ઓર્ડર કરેલા ફુડમાંથી કંઇ નિકળે તો ક્યાં અને કોને ફરિયાદ કરવી? જાણો…
છેલ્લા ઘણા સમયથી સતત એવા સમચાર આવી રહ્યા છે કે ઓનલાઇન મંગાવેલી કે રેસ્ટોરંન્ટના ફુડ ખરાબ નિકળે છે , જો કોઈ રેસ્ટોરન્ટમાં અથવા ઓનલાઈન ઓર્ડર કરેલા ફૂડમાં કોઈ જંતુ,કિડા મકોડા કે અખાદ્ય વસ્તુ જોવા મળે તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તે જાણો.
છેલ્લા ઘણા સમયથી સતત એવા સમચાર આવી રહ્યા છે કે ઓનલાઇન મગાવેલી કે રેસ્ટોરન્ટના ફુડ ખરાબ નિકળે છે અથવા તો તેમાં જીવજંતુ નિકળે છે. હવે સવાલ એ થાય ફુડમાંથી કંઇ ખરાબ નિકળે તો તેની ફરીયાદ ક્યાં કરવી ? જો કોઈ રેસ્ટોરન્ટમાં અથવા ઓનલાઈન ઓર્ડર કરેલા ફૂડમાં કોઈ જંતુ,કિડા મકોડા કે અખાદ્ય વસ્તુ જોવા મળે તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તે જાણો.
તમે ફૂડ રેગ્યુલેટરી પોર્ટલના હેલ્પલાઈન નંબર 1800112100 પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે FSSAIને ઓનલાઈન ફરિયાદ મોકલી શકો છો. તમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી શકો છો.
ઉલ્લખનીય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા અડધો ડઝનથી વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ઓનલાઈન ઓર્ડર ઉપરાંત લોકોને સ્ટ્રીટ ફૂડ અને કોલેજ કેન્ટીનના ફૂડમાં પણ અખાદ્ય વસ્તુઓ મળી આવી છે. બિહારની એક સરકારી કોલેજની કેન્ટીનમાં પીરસવામાં આવતા ખોરાકમાંથી પણ મૃત સાપ મળી આવ્યો હતો અને મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવની કપાયેલી આંગળી મળી આવી હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કઈ ખાદ્ય સામગ્રીમાં શું મળ્યું, ક્યારે અને ક્યાં?
બિહારમાં કોલેજ કેન્ટીનના ખોરાકમાંથી મળ્યો સાપ
16 જૂનના રોજ, બિહારના બાંકાથી માત્ર 7 કિલોમીટર દૂર સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેમના ખોરાકમાં એક મૃત સાપ મળ્યો છે. આ અંગે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ પછી અધિકારીઓએ આવીને મામલાની તપાસ કરી.
ગુજરાતમાં વેફરના પેકેટમાંથી મૃત દેડકા મળી આવ્યા છે
ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હતો. ગુજરાતની જાણીતી વેફર્સ કંપનીના પેકેટમાંથી મૃત દેડકો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જામનગરની પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5માં રહેતા જસ્મિત પટેલે 18મી જૂને વેફરનું પેકેટ ખરીદ્યું હતું. તેની ફરિયાદ હતી કે જ્યારે તે તેને ઘરે લઈ ગયો ત્યારે પેકેટમાંથી એક મૃત દેડકા મળી આવ્યું હતું.
મુંબઈના આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી
13 જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવીની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી.
નોઈડામાં જ જ્યુસમાં વંદો જોવા મળ્યો
18 જૂનના રોજ ગ્રેટર નોઈડામાં એક જ્યુસની દુકાનમાં કાપેલા ફળોમાં વંદો મળી આવવાનો મામલો સામે આવ્યો હતો. જ્યુસ કોર્નરમાં રાખેલા ગ્લાસમાં એક વંદો પણ જોવા મળ્યો. સ્થળ પર હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
ફ્લાઇટના ખોરાકમાં બ્લેડ મળી
બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટ (AI 175)ના એક મુસાફરે ખોરાકમાં બ્લેડ મળવાની ફરિયાદ કરી હતી અને એર ઈન્ડિયાએ પણ બ્લેડ જેવી વસ્તુઓ હોવાનું સ્વીકાર્યું છે. હવે એર કંપની તેની તપાસ કરી રહી છે, આ ઘટના 9 જૂને બની હતી, જ્યારે મેથર્સ પોલ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના ખોરાકમાંથી બ્લેડનો ટુકડો મળી આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. બાદમાં એર ઈન્ડિયાએ તેમને બિઝનેસ ક્લાસમાં દુનિયામાં ક્યાંય પણ ફ્રીમાં મુસાફરી કરવાની ઓફર પણ આપી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.
ચોકલેટ સીરપમાં મૃત ઉંદર મળ્યો
એક મહિલાનો દાવો છે કે હર્શીની ચોકલેટ સીરપમાંથી એક મૃત ઉંદર મળી આવ્યો હતો. તેણે તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહિલાએ કહ્યું કે તેણે ઝેપ્ટોથી આ મંગાવ્યું હતું.
તેણે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી હતી. કંપની તરફથી જવાબ પણ આપવામાં આવ્યો છે. પ્રમી નામના યુઝરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, મારા ઝેપ્ટો ઓર્ડરમાં એક આશ્ચર્યજનક બાબત જોવા મળી. દરેકની આંખો ખોલવા માટે આ માહિતી આપવામાં આવી રહી છે. આ પછી તે બંધ ઢાંકણ ખોલે છે અને એક કપમાં ચાસણી રેડે છે. આમાં તેમને મૃત ઉંદર જોવા મળે છે.