GK Quiz : ભારતનું એક એવું ગામ જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે, જાણો ક્યાં આવેલું છે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજના લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ, જેને GK તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલ નોલેજ કોઈ એક વિષય નથી. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કલા, વિજ્ઞાન સહિતના વિષયોનો સમાવેશ થાય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થઈ શકે છે.
GK Quiz : આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જ મહત્વના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજના લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય, વિજ્ઞાન સહિતના વિષયોનો સમાવેશ થાય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz : એવો કયો દેશ છે, જ્યાં ગંદી કાર ચલાવવા પર ભરવો પડે છે દંડ ?
પ્રશ્ન – ભારતમાં ટ્રેનના પૈડા ક્યાં બને છે? જવાબ – બેંગ્લોરમાં
પ્રશ્ન – કયું શાક ખાવાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે? જવાબ – કારેલાનું શાક
પ્રશ્ન – બટાકા કોને ન ખાવા જોઈએ? જવાબ – જે લોકો ટાઈપ 2 ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ સુગરથી પીડિત છે તેઓએ બટાકાનું સેવન કરવાનું ટાળવું જોઈએ
પ્રશ્ન – કયો દેશ સૌથી મોટી દરિયાઈ સરહદ ધરાવે છે? જવાબ – કેનેડા
પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી આંખોની રોશની તેજ થાય છે? જવાબ – કિવી
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ ચાંદી કયા રાજ્યમાંથી મળે છે? જવાબ – રાજસ્થાનમાં
પ્રશ્ન – કાચું લસણ ખાવાથી કયો રોગ મટે છે? જવાબ – શરદી
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે ? જવાબ – કેરળમાં
ભારતમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના કોડિન્હી ગામમાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે. આ ગામમાં અત્યાર સુધીમાં 400થી વધુ જોડિયા બાળકોનો જન્મ થયો છે. જોડિયા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2008માં આ ગામના 280 જોડિયા બાળકોની યાદી બહાર આવી હતી. આ પછી આ ગામ ચર્ચામાં આવ્યું. આ ગામની વસ્તી લગભગ 2000 છે. દુનિયાભરના લોકો આ ગામની મુલાકાતે આવે છે. આ ગામને ‘Twin Village’ કે ‘Twin Town‘ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2016માં ભારત, લંડન અને જર્મનીના સંશોધકોએ ગામમાં બની રહેલી આ અવિશ્વસનીય ઘટનાની તપાસ કરવા સંશોધન હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ ગ્રામજનોના ડીએનએ સેમ્પલ લીધા હતા. પરંતુ વૈજ્ઞાનિકોના આ પ્રયત્નોથી પણ કોઈ ચોક્કસ અને સચોટ પરિણામ મળ્યું નથી.