બેન્કે સતત 10મી વખત વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

મે 2020 થી વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં

કોરોના મહામારી સામે આવ્યા બાદ રિઝર્વ બેન્કે માર્ચ 2020 પછી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. સતત 11 મી વખત રેપોમાં કોઇ ફેરફાર નથી,વ્યાજ દરમાં છેલ્લો ઘટાડો મે 2020માં કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં રેપો રેટ 4 ટકા છે જે 19 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. રિઝર્વ બેન્ક ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા રાખ્યો છે. જોકે, આમા 2 ટકાથી ઉપર અને નીચે થવાની સંભાવના છે.

ફુગાવો આઠ મહિનાની ટોચે

રિઝર્વ બેન્ક માટે ફુગાવાની રેન્જ 2-6 ટકા સુધીની છે. જો ફુગાવાનો દર આનાથી નીચે કે ઉપર હોય તો રિઝર્વ બેન્કની ચિંતા વધી જાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દર 6 ટકાની ઉપલી મર્યાદાને વટાવી ગયો હતો. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્ક પર દબાણ છે. ફેબ્રુઆરી મહિનામાં રિટેલ ફુગાવાનો દર 6.07 ટકા રહ્યો હતો, જે આઠ મહિનામાં સૌથી વધુ છે.

આ પણ વાંચો :Sri Lanka Crisis: સેન્ટ્રલ બેંકના ગવર્નરને દેશ છોડવા પર પ્રતિબંધ, ભારતે કહ્યું ‘શ્રીલંકાની મદદ કરવાનું ચાલુ રાખશે’

આ પણ વાંચો :IPL 2022: ગુજરાત ટાઈટન્સ પાસે 15 કરોડનો માસ્ટર શેફ! પંજાબ કિંગ્સને હંફાવતા પહેલા બનાવી સ્વાદિષ્ટ રસોઈ, જુઓ Video

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">